Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓક્સિજન:કલ્યાણ માર્ગ

    1 week ago

    ‘થે ન્ક યુ પપ્પા, કેટલું મસ્ત જેકેટ છે!’ પપ્પાએ સરપ્રાઈઝ ગિફ્ટ આપી એ જોતાં જ નાનકડો અલય હરખાઈ ઊઠ્યો, પરંતુ આમ અચાનક ગિફ્ટ મળવાનું કારણ શું હતું? બે દિવસ પહેલાં, રવિવારે, તે લોકો કથા સાંભળવા ગયાં હતાં. ભગવાન શિવના અનેક ગુણ વિષે સાંભળ્યા પછી ઘરે પાછાં ફરતી વખતે અન્વય અને અન્વીક્ષા શિવના કલ્યાણના ગુણની ચર્ચામાં ઉતરી ગયાં. ‘શિવ કહે છે કે આ પૃથ્વી ઉપર જન્મ લેનાર દરેક વ્યક્તિનો ઉદ્દેશ્ય છે અન્યને મદદ કરવાનો. માતા-પિતા સંતાનોને ઉછેરીને, સારા વ્યક્તિ બનાવીને મદદ કરે છે, સંતાનો તેમની સંભાળ લઈને મદદ કરે છે. શેઠ તેના કર્મચારીને કામના બદલામાં વેતન આપે છે અને કર્મચારી વેતનની સામે પ્રામાણિક મહેનત કરે છે. કોઈ સેવા કરીને તો કોઈ નવી શોધ કરીને માનવજાતને મદદ કરે છે. આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, પણ જીવનની દરેક ક્ષણ કોઈને મદદ કરવામાં જ પસાર થતી હોય છે. અને, જો આમ ના થતું હોય તો પ્રયત્નપૂર્વક મદદરૂપ થવાનો સ્વભાવ અપનાવવો જોઈએ. આ જ કલ્યાણનો ગુણ છે.’ અલય આ ચર્ચા ધ્યાનથી સાંભળી રહ્યો. ઘરે પહોંચ્યાં ત્યારે અન્વીક્ષા કારની પાછલી સીટ ફંફોળવા લાગી. અન્વયે પૂછ્યું તો કહે, ‘અલયનું સ્વેટર નથી મળતું. મેં અહીં જ મૂક્યું હતું.’ મમ્મીની વાત સાંભળી અલય પાસે આવી બોલ્યો, ‘એ તો મેં આપી દીધું. ચાર રસ્તે કાર ઊભી રહી હતી ત્યારે એક મારા જેટલો નાનો છોકરો કંઈક માંગવા આવ્યો. તેનું શરીર ખુલ્લું હતું. શર્ટ પણ નહોતો પહેર્યો. એટલે મેં તો...’ તેને થયું કે મમ્મી-પપ્પા વઢશે, પણ તેમણે એવું કંઈ ના કર્યું, માત્ર હસ્યાં. અન્વીક્ષાના પ્રશ્નનો જવાબ મળી ગયો. દીકરાને કલ્યાણનો માર્ગ અપનાવવાનું પારિતોષિક મળ્યું હતું. મદદ કરવા બે હાથ લંબાવે તેને જરૂર પડ્યે બાર હાથે મદદ મળી રહે છે.
    Click here to Read More
    Previous Article
    નીલે ગગન કે તલે:સ્ત્રી એટલે...
    Next Article
    મેનેજમેન્ટની ABCD:AI ઝિંદાબાદ કે મુર્દાબાદ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment