Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરનો અજવાસ:પ્રકૃતિ સંસ્કૃતિના આરાધક : રોબર્ટ ફ્રોસ્ટ

    11 hours ago

    જયેન્દ્રસિંહ જાદવ કવિતાને સરહદનું બંધન નથી હોતું. એ તો વિહરે છે મુક્ત આકાશમાં પેલા પંખીની જેમ. રોબર્ટ ફ્રોસ્ટની કવિતાઓ પણ આ રીતે દુનિયા આખીયમાં ફરી વળી છે. ફ્રોસ્ટ એ પ્રકૃતિના કવિ છે. એમની છબી જોઈએ ત્યારે પણ એ પ્રકૃતિપ્રેમ દેખાય છે: ઘાસની વચ્ચે ઊભેલા ફ્રોસ્ટ, ઘાસ પર લંબાયેલો એમનો પડછાયો, બે-એક ફૂટ દૂર ઊભેલું વૃક્ષ, વૃક્ષનાં ઝૂકેલાં પાંદડાં, પાંદડાંમાંથી પ્રગટતું આકાશ, અને ફ્રોસ્ટની પાછળ ઊભેલાં ખેતરો—ફ્રોસ્ટના કપાળ પરની કરચલી, ઝીણી આંખોમાં ઝબકતી કોઈની સ્મૃતિ, અને કેશ જુઓ તો શાણપણની શ્વેત ધજા ફરકતી હોય એમ લાગે. ફ્રોસ્ટના પિતા નાસ્તિક અને માતા આસ્તિક. આ બંને પરસ્પર વિરોધી અસર હેઠળ ફ્રોસ્ટની સંવેદનાનો ઉછેર થયો. ફ્રોસ્ટની કવિતા સરળ દેખાય છે - પણ સરળ નથી. કોલરિજનું પેલું વિધાન યાદ આવે કે ‘Poetry gives most pleasure when it is not perfectly understood.’ ફ્રોસ્ટને મિત્રો નહોતા એમ નહીં પણ એ બહુ મળતાવડા નહોતા. આ કવિ ખૂબ અજીબ હતો. એને ઘરમાં બીક લાગતી પણ રાતે જંગલમાં સાવ એકલો નીકળી પડતો. વિવેચકો એમને પ્રકૃતિના કવિ કહેતા. એમને પૂછવામાં પણ આવ્યું હતું—આમ સાવ એકલા એકલા વનમાં શું કરો છો? અને એમણે જવાબ આપ્યો કે: "હું વનને વાગોળું છું.’ સાહિત્યના જુદા-જુદા વાદો સંદર્ભે એમનું એક વિધાન બહુ સૂચક છે: ‘ઊડતા પતંગિયાને ઝાલીને કાચ તળે મૂકો છો ત્યારે પતંગિયું હાથમાં આવ્યું છે એમ માનવું છેતરામણી છે.’ ફ્રોસ્ટ બાર વર્ષ સુધી તો શાળામાં નહોતા ગયા. એમણે ચૌદ વર્ષ સુધી તો કોઈ પુસ્તક નહોતું વાંચ્યું. પંદર વર્ષે કવિતા લખવાનો પ્રારંભ કર્યો. એકવીસ વર્ષે એમણે લગ્ન કર્યાં. એલિનોર સાથેનું એમનું દાંપત્યજીવન તેંતાળીસ વર્ષનું અને કીર્તિના ચરમ શિખરે પહોંચ્યા ત્યારે જ એમની પત્નીએ જગતમાંથી વિદાય લીધી. પોતે હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા. પહેલાં માતાની શાળામાં શિક્ષક થયા પછી થયું કે આ બધું મૂકીને ખેતી કરવી છે. ખેડૂત તરીકે ખાસ સફળ ન થયા પણ એ સમય દરમિયાન કવિતાનો ફાલ સારો એવો આવ્યો. ફ્રોસ્ટના એ નાનકડા ખેતરમાં વિશ્વકવિતાનાં અંકુર ફૂટ્યાં. રોબર્ટ ફ્રોસ્ટની સહાનુભૂતિ, ચિંતા, ચિંતન અને પ્રાર્થના તો એમના કાવ્યમાં સતત પ્રગટ્યા કરે છે. એક કાવ્યમાં તેઓ કહે છે: ‘દરિયાને જોવાની લોકોની એક જ રીત છે. જુએ છે અને નથી જોતા, બહુ દૂર સુધી કે ઊંડે ઊંડે જોવાની માણસમાં શક્તિ નથી. એમ નહીં પણ કઈ વસ્તુ એમની દૃષ્ટિ રૂંધી રાખતી હશે? પંડમાં જ પાતાળઝરો છે પણ તે ફૂટતો કેમ નથી?’ જવાહરલાલ નેહરુને તો એમની એક કવિતાની અંતિમ પંક્તિઓ અતિપ્રિય હતી: વન આ ઊંડાં, સુંદર, શ્યામ, પણ મારે કરવાનાં કામ. જોજનનાં કે જોજન દૂર, નીંદર પહેલાં જવું જરૂર. રોબર્ટ ફ્રોસ્ટની કવિતાના ચાહકોમાં જોન એફ. કેનેડી પણ ખરા અને ગુરુદેવ ટાગોર પણ ખરા. અમેરિકી પ્રમુખ કેનેડીની ઈચ્છા હતી કે તે પ્રમુખપદ સ્વીકારે ત્યારે પંચાસી વર્ષનો આ કવિ કાવ્યપાઠ કરે. રોબર્ટ ફ્રોસ્ટને તારથી આમંત્રણ આપવામાં આવ્યું. કવિએ તારથી જવાબ વાળ્યો: ‘આ ઉંમરે તમે જો અમેરિકાના પ્રમુખ થવાનું સ્વીકારી શકો છો તો મારે પણ આ ઉંમરે ઉદ્ઘાટનમાં ભાગ લેવાના માનને સ્વીકારવું રહ્યું. મારે માટે એ ઘણું મુશ્કેલ હોય તો પણ આ આમંત્રણ હું સ્વીકારું છું, કારણ કે મારા જીવનમાં જો કોઈ મહત્ત્વની વસ્તુ હોય તો તે કવિતા છે.’ રોબર્ટ ફ્રોસ્ટનું એક કાવ્ય છે ‘A Minor Bird.' આપણા કવિ નિરંજન ભગતે એનો ઉત્તમ અનુવાદ કર્યો છે. ‘A Minor Bird'નો અનુવાદ શું થાય? કોઈક કહેશે ‘નાનું પંખી’, ‘નાનું અમથું પંખી'; પણ નિરંજન ભગતે એને શીર્ષક આપ્યું છે ‘પંખીડું.' અનુવાદનું કામ બંને ભાષાની સજ્જતા માગી લે એવું કામ છે. ભગત સાહેબનો કાવ્યાનુવાદ જુઓ: મને થતું પંખીડું જો ઊડી જાય, અહીં મારા ઘર પાસે આખો દહાડો ગાય નહીં. બારણેથી બંને હાથે તાલી પાડી કહ્યું— જાય છે કે નહીં? લાગ્યું જ્યારે વધુ નહીં સહ્યું જાય. જોકે એમાં થોડોઘણો હશે મારો દોષ, પંખીડું તો ગાય, એમાં શાનો કરું રોષ? અને વળી નક્કી એ તો એક મોટું પાપ ઠર્યું, કોઈનુંયે ગીત મૂંગું થાય એવું મન કર્યું. સાન ફ્રાન્સિસ્કોમાં 26મી માર્ચ, 1874માં જન્મેલા આ કવિ બોસ્ટન હોસ્પિટલમાં 29મી જાન્યુઆરી, 1963ને દિવસે મૃત્યુ પામ્યા, પણ સાચો કવિ ક્યારેય મૃત્યુ પામે છે ખરો? એ તો એની પ્રત્યેક કવિતામાં જીવતો હોય છે, અને મરણને આઘે ને આઘે હડસેલતો હોય છે.. અંતે... "આ દુનિયા સાથે મારે આશક-માશૂકનો ઝઘડો છે.’ - રોબર્ટ ફ્રોસ્ટ
    Click here to Read More
    Previous Article
    રેઈનબો:ટચૂકડી જાહેરખબર : ખોવાયું ચકલીનું ચીં ચીં...!
    Next Article
    ઓફબીટ:પેકેજિંગ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment