Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગતકડું:બટન અને ગાજ: શર્ટ પર કરે રાજ

    1 week ago

    ડૉ. પ્રકાશ દવે સ જીવોમાં જેમ કબૂતર કે સસલું સાવ ભોળાં ગણાય છે, એમ નિર્જીવોમાં મારી માન્યતા મુજબ બટન સૌથી નિર્દોષ વસ્તુ છે. બટન સાઈઝની દૃષ્ટિએ સાવ નાનું હોય છે, પણ એને બહુ મોટી ફરજ બજાવવાની હોય છે. કમાનાર બધાંને ખબર છે કે બે છેડા ભેગા કરવા એ કેટલું અઘરું કામ છે! બટન શર્ટના બે છેડા ભેગા કરવાની કપરી કામગીરી બજાવે છે. શર્ટ તૂટી જાય છે, ગાજ પહોળાં થઈ જાય છે, પણ બટન ભાગ્યે જ તૂટે છે. અને તૂટે તો એમાં એનો વાંક નથી હોતો, કેમ કે બટન ક્યારેય આપણને કોઈની સાથે ઝપાઝપી કરવાની સલાહ નથી આપતું. એ જ રીતે કપડાં ધોનાર ક્યારેક ગુસ્સામાં શર્ટને જોશથી ધોકાવે, તો એમાં બટનનો વાંક ન કાઢી શકાય. શર્ટના બે છેડા ભેગા કરી આપણી આબરૂ જાળવી રાખવાની જવાબદારી બટન સંભાળે છે. એમાં પણ રાજાની કુંવરી જેમ દિવસે ન વધે એટલી રાતે વધે, તેમ વધતા પેટવાળા પુરુષોના શર્ટના છેડા સંભાળી રાખવામાં બટનને ધોળા દિવસે તારા દેખાઈ જાય છે. બટન અને ગાજની જોડી શર્ટ પર રાજ કરે છે! કેટલાકનાં પેટ ચીની સૈનિકો જેવાં હોય છે. બે ચોકીઓ, મતલબ કે બે બટન વચ્ચેની જગ્યામાં ઘૂસણખોરી કરી બહાર નીકળવા સતત પ્રયત્ન કરે છે. આ સમયે બટન ભારે કુનેહથી કામ લઈ પેટને શક્ય એટલું શર્ટની અંદર છુપાયેલું રાખવા પ્રયત્ન કરે છે. બટનનો સ્વભાવ શાંત હોય છે. એનો આકાર ગોળ અને શરીર લિસ્સું હોય છે, પરિણામે ક્યારેય કોઈને બટન વાગ્યું હોય એવો દાખલો દવાખાનાના ચોપડે ચડ્યો નથી. વજનમાં હળવું હોવા છતાં એનું નામ ‘બટન’ (વજનસૂચક) પડ્યું એ વિધિની વક્રતા છે. શરીર પર છેદ પાડીને સૂર ઉત્પન્ન કરતી વાંસળીના ગુણગાન બધા ગાય છે, પણ બટન પોતાનાં શરીર પર કાણાં પાડીને શર્ટને જોડી રાખે છે એ કોઈના ધ્યાનમાં આવ્યું નથી. કવિઓ પણ બટનને બિરદાવતી કવિતા કેમ લખતા નથી, એ વિચાર માગી લેતો મુદ્દો છે. જોકે મારો મિત્ર મગન માને છે કે જે દિવસે કોઈ કવિના ઝભ્ભાને એનાં પત્ની બટન લગાવી દેશે, ત્યારે કવિનો આત્મા જાગશે અને ગુજરાતી સાહિત્યને અદભુત ‘બટન કાવ્યો’ મળશે! બટનને થોડુંઘણું મહત્ત્વ મળ્યું હોય તો એનો યશ આપણી હિન્દી ફિલ્મોને જાય છે. ફિલ્મોમાં હીરોને બહાર જવાનું થાય ત્યારે જ હિરોઈનની નજર એના શર્ટ તરફ જાય. શર્ટનું એક બટન તૂટી ગયું હોય. હિરોઈન તરત જ સોઈ-દોરો લઈ ‘ઓન ધ સ્પોટ’ મતલબ કે હીરોએ શર્ટ પહેરેલું હોય એ જ સ્થિતિમાં બટન ટાંકી આપે. આ દૃશ્ય જોઈ જોઈને કેટલીય મહિલાઓને પોતાના પતિના શર્ટને આ રીતે બટન ટાંકી આપવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. મગનની પત્ની મેના પણ મગનના શર્ટનું બટન તૂટે ત્યારે રાહ જોતી હોય છે કે મગનને ઉતાવળે ક્યાંક જવાનું થાય અને તે આ શર્ટ પહેરે તો ‘ઓન ધ સ્પોટ’ બટન ટાંકી શકાય! મગન ન પહેરે ત્યાં સુધી એ શર્ટ બટન વિના જ રહે છે. આપણે ત્યાં બટન ટાંકવાનું કામ મોટાભાગે સ્ત્રીઓ કરે છે. સ્ત્રી સશક્તિકરણ અંગેની સભામાં મહાનુભાવોનાં અવતરણ ટાંકી શકતો પુરુષ વક્તા પોતાના શર્ટનું બટન પણ ન ટાંકી શકતો હોય એ બનવાજોગ છે. અવતરણ ટાંકવા કરતાં બટન ટાંકવાનું કામ અઘરું છે. એક બાબતમાં બટન અને લશ્કરની બટાલિયન સામ્યતા ધરાવે છે. લશ્કરમાં બધા સૈનિકો યુદ્ધ મોરચે ન ગયા હોય; અમુક સૈનિકો રિઝર્વમાં હોય અને જરૂર પડે ત્યારે જ મોરચો સંભાળે. બટનમાં પણ એવું જ હોય છે. બધાં બટનને ગાજ સાચવવાનું કામ નથી સોંપાયું હોતું. અમુક બટન રિઝર્વ રાખવામાં આવે છે (શર્ટની અંદરની બાજુ). આ રિઝર્વ બટન મુખ્ય બટન તૂટે એવી સ્થિતિમાં જ મોરચો સંભાળે છે. બટનને લીધે ગાજ પર અને બટાલિયનને લીધે ગાઝા પટ્ટી પર નિયંત્રણ રાખી શકાય છે. જોકે અમુક શોખીન લોકો જરૂરિયાત ન હોવા છતાં માત્ર શર્ટની શોભા ખાતર જ વધારાનાં બટન શર્ટમાં મુકાવે છે. ‘શોભાના ગાંઠિયા’ માત્ર લોકોમાં જ હોય એવું નથી, લોકોના શર્ટમાં પણ હોય છે! ચેન એ બીજું કાંઈ નથી, બટનનું આધુનિક સ્વરૂપ છે. ચેન એ આધુનિક યુગની દેન છે. બટન શિસ્તબદ્ધ સૈનિક જેવા હોય છે. એ પોતાને સોંપાયેલી જગ્યાએથી એક તસુ પણ ખસતા નથી. ગાજ સામે જ એ અડીંગો જમાવી રાખે છે, એટલે તો એ ગાજ પર રાજ કરે છે. કોરોના નહોતો એ સમયથી બટન ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ના નિયમોનું પાલન કરે છે.
    Click here to Read More
    Previous Article
    મેનેજમેન્ટની ABCD:AI ઝિંદાબાદ કે મુર્દાબાદ?
    Next Article
    મનદુરસ્તી:શું વિષાક્ત વ્યક્તિત્વ સાથે તમારે પનારો પડ્યો છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment