Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રાઇમ સિક્રેટ:એક ચીસે રિયાલિટી શોને ક્રાઈમ સીનમાં ફેરવી નાખ્યો

    6 days ago

    રાજ ભાસ્કર ભાર્ગવી કેસ : 1 આ ઘટના છે તમિલનાડુની. 2012માં ઝી-ટીવીની રીજિયોનલ તમિલ ચેનલમાં ‘સોલ્વથેલ્લમ ઉન્નઈ નામે રિયાલિટી શો આવે. શોનું એન્કરિંગ તમિલનાડુના ફેમસ લેડી એન્કર નિર્મલા પેરીયાર સ્વામી કરતાં હતાં. આ શોની થીમ લવર્સ બેઝ્ડ હતી. ઘરવાળાની મરજી વિરુદ્ધ ભાગીને લવ-મેરેજ કરનારાં કપલ્સને આ શોમાં બોલાવવામાં આવતાં. તેમને તેમની પ્રેમકહાનીની રજેરજની વિગતો પૂછવામાં આવતી. આવાં કપલ્સનાં માતા-પિતાને પણ તેમાં ઇન્વાઇટ કરવામાં આવતાં અને બંને વચ્ચે જે નફરત હોય તે છોડી દેવાની સમજાવટ કરવામાં આવતી. એ જ ગાળામાં તમિલનાડુના વિલ્લુપુરમ નામના ગામમાં એક ઘટના બની. અહીં મુરુગન અને રાજેશ્વરી નામનું એક દંપતી રહેતું હતું. મુરુગનનું સોફા બનાવવાનું કામ હતું. આ દંપતીની એક જ દીકરી ભાર્ગવી. 17 વર્ષની ઉંમર અને બારમાં ધોરણમાં ભણતી ભાર્ગવીને થોડે જ દૂર રહેતા સતીશકુમાર નામના એક 22 વર્ષના યુવાન સાથે પ્રેમ થઈ ગયો. છ મહિના બાદ સતીશે ભાર્ગવીને પરિવારની સંમતિથી લગ્ન કરી લેવાની વાત કરી. ભાર્ગવી તેનાં મા-બાપને ઓળખતી હતી. તેણે કહ્યું, ‘સતીશ, મારા પિતા સખત ઓર્થોડોક્સ છે. તમારી જ્ઞાતિમાં એ મારાં લગ્ન નહીં જ થવા દે. આપણે ભાગીને જ લગ્ન કરી લઈએ.’ સતીશ માની ગયો અને બે દિવસ બાદ ભાર્ગવીએ ભાગીને સતીશ સાથે લગ્ન કરી લીધાં. મુરુગન અને રાજેશ્વરીના ગુસ્સાનો પાર ન રહ્યો. દીકરી હાથમાં આવે તો તેને મારી નાખવાનો મુરુગને ઈરાદો કરી લીધો. ઝી-તમિલના રિયાલિટી શો ‘સોલ્વથેલ્લમ ઉન્નઈ’ની રિસર્ચ ટીમને ભાર્ગવીની કહાનીની ખબર પડી. તેમણે ભાર્ગવી અને સતીશનો સંપર્ક કર્યો અને શોમાં આવવા માટે આમંત્રણ આપ્યું. સમજાવટને અંતે ભાર્ગવી અને સતીશ માની ગયાં. પછી રિસર્ચ ટીમે ભાર્ગવીનાં માતા-પિતા મુરુગન અને રાજેશ્વરીનો સંપર્ક કર્યો. બધું જ ગોઠવાઈ ગયું અને 20 મે, 2012ની સાંજે વિલ્લુપુરમના એક વિશાળ સ્ટુડિયોમાં શોનું રેકોર્ડિંગ શરૂ થયું. ભાર્ગવી, તેનો પતિ સતીશ અને તેનાં માતા-પિતા પ્રખ્યાત એન્કર નિર્મલા સ્વામી સામે સ્ટેજ પર હતાં. નિર્મલા સ્વામીએ પ્રશ્નોત્તરી શરૂ કરી. પ્રેમ કેવી રીતે થયો? માતા-પિતાનો વિરોધ શા માટે હતો? આવા જાતભાતના પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા. ભાર્ગવી દિલ ખોલીને જવાબ આપી રહી હતી. સાથે સાથે મા-બાપને પણ પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા કે તેમને શું ફરિયાદ હતી વગેરે! ભાર્ગવીની માતાએ કહ્યું, ‘અમારી એક જ ફરિયાદ છે કે હજુ તો એ સત્તર વર્ષની છે અને લવ-મેરેજ કરી લીધાં.’ પિતા મુરુગને પણ અનેક ફરિયાદો કરી. એન્કર નિર્મલાએ માતા-પિતાને કહ્યું, ‘અમે આપને વિનંતી કરીએ છીએ કે તમારી દીકરીને અપનાવી લો. ભૂલને માફ કરી દો.’ મુરુગને કહ્યું, ‘અમે ભાર્ગવીને અપનાવવા તૈયાર છીએ, પણ તેણે અમારી સાથે આવવું પડશે, કારણ કે એ હજુ 17 વર્ષની છે. એ 18ની થશે પછી અમે સતીશ સાથે ધામધૂમથી તેના લગ્ન કરી આપીશું. એ અમારું વચન છે.’ એન્કરે ભાર્ગવીને પણ કહ્યું કે ‘આ શો પછી તું મા-બાપ સાથે ચાલી જા.’ પણ ભાર્ગવી ન માની. તેણે કહ્યું, ‘ના, હું જઈશ તો મારા પિતા મને મારી નાખશે.’ એન્કરે તેને સમજાવી કે ‘એમ કોઈ ન મારે. તું ડર્યા વિના જા.’ એન્કર તેને આગ્રહ કરી રહ્યા હતા. ભાર્ગવીએ ફરી કહ્યું, ‘ના, હું મા-બાપના ઘરે નહીં જાઉં. તમને ખબર નથી, મારા પિતા મને મારી નાખશે. મારી મા મને હંમેશાં કહેતી હતી કે જો તું લવ-મેરેજ કરીશ તો તારા પિતા તને મારી નાખશે, એટલે મારે નથી જવું.’ એન્કર નિર્મલાએ ભાર્ગવીની માતાને પૂછ્યું. તેમણે કહ્યું, ‘અરે બહેન! આપણે નાનાં બાળકોને ડર બતાવવા કહીએ છીએ ને કે જો તું હવે તોફાન કરીશ તો મારી નાખીશ. હું પણ એમ જ કહેતી હતી. કોઈ સાચે થોડું મારે!’ જો ભાર્ગવી માતા-પિતા સાથે જાય તો રિયાલિટી શોનો હેતુ સફળ થાય તેમ હતો. આથી એન્કરે ભાર્ગવીને ફોર્સ કર્યો. આથી અચાનક ભાર્ગવીએ ચીસ પાડીને કહ્યું, ‘નો.... નો.... નો.... તમને ખબર નથી કે જો હું ઘરે ગઈ તો મારા પિતા મને પેલા ત્રણ લોકોની જેમ જ મારી નાખશે જેમને તેમણે ત્રણ વર્ષ પહેલાં માર્યાં હતાં. અને હા.... મારી મા મને ફક્ત એમ નહોતી કહેતી કે તારા પિતા મારી નાખશે. એના પરફેક્ટ શબ્દો એમ હતા કે, જો તેં લવ-મેરેજ કર્યાં કે કોઈ સાથે પ્રેમમાં પડી તો તને પેલા ત્રણ લોકોની જેમ જ મારીને ફેંકી દેશે.’ ભાર્ગવીના શબ્દોથી શોમાં સોપો પડી ગયો. એન્કર નિર્મલા સ્વામી હચમચી ગયાં. શો ચાલુ હતો, રેકોર્ડિંગ ચાલુ હતું એટલે બીજું કંઈ થયું નહીં. મુરુગન તરત જ બોલ્યા, ‘દીકરી પાગલ થઈ ગઈ છે. ગમે તેવી વાતો કરે છે. ચાલો, હું અત્યારે જ સતીશને મારા જમાઈ તરીકે સ્વીકારવા તૈયાર છું, બસ.’ આમ તેમણે સતીશ સાથે હાથ મિલાવ્યા અને દીકરી ભાર્ગવીના માથે હાથ ફેરવ્યો. શો ત્યાં જ પૂરો કરી દેવામાં આવ્યો અને આનન-ફાનનમાં મુરુગન અને રાજેશ્વરી દેવી સ્ટુડિયો છોડીને ઝડપથી ચાલ્યાં ગયાં. એન્કર નિર્મલાના મનમાં વિસ્ફોટ થયો હતો. તેમનો અનુભવ કહેતો હતો કે કંઈક કાચું કપાઈ ગયું છે. અને ખરેખર કાચું જ કપાયું હતું. ભાર્ગવી સાચું બોલી રહી હતી. તેનો બાપ હત્યારો હતો. તેણે એક નહીં પણ ત્રણ-ત્રણ કતલ કર્યાં હતાં અને અત્યારે એ આ રિયાલિટી શો જ નહીં, શહેર છોડીને પણ ભાગી ગયો હતો. મુરુગને કોનાં કતલ કર્યાં હતાં? એ પકડાશે તો કતલ સાબિત કેવી રીતે થશે? એ કહાની આવતા બુધવારે. (ક્રમશ:)
    Click here to Read More
    Previous Article
    તવારીખની તેજછાયા:રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું: ભગતસિંહ
    Next Article
    આજ-કાલ:શસ્ત્રવિહોણો સૈનિક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment