Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે મોદી સરકારનો નવો આદેશ, ટ્રમ્પે ત્રણ ભારતીયોનાં મોતનો ઓળિયો ઘોળિયો ઇરાન પર નાખ્યો, મસ્ક 174 દેશો કરતાં વધુ અમીર

    17 hours ago

    નમસ્તે, કાલના મહત્વના સમાચાર જોઈએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો ટાળ્યા બાદ ભારતીય શિપ પરના હુમલાનો ઓળિયો ઘોળિયો ઈરાન પર નાખી દીધો છે. પેટ્રોલ-ડીઝલની તંગી વચ્ચે સરકારે નિર્ણય કર્યો છે કે દરેક ગ્રાહકને 200 લીટરથી વધારે ડીઝલ નહીં મળે. અમેરિકાના બિઝનેસમેન ઈલોન મસ્ક દુનિયાના એકમાત્ર ટ્રિલિયોનર બની ગયા છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કોલકાતાના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. મમતા પર આરોપ છે કે તેમણે 9 માર્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યું હતું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાના 5 દિવસના પ્રવાસે રવાના થશે 2. અમૃતસરમાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન, સ્થાપક અભિજીત દીપકે જોડાશે 📰 કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પ બોલ્યા- ઈરાને ભારતીય જહાજો પર હુમલાનો પ્રયાસ કર્યો:અમે નિષ્ફળ બનાવ્યો, તેમણે પોતાની હરકતો સુધારવી જોઈએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને ગઈકાલે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમેરિકી સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું કે ઈરાને તેની હરકતો વહેલી તકે સુધારવી જોઈએ. તેમણે કરારની શરતો લીક કરવા બદલ ઈરાનની ટીકા પણ કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ઈરાન દ્વારા મીડિયામાં જે સમાચાર અને દાવા કરવામાં આવ્યા છે, તે એ કરાર સાથે સુસંગત નથી જેના પર બંને દેશો સહમત થયા હતા. ટ્રમ્પનો આરોપ છે કે ઈરાને મીડિયામાં ખોટી માહિતી આપી છે અને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે કરાર તેની શરતો પર થયો છે, જ્યારે વાસ્તવિકતા કંઈક અલગ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. એક ગ્રાહકને 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે:કોમર્શિયલ યુઝર્સ રિટેલ પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે નહીં, તેમના માટે ડીઝલ લગભગ ₹40 મોંઘું સામાન્ય ગ્રાહકો એક દિવસમાં વધુમાં વધુ 200 લિટર ડીઝલ જ ખરીદી શકશે. આ ડીઝલને ફરીથી વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, હવે ફેક્ટરીઓ અને કોમર્શિયલ યુઝર્સને રિટેલ આઉટલેટ્સ પરથી ઇંધણ મળશે નહીં. કેન્દ્ર સરકારે 11 જૂન 2026ના રોજ આ અંગે આદેશ જારી કર્યો છે. હવે આ મોટા ગ્રાહકોએ ફક્ત બલ્ક સેલ પોઈન્ટ્સ પરથી જ ઇંધણ ખરીદવું પડશે. સરકારે આ પગલું દેશના કેટલાક ભાગોમાં રિટેલ પંપો પર અચાનક વધેલી અસામાન્ય વેચાણને ધ્યાનમાં રાખીને લીધું છે. આ પ્રતિબંધ શરૂઆતમાં 90 દિવસ માટે લાગુ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકો માટે ઇંધણની અછત નહીં થાય.વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈલોન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર:દર કલાકે ₹10 કરોડ ખર્ચ કરવા છતાં 114 વર્ષ લાગશે, સ્પેસએક્સનો IPO અમેરિકામાં લિસ્ટ દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્ક દુનિયાના પ્રથમ ટ્રિલિયોનર બની ગયા છે. તેમની નેટવર્થ 95 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મસ્કની રોકેટ કંપની સ્પેસએક્સના IPOના લિસ્ટિંગ પછી તેમની સંપત્તિમાં આ રેકોર્ડ ઉછાળો આવ્યો છે. શુક્રવાર, 12 જૂનના રોજ અમેરિકી શેરબજાર નાસ્ડેક પર સ્પેસએક્સના શેરનું ટ્રેડિંગ 150 ડોલર પ્રતિ શેર પર શરૂ થયું. ફોર્બ્સ અનુસાર, IPO લિસ્ટ થયા પછી મસ્કની કુલ નેટવર્થ વધીને 1.1 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે, જે ગુરુવારે 982 બિલિયન ડોલર હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મમતા બેનર્જી વિરુદ્ધ કોલકાતામાં FIR:ચૂંટણી પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ; ભત્રીજા અભિષેકના ઘરે CID પહોંચી પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કોલકાતાના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. મમતા પર આરોપ છે કે તેમણે 9 માર્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ફરિયાદ તુષાર કાંતિ દાસે કરી છે. તેમનું કહેવું છે કે મમતાના નિવેદનથી સાંપ્રદાયિક સૌહાર્દ અને રાજ્યની લોકતાંત્રિક વ્યવસ્થાને નુકસાન પહોંચી શકતું હતું. આ તરફ, નકલી હસ્તાક્ષર કેસમાં શુક્રવારે CIDની ટીમ TMC સાંસદ અને પાર્ટી મહાસચિવ અભિષેક બેનર્જીના ઘરે પહોંચી. આ દરમિયાન અભિષેકના વકીલ પણ ત્યાં પહોંચ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સાવધાન! મેગીના પેકેટમાંથી જીવડાં મળ્યાં:FSSAIએ સોશિયલ મીડિયા પરની ફરિયાદોને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરી; નેસ્લે, KFC અને ફ્લિપકાર્ટને નોટિસ મોકલી ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ સોશિયલ મીડિયા પર આવેલી ફરિયાદો બાદ કાર્યવાહી કરતા નેસ્લે સહિતની ઘણી મોટી કંપનીઓને કારણ બતાવો નોટિસ જારી કરી છે. નેસ્લેને આ નોટિસ તેની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ મેગીના એક પેકેટમાં કીડા (લાર્વા) મળવાની ફરિયાદ બાદ આપવામાં આવી છે. FSSAIએ આ મામલે કંપનીને તાત્કાલિક એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. FSSAIએ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી અન્ય ફરિયાદો પર પણ કાર્યવાહી કરતા સ્વચ્છતા (સાફ-સફાઈ) સંબંધિત મુદ્દાઓને લઈને ફાસ્ટ-ફૂડ ચેઈન KFCને પણ નોટિસ આપી છે. આ ઉપરાંત, ખજૂરના એક પ્રોડક્ટમાં કીડા મળવાની ફરિયાદ પર ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઓપન સિક્રેટ કંપનીને પણ રેગ્યુલેટરે જવાબ આપવા જણાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 27 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે?:બિહારમાં વીજળી પડતાં 9નાં મોત, સાત દિવસ દ. ગુજરાત-સૌરાષ્ટ્ર સહિતમાં વરસાદની આગાહી ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું. અહીં મહત્તમ તાપમાન 42.5°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +2.8°C જેટલું ઊંચું છે. આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાલમાં બિહાર સુધી પહોંચી ગયું છે. આગામી 2થી 3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર તેમજ મહારાષ્ટ્રના વધુ ભાગોમાં પ્રવેશે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. 15 જૂન સુધીમાં સાઉથ-વેસ્ટ મોન્સૂન વિધિવત દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મોરબીમાં મામા-ભાણેજની 5ની ટોળકીએ 2 પરિણીતાઓને પીંખી:છરીની અણીએ દુષ્કર્મ, એક પર ગેંગરેપ, 3ની ધરપકડ, સગીરને બાળ સુધારગૃહ મોકલાયો, મુખ્ય આરોપી ફરાર મોરબી તાલુકાના 2 જુદા-જુદા ગામમાં રાત્રિના સમયે ચોરી અને લૂંટ કરવાના ઈરાદે નીકળેલી મામા-ભાણેજની ગેંગે દુષ્કર્મ આચર્યા હતા. વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક દંપતીઓ પર હુમલો કરી મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક પર છરીની અણીએ દુષ્કર્મ અને બીજી મહિલા પર ગેંગરેપ કરાયો હતો. આ કેસમાં પોલીસે 5 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા 1 સગીરને બાળ સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે. ઘટનાનો મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ભારતીય સેનાને મળ્યા 106 કામિકાઝે ડ્રોન:180 કિમીની રેન્જ સુધી હુમલો કરી શકે છે; ટારગેટથી ભટકશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : વૃદ્ધત્વ રોકવાની દવાનો પ્રથમ વખત મનુષ્ય પર પરીક્ષણ:ગ્લુકોમાથી પીડિત એક દર્દીની આંખની કીકીમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : અમદાવાદથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ:બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખેલું ટિશ્યુ પેપર મળ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 4.બિઝનેસ : 5 મહિનામાં પ્રથમ વખત 4%ની નજીક પહોંચી મોંઘવારી:મે મહિનામાં વધીને 3.93% થઈ, ખાદ્યપદાર્થો અને પરિવહન મોંઘા થવાથી દબાણ વધ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 5.સ્પોર્ટ્સ : ફૂટબોલ વર્લ્ડકપ જીતવાનો સૌથી મોટો દાવેદાર સ્પેન:18 વર્ષનો યમાલ ટીમની સૌથી તાકાત; ફ્રાન્સ નંબર-2; જાણો મેસ્સીની આર્જેન્ટિના કયા નંબર પર છે વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : 14 અને 15 જૂન અમાસ બે દિવસ:સોમવતી અમાસ સાથે અધિકમાસ સમાપ્ત થશે; જાણો કયા-કયા શુભ કાર્યો કરવા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 6 દિવસથી ગોળ-ગોળ ફરી રહી છે ગાય યુપીના શ્રાવસ્તીમાં એક ગાય ઘણા દિવસોથી ખેતરમાં સતત ગોળ-ગોળ ચક્કર લગાવી રહી છે. કેટલાક ગ્રામજનો તેને દૈવીય ઘટના માનીને પૂજા કરી રહ્યા છે. જ્યારે, ડોકટરોનું કહેવું છે કે આ કોઈ ન્યુરોલોજીકલ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : ભાજપના MLAને RTOના મેમોનો ડર ઘુસી ગયો:ઈસ્ત્રી ટાઈટ કુર્તો, ગલોફામાં પાન અને કાનમાં મોંઘા હેડફોન, રૂપાલાએ વટથી ST વોલ્વોમાં માહોલ જમાવ્યો 2. ફિલ્મી ફેમિલી : શરવરીના નાના હતા CM, એક કૌભાંડે ખુરસી છીનવી:કેટરીનાના દિયર સાથે બ્રેકઅપ કરી હવે ખુશી કપૂરના Ex-BFને પ્રેમ કરતી હોવાની ચર્ચા 3. એ જિંદગી : 13 મહિનાની દીકરીને 2 વાર હાર્ટએટેક, મોત:બીજી દીકરીને પણ આ જ બીમારી, જીવિત રહેવા માટે દર વર્ષે જોઈએ 72 લાખ રૂપિયા 4. લગ્નની પહેલી શરત નસબંધી, હવે પિતા બન્યા પૂર્વ નકસલી:56એ રિવર્સ સર્જરી કરાવી, 26 પિતા બન્યા; સરકાર ફ્રીમાં ઓપરેશન કરાવે છે 5. DB REELS: 'હું સતત ગુજરાતીમાં ગાળો બોલું છું':'ફિલ્મ ઇન્ડસ્ટ્રી ન હોત તો એક 'સુરતી ફૂડ' નામની લારી કરી હોત', જુઓ મેહુલ સુરતીના નિખાલસ જવાબ 6. DB REELS: 'ઘરે વાતો છુપાવી છે પણ ક્યારેય પકડાઈ નથી':'સેલ્ફ પોસ્ટ કરતાં પહેલાં બાવન ફોટો ક્લિક કરું', 'લાલો'ની તુલસીએ નટખટ અંદાજમાં રાઝ ખોલ્યાં 7. ઓફિસનું AC તમારા માટે બનશે માથાનો દુખાવો!:ડોક્ટર પાસેથી સમજો વિજ્ઞાન, ઓફિસમાં ચા-કોફી ઓછી પીઓ; 7 સંકેતોને અવગણશો નહીં 8. 'અમદાવાદ એટલે જલસા!':જેમીએ કોમેડી શૉમાં ડાયરો કરી ગુજરાતીઓને જમાવટ કરાવી; જોની લીવરની દીકરીના સેલ્સ ગર્લથી કાસ્ટિંગ કાઉચ સુધીના કિસ્સા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:ગ્રહોની સ્થિતિ સિંહ અને વૃષભ રાશિને મનગમતી સફળતા અપાવશે, તુલા રાશિને પ્રભાવશાળી વાણીથી આર્થિક લાભ થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    USA vs Paraguay FIFA World Cup 2026 Live Score: USA 3-0 Paraguay at half time
    Next Article
    Two years after father, son and daughter die in blaze at Delhi home

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment