Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાલોલ અપહરણ કેસનો આરોપી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે કાર્યવાહી કરી

    2 days ago

    પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી સુનીલભાઈ ઉર્ફે લાલો રંગીતભાઈ પરમારને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સાથે ભોગ બનનારને પણ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા કે અપહરણ થયેલા બાળકો/વ્યક્તિઓને શોધવા માટે ૧૨ માર્ચ ૨૦૨૬ થી ૨૧ માર્ચ ૨૦૨૬ સુધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. દલપતસિંહ ચંદ્રસિંહને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી સુનીલભાઈ ઉર્ફે લાલો રંગીતભાઈ પરમાર મોજે-કોપરેજ ગામ ખાતે છુપાયેલો હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને હસ્તગત કર્યો હતો. તેને વધુ તપાસ માટે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરામાં હિન્દુ સંગઠનોના દરોડા, શંકાસ્પદ માસ મળ્યું:ગાયકવાડી ચાલમાંથી માસ મળતા પોલીસે બે મહિલાઓની પૂછપરછ શરૂ કરી
    Next Article
    Patan Political News | જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ધારાસભ્યના કર્યા વખાણ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment