Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર ગુજરાતી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર:20 નવેમ્બરે 'રફ એન્ડ ટફ કન્યા' ને 'વાહ વાહ વિઠ્ઠલ' ટકરાશે, યશ સોની-શ્રુહદ ગોસ્વામીની મૂવી આવતા વર્ષે આવશે

    9 hours ago

    તાજેતરમાં જ ચાર ગુજરાતી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, જેમાં યશ સોનીની ફિલ્મ 'કડક કાર્યવાહી' હવે જાન્યુઆરીને બદલે માર્ચમાં રિલીઝ થશે. 'વાહ વાહ વિઠ્ઠલ', 'રફ એન્ડ ટફ કન્યા' ને 'કાળી ચૌદસ' ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ કરવામાં આવી છે. 'કડક કાર્યવાહી' ફિલ્મને પ્રતીક ગુપ્તાએ ડિરેક્ટ કરી છે, જ્યારે રાઇટર હર્ષ શોધને છે ને ફિલ્મને હરફમૌલા ફિલ્મ્સ તથા બી ધ ચેન્જ સ્ટુડિયોએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં યશ સોની ઉપરાંત વિનીતા જોશી, હર્ષ છાયા, અનંગ દેસાઇ, આલોક ગાગડેકર જેવા કલાકારો છે. નામ પરથી આ ફિલ્મ ક્રાઇમ થ્રીલર હોય તેમ માનવામાં આવે છે. પહેલા આ ફિલ્મ 22 જાન્યુઆરી, 2027માં રિલીઝ થવાની હતી, હવે આ ફિલ્મ 19 માર્ચે રિલીઝ થશે. બોક્સ ઑફિસ પર 'વાહ વાહ વિઠ્ઠલ' ને 'રફ એન્ડ ટફ' કન્યા ટકરાશે 'વાહ વાહ વિઠ્ઠલ' ને 'રફ એન્ડ ટફ કન્યા' બંને ગુજરાતી ફિલ્મ 20 નવેમ્બરે રિલીઝ થવાની છે. 'વાહ વાહ વિઠ્ઠલ'ને સચિન બ્રહ્મભટ્ટે ડિરેક્ટ કરી છે ને બિનલકુમારે પ્રોડ્યુસ કરે છે. આ ફિલ્મ ઓર્નેક્સિસ પિક્ચર્સ હેઠળ રિલીઝ થશે. ફિલ્મમાં દર્શન જરીવાલા, તત્સત મુનશી, આરતી વ્યાસ, રાગી જાની, કિશનદાન ગઢવી જેવા કલાકારો છે. હાલમાં જ આ ફિલ્મનું ગીત 'હરિ ઓમ વિઠ્ઠલા...' રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતને કીર્તિદાન ગઢવીએ ગાયું છે. ફિલ્મની સ્ટોરી ત્રણ મિત્રો બાબુ, વિઠ્ઠલ ને જીગીની આસપાસ ફરે છે. આ ત્રણેય મિત્રોની ફ્રેન્ડશિપ ને જીવનની મજેદાર વાત કરતી આ કોમેડી ફિલ્મ છે. 'રફ એન્ડ ટફ કન્યા'માં હિતેન કુમાર લીડ રોલમાં છે. ફિલ્મમાં દીકરી પોતાના બોયફ્રેન્ડની પરિવાર સાથે મુલાકાત કરાવે છે. પરિવારને દીકરીએ પસંદ કરેલો મુરતિયો ગમે છે કે પછી તેઓ ગમે તેમ કરીને લગ્ન ના થાય તેવા પ્રયાસો કરે છે તે તો ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ ખબર પડશે. આ ફિલ્મને યશ વૈષ્ણવે ડિરેક્ટ કરી છે, જ્યારે અનન્યા બિરલા, અક્ષિતા શાહ, પ્રીતિ સાહની, ક્રિશ્નદેવ યાજ્ઞિકે પ્રોડ્યુસ કરી છે. 20 નવેમ્બરે રિલીઝ થતી આ ફિલ્મમાં યુક્તિ રાંદેરિયા, સોનાલી લેલે દેસાઇ, નીલમ પંચાલ, રાગી જાની, ફિરોઝ ઇરાની જેવા કલાકારો છે. આવતા વર્ષે 'લાલો' ફૅમ શ્રુહદ ગોસ્વામીની ફિલ્મ 'કાળી ચૌદસ' રિલીઝ થશે. આ ફિલ્મ 19 ફેબ્રુઆરીએ થિયેટરમાં આવશે. નામ જોતા ફિલ્મ હોરર હોય તેમ લાગી રહ્યું છે. ફિલ્મને ધ્રુવ ગોસ્વામીએ ડિરેક્ટ કરી છે, જ્યારે દક્ષ એ વાસુએ પ્રોડ્યુસ કરી છે. દ્વાન પ્રોડક્શન ને ડ્રીમ યાત્રા ફિલ્મ્સે પ્રેઝન્ટ કરેલી આ ફિલ્મમાં રીવા રાચ્છ, કૃણાલ પંડિત, અલ્પા બુચ, પ્રેમ ગઢવી જેવા કલાકારો છે.
    Click here to Read More
    Previous Article
    ટેક્સમાં છૂટથી અદાણી એનર્જીનો નફો 148% વધ્યો:બીજા ત્રિમાસિક ગાળાની આવકમાં 52%નો ઉછાળો; શેર 2% ઘટીને 1300 રૂપિયાથી નીચે આવ્યો
    Next Article
    પરીક્ષા નિયામક બનતા જ ડૉ.પંડ્યાને ગાઈડશીપ પરત મળી!:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ ડીનની બેઠકમાં વિવાદિત વર્ણીરાજ કોલેજનું ટ્રસ્ટ બદલાયું, ધ્રાંગધ્રાની મહાવીર કોલેજમાં 2 નવા કોર્સને મંજૂરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment