Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,જુદી પ્રીત જાગે મલાજે–મલાજે

    1 week ago

    ડો.મનન શાહ ક્લિનિકમાં દર્દીઓને તપાસી રહ્યા હતા ત્યારે અચાનક બહારના વેઈટિંગ રૂમમાં ચાલતી રકઝકનો અવાજ એમના કાનમાં પડ્યો. એમાંથી એક અવાજ તો એમના કમ્પાઉન્ડર શ્યામનો હતો. શ્યામ કોઈને કહી રહ્યો હતો, ‘લાઈન તોડીને તમે અંદર નહીં જઈ શકો. અહીં ત્રીસેક દર્દીઓ રાહ જોઈને બેઠેલા છે એમને નથી દેખાતા?’ ‘એ મને દેખાય છે પણ મારા ઘરાં ઈમરજન્સી ઊભી થઈ છે એટલે હું ડોક્ટર સાહેબને ઘરે લઈ જવા આવ્યો છું. મારી પરિસ્થિતિ તને નથી દેખાતી?’ અજાણ્યો અવાજ પૂછતો હતો. ડો. મનનભાઈએ ઘંટડી વગાડી, શ્યામ અંદર દોડી આવ્યો. ડોક્ટરે પૂછ્યું, ‘કોણ છે? ચાલુ દવાખાને આવી બોલાચાલી થાય તે સારું ન કહેવાય. જે હોય તેને મારી પાસે મોકલી દે.’ ત્રીસેક વર્ષનો પુરુષ અંદર આવ્યો. અતિ સામાન્ય દેખાવનો એ પુરુષ એણે પહેરેલાં કપડાં અને સોનાનીવીંટી, લકી, ચેઈન, ઘડિયાળ વગેરે પરથી પૈસે-ટકે શ્રીમંત લાગી રહ્યો હતો. ‘સાહેબ, વિઝિટ બેગ લઈને જલદી મારા ઘરે આવો. મારી વાઈફ અચાનક બેભાન થઈ ગઈ છે. એને અહીં લાવી શકાય તેવું નથી. તમારી જે ફી થતી હશે તે હું આપી દઈશ. ના ન પાડશો.’ પુરુષની આંખોમાં આજીજી હતી અને અવાજમાં ગભરાટ હતો. ‘શ્યામ, તુ જૂના દર્દીઓને જે દવા ચાલતી હોય છે તે આપીને રવાના કરી દે, નવા પેશન્ટ્સને બેસાડી રાખજે. મને વિઝિટ પતાવીને આવતા અડધો કલાક લાગશે.’ ડો. મનનભાઈ ઊભા થયા. પેલો પુરુષ ફોર વ્હીલર લઈને આવ્યો હતો, ડોક્ટરને લઈને રવાના થયો. રસ્તામાં બંને વચ્ચે જે વાતચીત થઈને તેના પરથી ડો. મનનને જે જાણવા મળ્યું તે આ હતું, તે પુરુષનું નામ તપન. એની પત્નીનું નામ તારુણી. બંનેનાં લગ્નને એકાદ વર્ષ માંડ થયું હશે. ઘરમાં તપનનાં માતા-પિતા ઉપરાંત એક યુવાન, અપરિણીત નાની બહેન જશુ પણ રહેતી હતી. તારુણીને આ પહેલાં ક્યારેય આવું થયું ન હતું. અલબત્ત, તે મુંબઈમાં જન્મી અને ઉછરી હતી એટલે આ ઠીક-ઠીક કહેવાય એવી વસ્તીવાળું ટાઉન એને સાવ નાનું ગામડું લાગતું હતું. એ ખુશ રહેતી ન હતી. તપન એને જીવથીયે વધારે ચાહતો હતો, આ વાત એની અત્યારની હાલત પરથી સમજી શકાતી હતી. ઘર આવી ગયું. એ મકાન ન હતું, બંગલો હતો. ગાડીમાંથી ઊતરીને ડો. મનન બંગલામાં દાખલ થયા. હાંફળો-ફાંફળો તપન એમની પાછળ જ હતો. ડ્રોઈંગરૂમમાં એક બ્યૂટીફૂલ યુવતી ફર્શ પર પડેલી હતી. એનાં અસ્ત-વ્યસ્ત વસ્ત્રો, છુટ્ટા વિખરાયેલા લાંબા રેશમી વાળ અને એ શ્યામલ કેશઘટાની મધ્યમાં રહેલું ચંદ્રમા જેવું મુખ. ડોક્ટરને એક જ નજરમાં સમજાઈ ગયું કે તપન શા માટે એની પત્નીને આટલો બધો પ્રેમ કરે છે! ડો. મનન ફેમિલી ફિઝિશિયન હતા, એમ.બી.બી.એસ. થયેલા હતા. નાના શહેરમાં જનરલ પ્રેક્ટિશનરોએ પણ ફિઝિશિયન જેટલા હોશિયાર બનવું પડે છે. જો તેઓ નિદાન કરવામાં ભૂલ કરે તો દર્દીના રામ રમી જાય, કારણ કે તેમની ભૂલ સુધારવા માટે ત્યાં કોઈ ફિઝિશિયન હોતા નથી. ડો. મનન હોશિયાર પણ હતા અને અનુભવી પણ હતા. તેમણે સૌથી પહેલાં તારુણીની પલ્સ ગણી લીધી. પછી બ્લડ પ્રેસર માપ્યું. બંને નોર્મલ હતાં. શ્વાસની ગતિ તદ્દન નોર્મલ હતી. એમના મનમાં થોડીક ‘હાશ’ થઈ. એ પછી એમણે સ્ટેથોસ્કોપ વડે છાતી અને પેટ તપાસ્યાં. ત્યાં પણ કંઈ એબનોર્મલ ન જણાયું. ડો. મનનના મનમાં થોડું થોડં અજવાળું થવા માંડ્યું હતું. એમણે આંખની કીકી જોવા માટે તારુણીનાં પોપચાં ઊઘાડવાની કોશિશ કરી. તારુણીએ બેભાનવસ્થામાં હોવા છતાં પોપચાં મક્કમતાથી બીડી રાખ્યાં. ડોક્ટર હસી પડ્યા. એમણે તારુણીનો જમણો હાથ પકડીને કોણી પાસેથી વાળવાની કોશિશ કરી, ત્યાં પણ તારુણીના અવરોધનો સામનો કરવો પડ્યો. નિદાન સામે આવી ગયું. તારુણી બેભાન થવાનો ડોળ કરતી હતી. વાસ્તવમાં એ પૂરેપૂરી ભાનમાં હતી. મેડિકલ ભાષામાં આ સ્થિતિને હિસ્ટિરિયા કહેવાય છે. એમાં કોઈ શારીરિક બીમારી હોતી નથી પણ માનસિક ગરબડ હોય છે. દર્દી પોતાની આસપાસની સ્થિતિ પ્રત્યે નારાજગી, અણગમો કે એમાંથી પલાયન શોધવા માટે પોતે ગંભીર હોવાનો ઢોંગ કરે છે, પોતાની વાત મનાવવા માટે આવું એક પ્રકારનું ત્રાગું જ કરે છે. ડો. મનનભાઈએ ધીમા અવાજમાં તારુણીને કહ્યું, ‘બહેન, તારી ચાલબાજી પકડાઈ ગઈ છે. તું હવે બેઠી થઈ જા. હું ડોક્ટર છું, મને ખબર પડી ગઈ છે કે તું બીમાર નથી. જો તું આ ઢોંગ ચાલુ રાખીશ તો મારે તારા પતિને અને સાસુ-સસરાને સાચી વાતની જાણ કરી દેવી પડશે.’ કાચી સેકન્ડમાં તારુણી બેઠી થઈ ગઈ, વસ્ત્રો સરખાં કરીને ડોક્ટરને વિનંતી કરવા લાગી, ‘એવું ન કરશો, સાહેબ, મારા ઘરના સભ્યોને આ વાત ન જણાવશો.’ ડોક્ટરે સ્મિત કર્યું, ‘નહીં જણાવું, પણ તારે મને એ વાત જણાવવી પડશે કે આવું કરવા પાછળનો તારો ઈરોદો શો હતો?’ તારુણીએ ભેદ છતો કર્યો, ‘હું સાચું કહું તો મને અહીં ગમતું નથી. હું મુંબઈમાં મોટી થઈ છું. મારા પપ્પાએ શ્રીમંત વર અને ઘર જોઈને મને આ ગામડાં જેવા શહેરમાં પરણાવી દીધી છે. હું પિયરમાં જવાનાં બહાનાં શોધી રહી છું. આ લોકો મને જવા દેતા નથી. મુંબઈ ખાસ્સું દૂર હોવાથી હું પિયરમાં ગયા પછી પંદર દિવસ પહેલાં તો પાછી નહીં જ આવું એવું કહે છે. એમની ધારણા ખોટી પણ નથી. સૌથી મોટો અવરોધ મારા પતિ છે. એ મારા વગર ચોવીસ કલાક પણ કાઢી શકતા નથી. ના છૂટકે મારે આ ઉપાય અજમાવવો પડ્યો છે. તમે પ્લીઝ, મારી પોલ ખુલ્લી ન પડી જાય એ રીતે એમને સમજાવો ને!’ ડો. મનનભાઈએ તપનને બોલાવ્યો, ‘મેં એક ઈન્જેક્શન આપ્યું છે, હાલ પૂરતું સારુ થઈ જશે, પણ આ બીમારી એવી છે કે એમાં એકલી દવાથી ફરક નહીં પડે. તારી વાઈફને હવાફેરની જરૂર છે. એને પંદર-વીસ દિવસ માટે મુંબઈ મોકલી દે.’ તપન વિચારમાં પડી ગયો. થોડી વાર ચૂપ રહ્યા પછી એ બોલ્યો, ‘ડોક્ટર સાહેબ, મુંબઈને બદલે તારુણીને લઈને હું સાસણ-ગીર અથવા માઉન્ટ આબુ ફરી આવું? એ પણ હવાફેર જ ગણાય ને?’ ડોક્ટરે તારુણીની સામે જોયું, તારુણીએ હળવેકથી માથું હલાવીને ‘ના’નો સંકેત કર્યો. ડોક્ટરે કહ્યું, ‘તપન, સાસણ-ગીર કે આબુમાં હવાફેર તો થશે, પણ ત્યાં રિસોર્ટ કે હોટલનું ખાવીપીવાના કારણે બીજી તકલીફો ઊભી થશે, એના કરતાં એને મુંબઈ જવા દે ને!’ ‘ભલે, તો હું એને લઈને મુંબઈ જઈ આવું.’ તપને કહ્યું. ત્યાં તો ‘તપાક’ દઈને તારુણી બોલી ઊઠી, ‘ત્યાં તમારું શું કામ છે? તમે ત્યાં હશો તો મારાં પિયરીયાય જમાઈની સરભરામાંથી ઊંચા જ નહીં આવે. પછી મને કોણ સાચવશે?’ તારુણીની અનિચ્છા અને ડોક્ટરની સમજાવટ આગળ તપન ઝૂકી ગયો. બે દિવસ પછી એણે તારુણીને ટ્રેનમાં બેસાડી દીધી. લગભગ એકાદ મહિનો વીતી ગયા પછી અચાનક એક દિવસે ડો. મનનભાઈને તારુણીવાળી ઘટના યાદ આવી. તેમણે કમ્પાઉન્ડરને પૂછ્યું, ‘પેલા તપનના કેસમાં પછી શું થયું? તને કંઈ જાણવા મળ્યું?’ ‘સાહેબ, મને જે જાણવા મળ્યું તે તમને જણાવવા જેવું નથી.’ શ્યામ હસ્યો, પછી ગંભીરતા ધારણ કરીને તેણે માહિતી આપી, ‘સાહેબ, તારુણી મુંબઈમાં કોઈની સાથે પ્રેમના ચક્કરમાં હતી. એ લુખ્ખેશ હતો. તારુણીના બાપે શ્રીમંત મુરતિયો જોઈને દીકરીને મુંબઈથી આટલે દૂર વળાવી દીધી. તમે તો બેયને જોયા ને? ક્યાં હિરોઈનને ઝાંખી પાડી દે તેવી તારુણી અને ક્યાં તપન! એણે તપનથી છૂટવા માટે જ આ નાટક રચ્યું હતું. તપનના મનમાં થોડી ઘણી શંકા તો હતી જ, એટલે જ એ તારુણીને મુંબઈ જવા દેવા માટે રાજી ન હતો. તમારી સલાહને એ ટાળી ન શક્યો અને પત્નીને ખોઈ બેઠો. તારુણી એના પ્રેમીની સાથે નાસી ગઈ.’ તપન આજે પણ બધાંને કહેતો ફરે છે: ‘ડો. નમન શાહનું નિદાન સાવ સાચું પણ એમની ‘સારવાર’ સાવ ખોટી.’ - શીર્ષકપંક્તિ : મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:શું ગ્રીનકાર્ડ હોલ્ડર ભારતમાં ઓછા સમય માટે રહી શકે?
    Next Article
    વિશ્વશાંતિની વાત:દુનિયા બળતી હવે બુઝાવો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment