Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેક્સમાં છૂટથી અદાણી એનર્જીનો નફો 148% વધ્યો:બીજા ત્રિમાસિક ગાળાની આવકમાં 52%નો ઉછાળો; શેર 2% ઘટીને 1300 રૂપિયાથી નીચે આવ્યો

    11 hours ago

    અદાણી એનર્જી સોલ્યુશન્સનો 2026-27ના બીજા ત્રિમાસિક ગાળાનો નફો 148% વધીને ₹1,323 કરોડ પર પહોંચ્યો છે. ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને ₹534 કરોડનો નફો થયો હતો. કંપનીને મળેલી ₹1,581 કરોડની ટેક્સ રાહતે નફો વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ દરમિયાન, કંપનીની કામગીરીમાંથી થતી આવક એટલે કે ઓપરેશનલ રેવન્યુ 52.8% વધીને ₹10,075.5 કરોડ થઈ ગઈ છે. ગત વર્ષના સમાન સમયગાળામાં તે ₹6,596 કરોડ હતી. આવક વધવાની સાથે કંપનીની કામગીરીમાંથી થતો નફો એટલે કે ઓપરેટિંગ પ્રોફિટ પણ વધ્યો છે. બીજી તરફ, કંપનીના સ્ટોકમાં નબળાઈના સંકેતો જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોએ હાલમાં રોકાણકારોને શેરમાં નવી ખરીદીથી બચવાની સલાહ આપી છે. બુધવારે કંપનીનો શેર 2.94% ઘટીને ₹1,326 પર બંધ થયો હતો. આજે તે 2% ઘટીને ₹1,295 પર છે. પહેલાં ત્રિમાસિકમાં નફો 124% વધીને 1,149 કરોડ રૂપિયા રહ્યો હતો 2026-27ની પહેલાં ત્રિમાસિકમાં (એપ્રિલ-જૂન) કંપનીનો નફો 124% વધીને 1,149 કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિકમાં નફો 512 કરોડ રૂપિયા હતો. જ્યારે ઓપરેશનલ આવક 6,819 કરોડ રૂપિયાથી 42% વધીને 9,711 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. વેચાણ વધ્યું પરંતુ માર્જિન ઘટ્યું કંપનીનો EBITDA એટલે કે કર, વ્યાજ અને અન્ય ખર્ચ ઘટાડ્યા પહેલાં કંપનીના મુખ્ય વ્યવસાયમાંથી થતો નફો 35.5% વધીને ₹3,101.5 કરોડ થયો છે. ગયા વર્ષના આ જ ત્રિમાસિકમાં EBITDA ₹2,289 કરોડ હતો. વેચાણ અને કુલ આવક તો વધી છે, પરંતુ ખર્ચમાં વધારાને કારણે EBITDA માર્જિન 34.7%થી ઘટીને 30.7% રહ્યું. એટલે કે 4%નો ઘટાડો થયો. તેનો અર્થ એ છે કે કંપનીની આવક તો વધારે થઈ, પરંતુ ખર્ચ વધવાને કારણે દરેક ₹100ની આવક પર બચત થોડી ઓછી થઈ. અદાણી એનર્જી સોલ્યુશન્સના અર્ધવાર્ષિક પરિણામો નોંધ: તમામ આંકડા કરોડ રૂપિયામાં છે. H1 FY27: 2026-27ના પ્રથમ 6 મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર 2026) H1 FY26: 2025-26ના પ્રથમ 6 મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર 2025) YoY %: ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે થયેલો ટકાવારીનો ફેરફાર Q2 FY27: 2026-27નો બીજો ત્રિમાસિક ગાળો (જુલાઈથી સપ્ટેમ્બર 2026) Q2 FY26: 2025-26નો બીજો ત્રિમાસિક ગાળો (જુલાઈથી સપ્ટેમ્બર 2025) PAT: ટેક્સ ચૂકવ્યા પછી કંપની પાસે બચતી ચોખ્ખી કમાણી. EBITDAનો ઉપયોગ મુખ્યત્વે 2 કામો માટે થાય છે વિવિધ કંપનીઓની નિષ્પક્ષ સરખામણી કરવા માટે: ટેક્સના દરો, લોનનું વ્યાજ અને જૂની સંપત્તિઓનું ડિપ્રિસિએશન અલગ-અલગ હોય છે. તેને દૂર કરીને જોવાથી જાણવા મળે છે કે કઈ કંપની પોતાનો વાસ્તવિક વ્યવસાય ચલાવવામાં વધુ મજબૂત અને સક્ષમ છે. કંપનીના વાસ્તવિક કેશ ફ્લો અને ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે: ઇન્વેસ્ટર્સ અને બેન્કો એ જોવા માટે EBITDAની તપાસ કરે છે કે કંપની પોતાના મુખ્ય કામકાજમાંથી એટલા પૈસા કમાઈ રહી છે કે નહીં, જેથી તે આગળ લોનનું વ્યાજ ચૂકવી શકે અને નવું રોકાણ કરી શકે. મોટા પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન અદાણી એનર્જીના CEO કંદર્પ પટેલે જણાવ્યું કે તમામ વર્ટિકલ્સમાં મજબૂત પ્રદર્શન અને સમજદારીભર્યા નાણાકીય વ્યવસ્થાપનના બળ પર અમે મોટા પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા માટે તૈયાર છીએ. તેનાથી શેરધારકોને લાંબા સમય સુધી વધુ સારો લાભ મળતો રહેશે. 16 રાજ્યોમાં નેટવર્ક અને 1.2 કરોડ ગ્રાહકો અદાણી એનર્જી સોલ્યુશન્સ દેશની સૌથી મોટી ખાનગી પાવર ટ્રાન્સમિશન કંપની છે. તે પાવર ટ્રાન્સમિશન, વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને કૂલિંગ સોલ્યુશન્સ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. કંપનીનું નેટવર્ક દેશના 16 રાજ્યોમાં ફેલાયેલું છે, જેની પાસે 26,600 કિમીથી વધુની ટ્રાન્સમિશન લાઇનો છે. મુંબઈ અને મુન્દ્રા SEZ જેવા મોટા વિસ્તારોમાં કંપની 1.2 કરોડ ગ્રાહકો સુધી વીજળી પહોંચાડે છે. તે 2.28 કરોડ સ્માર્ટ મીટર લગાવવાના ઓર્ડર પર પણ કામ કરી રહી છે. દેશની પ્રથમ ખાનગી HVDC લાઇન બિછાવવાથી લઈને તાજેતરમાં QIP દ્વારા ₹8,373 કરોડનું ભંડોળ એકત્ર કરવા સુધી, કંપનીના નામે પાવર ક્ષેત્રમાં અનેક મોટા રેકોર્ડ નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ પ્રેમિકા સાથે બોલવાની ના પાડતા પ્રેમિકા પર કુહાડીથી હુમલો:વલસાડના છરવાડામાં યુવકે કર્યો હુમલો, આરોપી ગુરુવાર સુધી રિમાન્ડ પર
    Next Article
    ચાર ગુજરાતી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર:20 નવેમ્બરે 'રફ એન્ડ ટફ કન્યા' ને 'વાહ વાહ વિઠ્ઠલ' ટકરાશે, યશ સોની-શ્રુહદ ગોસ્વામીની મૂવી આવતા વર્ષે આવશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment