Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેનેજમેન્ટની ABCD:AI ઝિંદાબાદ કે મુર્દાબાદ?

    1 week ago

    બી.એન. દસ્તુર આ ર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આજે વિશ્વભરમાં ચર્ચામાં છે. એના ફાયદા અને ગેરફાયદાનું લિસ્ટ પેલી વાર્તાની રાજકુમારીની જેમ દિવસ અને રાત વધતું રહે છે. સીરી, એલેક્ષા અને ગૂગલ તમને મદદ કરવા તૈયાર, તત્પર અને સક્ષમ છે. નેટફ્લિક્સ, યૂટ્યૂબ, એમેઝોન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, તમારા ડિજિટલ અનુભવોને રીઈનફોર્સ કરતા રહે છે. જ્યાં જવું છે તેનો રસ્તો બતાવે છે, સમય જણાવે છે, ટ્રાફિક પેટર્ન બતાવે છે. તમારી શારીરિક અને માનસિક, આર્થિક તંદુરસ્તી મોનિટર કરે છે. તમારું ક્રેડિટ રેટિંગ નક્કી કરે છે. કોમ્યુનિકેશનમાં મદદ કરે છે. જોડણી અને વ્યાકરણમાં થતી ભૂલો સુધારે છે. તમારે કટાર લેખક બનવું હોય તો એક હજાર પુસ્તકોની લાઈબ્રેરીની જરૂર નથી. વિષય આપી દો, કેટલા શબ્દો લખવાના છે તે જણાવી દો, ભાષા જણાવો અને ચંદ સેકન્ડમાં લેખ તૈયાર. પણ… પણ AI આપણી ખાનગી જિંદગી ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આડઅસરો કરે છે. તમે ક્લબમાં ગયા કે ગર્લફ્રેન્ડના ઘરે એની ચાડી ખાય છે. તમે કેટલા ગરીબ છો કે તવંગર એ ટ્રેક રે છે, ખાનગી ડેટા એકઠો કરે છે. સાઈબર ક્રાઈમમાં ફસાવે છે. મારા અમેરિકન અનુભવની વાત વાંચવા જેવી છે, માનવા જેવી નથી. ‘પિત્ઝા હટ?’ ‘યસ કર.’ ‘મારે બાર ઈંચનો ડબલ ચીઝ પિત્ઝા જોઈએ છે.’ ‘પ્લીઝ કન્ફર્મ કરો. તમે બી.એન. દસ્તુર છો અને વન નાઈન વન ટેઈલર સ્ટ્રીટ, સેન હોઝેથી બોલો છો, રાઈટ?’ ‘રાઈટ. બાર ઈંચનો ડબલ ચીઝ પિત્ઝા…’ ‘સર, અમારો રેકોર્ડ બતાવે છે કે તમને હાઈ કોલેસ્ટેરોલ છે. આઈ સજેસ્ટ કે તમે વેજિટેબલ પિત્ઝા મંગાવો- હેકિઅન પિત્ઝા.’ ‘વ્હાય હેકિઅન?’ ‘કારણ કે બાર દિવસ પહેલાં તમે ડાઉનટાઉન સેન હોઝે લાઈબ્રેરીમાંથી હેકિઅન રેસિપીની કિતાબ લીધેલી, જે ઈન્સિડેન્ટલી તમે હજી પાછી ફેરવી નથી.’ ‘માય ગોડ. ઓકે. કેટલો ચાર્જ થશે?’ ‘પંદર ડોલર.’ ‘ઓકે. હું ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીશ.’ ‘સોરી સર. તમે તમારા સિટી બેન્કના ક્રેડિટ કાર્ડ નં. C-723903 ઉપર બાવીસ ડોલર અને પાંચ સેન્ટ ઓવરડ્રો કરેલા છે.’ ‘હે ભગવાન. ઓકે. હું કેશ આપી દઈશ. સાથે ફ્રી કોક મોકલવાનું ભૂલતા નહીં.’ ‘સર, તમને ડો. વાંગ ચુન યાને, કાર્બોનેટેડ ડ્રિંક લેવાની મનાઈ કરેલી છે. લેટ મી સી. 20 એપ્રિલ, 2024ના રોજ. જોકે, તમે ગઈ કાલે સાંજે નાઈન થર્ટીએ તમારા દોસ્ત દિલાવરસિંઘ સાથે બડવાઈઝર, ગ્રીન એપલ બીઅર પીધેલો.’ ‘પિત્ઝા કેટલી વારમાં આવશે?’ ‘સર, સાડત્રીસ મિનિટમાં આવશે.’ ‘ધેટ્સ અ બીટ ટૂ લોંગ. જલ્દી મોકલવો પોસિબલ નથી?’ ‘સોરી સર. મે આઈ મેક યુ એ સજેશન?’ ‘ગો અહેડ.’ ‘સર, તમને ઉતાવળ હોય તો તમે તમારી નિસાન લીફ ઈ.વી.માં અમારે ત્યાં આવી જાઓ. સાત મિનિટ, સાડા બાર સેકન્ડમાં આવી શકશો. સાચવીને ચલાવજો. વીમાનું રિન્યૂઅલ ઓવરડ્યૂ છે.’ હવે મારું છટક્યું. ‘યુ બ્લડી બાસ્ટાર્ડ…’ ‘પ્લીઝ સર, તમારી લેંગ્વેજ ઉપર કાબૂ રાખો. સપ્ટેમ્બર 21, 2023ની રાત્રે સાડા બાર અને પંદર સેકન્ડે, પોલીસ ઓફિસરને, ઈન્ડિયાના સુરત શહેરની ગાળ દેવા બદલ દંડ થયેલો તે યાદ રાખો.’ હવે તમે કહો AI ઝિંદાબાદ કે મુર્દાબાદ?
    Click here to Read More
    Previous Article
    ઓક્સિજન:કલ્યાણ માર્ગ
    Next Article
    ગતકડું:બટન અને ગાજ: શર્ટ પર કરે રાજ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment