Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:રૂપ અને ગુણ

    1 week ago

    પો હ મઈનાની ટાઢીબોળ સવાર છે. ધાબળો ઓઢીને ઓઘડદાસ ઓટલા માથે બેઠા છે. કોકરવરણો તડકો છે. ધીમે ધીમે ગરમાટો વળતો આવે છે. ઓઘડદાસ આજ મોજમાં છે. બેઠા બેઠા દુહા, કુંડળિયા ને ભજન લલકારે. પોતાની મોજમાં હોઠે ચડે ઈ ગાય. આજ કાંઈક મરમની વાત ગાય છે: પુરુષ પરખીએ પાઘડી, નારી પરખીએ નેણ, ભેરુ પરખીએ ભીડમાં, વાત પરખીએ વેણ. વાત પરખીએ વેણ તે વણ કીધેલું જાણીએ, વાણી ને વિચારને સો સો ગળણે ગાળીએ, રાજા પરખીએ રાણીએ, કવિ પરખીએ કે’ણ, પુરુષ પરખીએ પાઘડી, નારી પરખીએ નેણ. ત્યાં તો લવજી મેરાઈનો ગીધો ન્યાંથી નીકળ્યો. ‘ઓઘડ બાપા! આ વાત સમજાણી નઈ. જરાક ખોલો પાડો તો ટપ્પો પડે.’ ઓઘડદાસે ઠાવકાઈથી કીધું: ‘જો ગીધા! આમાં ડા’પણની સાત વાતું છે. ઈ વાતુંને લાગતી વળગતી વાતનો એક દાખલો આપું.’ એટલી વારમાં તો જેરામ, સવજી, ધૂડો અને રઘો આવીને ગોઠવાઈ ગ્યા. ઓઘડદાસે વાત માંડી: ગઢપીપર નામે એક નગર હતું. રાજા નાગપાળના અવસાન પછી કુંવર દેવપાળ ગાદીએ બેઠો. નવા રાજાના ગુણથી એ પરજામાં બહુ માનીતો છે. દેવપાળે રાજા અને પરજાનો ભેદ જ ભાંગી નાખ્યો. નગરના લોકને પોતાનો પરિવાર જ ગણે છે. રાજા-પરજાની વચમાં અનોધાં હેત છે. બધી વાતનું સુખ છે. માગ્યા મે’ વરસે છે. ખેતર-વાડીમાં કાચું સોનું પાકે છે. વેપારીનાં હાટમાં ધનના ઢગલા થાય છે. નગરમાં કોઈ દુખિયું નથી. પણ પરજાને એક જ વાતનો ઉચાટ છે - રાજા હજી કુંવારો છે. રાણી વગરનાં રાજ સૂનાં છે. લોકો રાજાને સમજાવે છે: ‘અમારે રાજા-રાણીની જોડ જોઈએ.’ રાજાએ કહ્યું: ‘જગતની સૌથી સુંદર કુંવરી મળશે ત્યારે જ હું પરણીશ.’ ગામલોકોએ હરખથી કીધું: ‘કન્યા અમે ગોતશું.’ ગામલોકો નીકળી પડ્યાં. ચારેય દિશામાં ફરી વળ્યાં. અડખેપડખે અને દેશ-પરદેશમાં ગોતણ કરીને છ મઈનામાં તો અઢાર સુંદર કન્યાઓ ગોતી. ગઢપીપરનું રજવાડું અને રાજાની શાખ ઘણી મોટી એટલે કન્યાઓનાં માવતર રાજીખૂશીથી દીકરીઓને લઈને આવ્યાં. રાજા દેવપાળે સૌને આદરમાન દીધાં. પછી અઢારેય કન્યાઓને નોખનોખી જાતનું એક એક બીજ આપ્યું. ‘આ નોખનોખી જાતનાં બીજમાંથી જે સૌથી સુંદર અને સુગંધી છોડ છ મહિનામાં ઉગાડીને લાવશે, એની સાથે હું પરણીશ.’ બધી કન્યાઓ ગઈ. છ મહિના પછી પાછી આવી તો બધી કન્યાઓના હાથમાં જાતજાતનાં રંગબેરંગી અને સુગંધી ફૂલનાં કુંડા છે. પુષ્પાવંતી નામની એક કન્યાની હથેળીમાં એનું એ જ બીજ હતું. એ નીચાં નેણ ઢાળીને બોલી: ‘હે માનવંતા રાજા! તમે અમને બધાંને જે બીજ આપ્યાં એ બીજ નહોતાં, કાંકરા હતા. કાંકરામાંથી છોડ ન ઊગે.’ રાજાએ ઈ પુષ્પાવંતી સાથે લગન કર્યાં.
    Click here to Read More
    Previous Article
    વસુંધરાના વહાલાં દવલાં:બ્લૂ ગોલ્ડ: પાણી માટે 2000 ટકા વધુ કિંમત ચૂકવતું આફ્રિકા
    Next Article
    ઈમિગ્રેશન:શું ગ્રીનકાર્ડ હોલ્ડર ભારતમાં ઓછા સમય માટે રહી શકે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment