Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:શું ગ્રીનકાર્ડ હોલ્ડર ભારતમાં ઓછા સમય માટે રહી શકે?

    1 week ago

    રમેશ રાવલ સવાલ : મારા પુત્રએ કેનેડામાં સ્ટડી પૂરો કર્યો પછી તેને અમેરિકાના દસ વર્ષના વિઝિટર વિઝા મળ્યા છે. તે 15 દિવસ માટે અમેરિકા જઈને પરત આવ્યા પછી વારંવાર અમેરિકા ગયો અને ત્યાં જ લગ્ન કરીને પાછો અમદાવાદ આવીને ધામધૂમથી હિંદુ વિધિથી લગ્ન કરવા માગે છે. તો ફરીથી ઈન્ડિયામાં લગ્ન કરી શકે?- રામભાઈ પટેલ, અમદાવાદ જવાબ : ના, તેને અમેરિકામાં સ્પાઉસ વિઝા દ્વારા ગ્રીનકાર્ડ મળે એ પછી ભારત આવવું જોઈએ, નહીં તો અમેરિકા પાછા જવામાં એરપોર્ટ પર ઘણી ઈન્ક્વાયરી થશે. બીજી વાર લગ્ન હિતાવહ નથી. સવાલ : મારી પૌત્રીએ કેનેડાની સેન્ટ નિઅલ કોલેજમાં એડમિશન લેટર એક એજન્ટ દ્વારા મેળવેલો. મે-જૂન 2025માં કુલ 19,978 એજ્યુકેશન ફી પેટે કોલેજના એકાઉન્ટમાં જમા કરાવેલા છે, પરંતુ કોલેજનો એડમિશન લેટર મળવાથી જુલાઈ 2025માં તથા ઓગસ્ટ 2025માં એમ બે વાર સ્ટુડન્ટ વિઝા માટે કેનેડા ગવર્નમેન્ટમાં એપ્લાય કરેલું. તે વિઝા બંને વખત કેનેડા સરકારે રિજેક્ટ કર્યા એટલે અમે જે એજ્યુકેશન ફી જમા કરી હતી તે રીફંડ મેળવવા માટે જીમેઈલથી અરજી કરી. કોલેજ ઓથોરિટીએ એ અરજીનો પંદર વીકમાં ટ્યૂશન ફીની રકમ રીફંડ આપવા ઈમેલથી જવાબ આપેલો. તેમ છતાં તે રકમ રીફંડ નહીં કરવાથી ફરીથી રીફંડ માટે રિક્વેસ્ટ કરી તો તેના જવાબમાં 4થી 6 વીકમાં રીફંડ આપશે તેવું હવે જણાવ્યું. જોકે, જાન્યુઆરી 2026 પણ પૂરો થઈ ગયો અને છતાં અમને રીફંડ મળ્યું નથી. એના લીધે ટ્યૂશન ફી માટે ટોટલ રૂપિયા સાડા બાર લાખ ઉપરાંતની બેન્કની લોન લીધી છે તે રીફંડ નહીં મળવાથી દર મહિને બાર હજાર રૂપિયા બેન્કને ઈન્ટરેસ્ટ તરીકે ભરવા પડે છે. તો અમે શું કરીએ? - પ્રતાપભાઈ ધતુરિયા, પાલનપુર, બનાસકાંઠા જવાબ : રીફંડ જો હજુ સુધી મળ્યું ન હોય તો ફરીથી તમે કોલેજને અને ઈમિગ્રેશનને રીમાઈન્ડર મોકલી શકો છો. આ ઉપરાંત એજન્ટે પણ મદદ કરવી જોઈએ અથવા તો અમેરિકાના એટર્નીની સલાહ લેવી જોઈએ કે ત્યાં કોર્ટમાં કેસ થાય કે નહીં! સવાલ : ગ્રીનકાર્ડના બદલે વિઝિટર વિઝા માટે ગ્રીનકાર્ડ સરેન્ડર કરવું ફરજીયાત છે?- ઉમેશ પટેલ, સુરત જવાબ : ના, ગ્રીનકાર્ડ abandon-સરેન્ડર કરવું ફરજીયાત નથી. તેમ છતાં abandonment અર્થાત્ પાછું જ આપવું હોય તો મરજીયાત છે. તમે Form I-407 ફાઈલ કરી શકો છો. સવાલ : હું રિટાયર રેલવે ઓફિસર છું અને જુદાં જુદાં પ્રકારનાં વિકલાંગ વ્યક્તિઓની સોસાયટીનું ચેરિટેબલ સંસ્થાનું સેવાકાર્ય કરું છું. મારા અમેરિકાના વિઝિટર વિઝાના ઈન્ટરવ્યૂમાં મારે ત્યાંના ફ્રેન્ડસર્કલનાં નામ કહેવા જોઈએ? મારી વિઝિટ ત્યાંની આવી ચેરિટીની સંસ્થા માટે જ છે, જેથી તેની જાણકારીનો ઉપયોગ હું મારી સંસ્થામાં કરી શકું અને એ લોકો માટે ઉપયોગી પણ થાય. ઈન્વિટેશન લેટર જોઈએ?- અશ્વિન પંડ્યા, અમદાવાદ જવાબ : તમે જે માનવતાવાદી વિકલાંગ અને શારીરિક નબળી વ્યક્તિઓ માટે નિ:શુલ્ક સેવાકાર્ય કરો છો તે જોતાં તેમજ તમારો માત્ર આશય ત્યાંની જાણકારી માટે જ જવાનો હોવાથી વિઝા મળી શકે. ઈન્ટરવ્યૂમાં તમે જણાવેલી બાબતો પૂછે તો ચોક્કસ કહેવી જોઈએ. ઈન્વિટેશન જોઈએ. સવાલ : મારા માતા અને પિતાને નવેમ્બર 2023માં ગ્રીનકાર્ડ મળ્યા પછી તેઓ 11 મહિના અમેરિકામાં રહ્યાં. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં પાછાં આવ્યાં અને એ પછી એપ્રિલ 2026માં પરત જશે, પરંતુ તેમના પાસપોર્ટ 2026માં પૂરા થાય છે. તો અમેરિકામાં ફરીથી જવામાં કોઈ તકલીફ ઊભી થાય? - રાજેશ પટેલ, અમદાવાદ જવાબ : ના, કારણ કે 6 મહિનાની વેલિડિટીવાળો પાસપોર્ટ વિઝિટર વિઝા માટે જરૂરી છે. બની શકે તો પાસપોર્ટ ભારત અથવા અમેરિકાની ઈન્ડિયન એમ્બેસીમાં રિન્યૂ કરવો જોઈએ. ગ્રીનકાર્ડ ધરાવનારે વારંવાર ભારત દર વર્ષે આવવું નહીં. સવાલ : હું અમેરિકન સિટીઝન છું અને હું ભારતમાં O.C.I. દ્વારા 11 મહિનાથી રહું છું. તો હવે હું એપ્રિલમાં અમેરિકા પાછો જઉં તો અમેરિકામાં એન્ટર થવામાં કોઈ ઈશ્યૂ થાય?- અરૂણ દૂધવાલા, અમદાવાદ જવાબ : ના, તમે અમેરિકાના સિટીઝન હોવાથી તેમજ તમે જણાવ્યા પ્રમાણે તમારી પત્નીની બાયપાસ સર્જરી અને વાલ્વ બદલવાથી હોસ્પિટલ અને લાંબી માંદગીને લીધે તમને એક વર્ષ જેટલા સમય સુધી ભારતમાં ફરજીયાત રહેવું પડ્યું. એટલે તે અંગેનાં મેડિકલ પેપર્સ, ડોક્ટરનું સર્ટિફિકેટ અને હોસ્પિટલ રેકોર્ડ્સ વગેરે ઓફિસરને બતાવી શકાય. સવાલ : મારી પુત્રવધૂની ગ્રીનકાર્ડની F-3 કેટેગરીની ફાઈલ સપ્ટેમ્બર 2011ની છે, તો કેટલો સમય લાગશે?- ડોક્ટર કોકિલાબેન પરીખ, સુરત જવાબ : વિઝા બુલેટિન માર્ચ 2026 પ્રમાણે સપ્ટેમ્બર 2011 ચાલે છે, જેથી તમને N.V.C.નો લેટર મળ્યા બાદ તેમાં જણાવેલાં તમામ સ્ટેપ્સ પૂરાં કર્યાં હોય અને N.V.C. (નેશનલ વિઝા સેન્ટર)માંથી જો ડોક્યુમેન્ટરિલી ક્વોલિફાઈડ પણ આવેલ હોય તો જ આ વર્ષમાં તમને ઈન્ટરવ્યૂનો કોલ આવી શકે છે. ઈમેલ જોતા રહો.
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:રૂપ અને ગુણ
    Next Article
    ડૉક્ટરની ડાયરી:હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,જુદી પ્રીત જાગે મલાજે–મલાજે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment