Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજ-કાલ:શસ્ત્રવિહોણો સૈનિક

    1 week ago

    હા લ દુનિયાનાં જેટલાં રાષ્ટ્રો સીધા અને જાહેર થયેલા યુદ્ધમાં લોહી વહાવી રહ્યાં છે એનાથી અનેકગણા દેશો આડકતરી કે વણઘોષિત લડાઈમાં ગળાડૂબ છે. શાંતિના નોબેલ પુરસ્કાર માટે તરફડતા ડોનાલ્ડ ટ્રમ્પે જે ઉપાડો લીધો છે કે ઉધામા મચાવ્યા છે તે કલ્પના બહારના છે. આજના ટ્રમ્પના અમેરિકાના જ એક અનોખા, સંવેદનશીલ, સહૃદય, ઋજુ અને માનવતાથી સભર ડેસમન્ડ ડોસ નામના સૈનિકને યાદ કરવા જેવા છે. અમેરિકન સેનામાં કોર્પોરલ તરીકે સેવા આપનારા આ સૈનિકે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કોમ્બેટ મેડિક તરીકે કામ કર્યું પણ... દેશ, નોકરી અને ફરજ છતાં ડેસમન્ડ ડોસે યુદ્ધમાં હથિયાર વાપરવાનો ધરાર ઇનકાર કર્યો હતો. એક સૈનિક થઈને શસ્ત્ર ન વાપરે એ વળી કેટલું વિચિત્ર ગણાય? આ નિર્ણય નહિ, દુઃસાહસ લાગે મોટાભાગના ડાહ્યાજનોને. ઘણી વાર ડેસમન્ડે મજાક, મશ્કરી અને ઉપહાસ સહન કર્યાં. નિર્ણય બદલવા ભારે દબાણ આવ્યાં. અરે, એમને કોર્ટ-માર્શલની ધમકીઓનો પણ સામનો કરવો પડ્યો. આ બધાંની લેશમાત્ર પરવા કર્યા વગર ડેસમન્ડ ડોસ ક્યારેય પોતાના નિયમો, આદર્શ કે સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતામાંથી તસુભર ડગ્યા નહોતા. એમના આ અનોખા પગલાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે એની પાછળનું કારણ. ડેસમન્ડભાઈ એકદમ ધાર્મિક વૃત્તિવાળા માણસ. તેઓ ગાઢ ધાર્મિક ‘સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ’ (Seventh-day Adventist) હતા. ‘સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ’ શું છે એ થોડું સમજીએ. આ એક ખ્રિસ્તી ધાર્મિક પંથ છે જે મુખ્ય શબ્દોના અર્થથી સમજી શકાય. આ પંથના શ્રદ્ધાળુઓ માને છે કે બાઇબલ પ્રમાણે સાબથ (સાતમો દિવસ) શનિવારે મનાવવો જોઈએ. સરળ ભાષામાં ‘સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ’ એટલે એવા ખ્રિસ્તી જે શનિવારને પવિત્ર દિવસ માને છે અને ઈસુ ખ્રિસ્તના પુનરાગમનનો વિશ્વાસ ધરાવે છે. આ સંપ્રદાયના અનુયાયીઓ સ્વસ્થ જીવનશૈલી પસંદ કરે છે. નોંધપાત્ર સંખ્યામાં લોકો શાકાહારી હોય છે અને દારૂ તથા તમાકુથી દૂર રહેવા ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય સેવાને મહત્ત્વ આપનારા હોય છે. આવાં બધાં કારણોસર ડેસમન્ડ ડોસને અહિંસામાં અખૂટ વિશ્વાસ. તેમની કારકિર્દીમાં બેટલ ઓફ ઓકિનાવા બહુ મોટી લડાઈ હતી. આ પેસિફિક યુદ્ધની સૌથી ભયંકર લડાઈઓમાંની એક હતી. ડોસે ભારે ગોળીબાર વચ્ચે વારંવાર જીવના જોખમે દોડી જઈને લગભગ 75 ઘાયલ સૈનિકોને બચાવ્યા. એક પછી એક ઘાયલોને યુદ્ધમેદાનમાંથી ખભે ઉઠાવીને ઊંચા પહાડની કિનારી પરથી દોરડાની મદદથી નીચે સલામત સ્થળે પહોંચાડતા રહ્યા. ઓકિનાવાની લડાઈમાં અદભુત શૌર્ય બતાવવા દરમિયાન ખડકાળ જગ્યાએ ભયંકર ગોળીબાર વચ્ચે ડોસે એકલા હાથે લગભગ 100 ઘાયલ સૈનિકોને બચાવ્યા. દરેક વખત તેઓ પ્રાર્થના કરતા કે ‘ભગવાન, મને એક વધુ માણસ બચાવવા દો.’ આ બચાવ કામગીરી વચ્ચે તેઓ ખુદ અનેક વખત ઘાયલ થયા અને શરીરમાં ગ્રેનેડના ટુકડા પણ ઘૂસી ગયા. ઈજા એટલી ગંભીર હતી કે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. આવા અદમ્ય હિંમત અને નિસ્વાર્થતા માટે તેમને અમેરિકાનું સર્વોચ્ચ સૈનિક સન્માન ‘મેડલ ઓફ ઓનર’ એનાયત કરાયું હતું. હથિયાર ન ધારણ કરનાર તરીકે આ એવોર્ડ મેળવનારા તેઓ સર્વપ્રથમ વ્યક્તિ હતા. 1944માં પણ ઘાયલ સૈનિકોને બચાવવા બદલ તેમને બે વખત ‘બ્રોન્ઝ સ્ટાર મેડલ’ મળ્યાં હતાં. આવા અદભુત માનવી ડેસમન્ડ ડોસનો જન્મ 1919ની 7મી ફેબ્રુઆરીએ અમેરિકાના લિન્ચબર્ગ શહેરમાં થયો હતો. પિતા વિલિયમ થોમસ ડોસ કારપેન્ટર, તો માતા બર્થા એડવર્ડ ડોસ ગૃહિણી ધર્મ બજાવવાની સાથે જૂતાંના કારખાનામાં નોકરી કરતાં હતાં. માતાએ દીકરાને સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ ચર્ચના સિદ્ધાંતો મુજબ ઉછેર્યા, જેમાંથી અહિંસાના વિચારો મન-મગજમાં જડબેસલાક જડાઈ ગયા. મહામંદીમાં તેમણે લાકડાંની કંપનીમાં કામ કર્યું. પછી શિપયાર્ડમાં સુથાર તરીકે કામ કર્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. દેશપ્રેમના કારણે 1 એપ્રિલ, 1942ના રોજ સેનામાં જોડાયા. સૈનિક હોવા છતાં બંદૂક કે કોઈ હથિયાર હાથમાં લીધું નહીં. યુદ્ધ પછી હાથમાં ગંભીર ઈજાને કારણે તેઓ ફરી સુથારીકામ કરી શક્યા નહીં. 1946માં વળગેલા ક્ષય રોગની સારવાર ખૂબ લાંબી ચાલી. 1976માં દવાના ઓવરડોઝે સાંભળવાની શક્તિ આંચકી લીધી. 1988માં સાંભળવાની શક્તિ પાછી આવી. 23 માર્ચ, 2006ના રોજ તેમણે પોતાના ઘરે આખરી શ્વાસ લીધા. તેમનું નામ આજે પણ બહાદુરી અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે. ઓનલાઇન-ઓફલાઈન યુદ્ધ, ધર્મ અને રોગ દુનિયાના સૌથી નફાકારક વ્યવસાય છે.- અજ્ઞાત
    Click here to Read More
    Previous Article
    ક્રાઇમ સિક્રેટ:એક ચીસે રિયાલિટી શોને ક્રાઈમ સીનમાં ફેરવી નાખ્યો
    Next Article
    વોર ઈકોનોમી:45 લાખ મોત, 8 લાખ કરોડથી વધારે ખર્ચ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment