Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં હિન્દુ સંગઠનોના દરોડા, શંકાસ્પદ માસ મળ્યું:ગાયકવાડી ચાલમાંથી માસ મળતા પોલીસે બે મહિલાઓની પૂછપરછ શરૂ કરી

    6 days ago

    નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ગૌમાંસની શંકાને પગલે ભારે ચકચાર મચી છે. ગાયકવાડી ચાલ વિસ્તારમાં હિન્દુ સંગઠનોએ એક ઘરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી શંકાસ્પદ માસ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી માસ જપ્ત કર્યું હતું અને બે મહિલાઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. માસના નમૂના FSL તપાસ માટે મોકલાયા છે. હિન્દુ સંગઠનોને બાતમી મળી હતી કે ગાયકવાડી ચાલમાં એક પરિવાર દ્વારા ગૌવંશનો વધ કરીને તેનું માસ વેચવામાં આવે છે. આ બાતમીના આધારે કાર્યકર્તાઓએ એકત્ર થઈને નિર્દિષ્ટ ઘરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ માસ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ બીલીમોરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ઘરમાંથી મળેલા શંકાસ્પદ માસને કબજે લીધું હતું. આ માસ ગૌવંશનું છે કે અન્ય કોઈ પ્રાણીનું, તે સ્પષ્ટ કરવા માટે તેને ફોરેન્સિક લેબોરેટરી (FSL) માં તપાસ માટે મોકલવામાં આવ્યું છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા શંકાસ્પદ પરિવારની બે મહિલાઓની અટકાયત કરી છે. પોલીસ સ્ટેશન ખાતે તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. FSL રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાને પગલે શહેરમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટીયનોને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે:ભર ઉનાળે આજી-ન્યારી ડેમ નર્મદાનાં નીરથી ભરવાનું શરૂ, જૂન મહિનાનાં અંત સુધી લોકોને રોજ 20 મિનિટ નિયમિત પાણી અપાશે
    Next Article
    હાલોલ અપહરણ કેસનો આરોપી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment