Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેઈનબો:ટચૂકડી જાહેરખબર : ખોવાયું ચકલીનું ચીં ચીં...!

    9 hours ago

    રક્ષા શુક્લ 19 58માં ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ ઝીડોંગે ચીનના આર્થિક વિકાસ તેમજ લોકોની જીવનશૈલી સુધારવા માટે કેટલાંક અભિયાન હાથ ધર્યાં હતાં. તેમાંનું એક ચકલીઓને ચીનમાંથી નાબૂદ કરવાનું હતું. તેમાં લાખોની સંખ્યામાં ચકલીઓને મારવામાં આવી હતી. પરંતુ તેના બીજા જ વર્ષે ખેતરોમાં જીવાતની સંખ્યા વધતાં પાકનો નાશ થવા લાગ્યો. પાક ન ઊગતા આર્થિક અરાજકતા સાથે દુષ્કાળ પડ્યો જેથી 3 વર્ષમાં લાખો લોકો મોતને ભેટ્યાં હતાં. મોટા પ્રમાણમાં થઈ રહેલી જાનહાનિને અટકાવવા માઓએ છેલ્લે ચકલીને મારી નાખવા આપેલો આદેશ પાછો ખેંચીને ચકલીને પરત લાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. એ વખતે મૃત્યુ પામેલી ચકલીઓના દુભાયેલા જીવમાંથી જ કોરોના વાઈરસનો શ્રાપ ફૂટ્યો હશે એમ લાગે છે. સ્પેરો મેન જગત કિનખાબવાલા છેલ્લા એક દાયકાથી ચકલીઓને બચાવવા માટે કેમ્પેઈન ચલાવે છે. આ ક્ષેત્રે તેમની પ્રસિદ્ધિ એટલી વધી ગઈ છે કે લોકો તેમને ‘સ્પેરો મેન’ તરીકે ઓળખવા માંડ્યા છે. તેમના પુસ્તક ‘Save the Sparrows’માં ચકલી બચાવવા વિશેની અનેક વાતો વણી લેવાઈ છે. શિકારી પક્ષીઓથી બચવા ચકલી ક્યારેય વૃક્ષ પર માળો બાંધતી નથી. એ મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલાં ઘરોની આસપાસ રહેવાનું પસંદ કરતી હોય છે. ચકલીની ઓછી થતી વસ્તીના મુખ્ય કારણમાં માણસજાત દ્વારા થતું વૃક્ષોનું નિકંદન, જમાના પ્રમાણે બદલાઈ રહેલી મકાનની ડિઝાઇન, ખોરાક-પાણી વગેરેય ગણાવી શકાય. ચકો કે ચકી મેટિંગ માટે જે ઇન્વિટેશનલ કોલ આપે છે તે ઘોંઘાટને કારણે એકબીજા સુધી પહોંચતો નથી, આના લીધે પણ ચકલીની સંખ્યા ઘટતી જાય છે. મોબાઇલ ફોન અને તેના ટાવરોમાંથી નીકળનારા ભયજનક electromagnetic field emissions પર્યાવરણ, મનુષ્યો અને પ્રાણીઓ માટે ખતરનાક છે. ચકલીની દિશા શોધવાની આંતરસૂઝને આ તરંગો પ્રભાવિત કરી રહ્યા છે જેની એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે. તેથી ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઈ રહી છે. ચકલી મોટેભાગે કસ્બાઓ, ગામડાંઓ અને ખેતરોની આસપાસ જોવા મળે છે. ચકલીને ખોરાક તરીકે જીવાત ઉપરાંત ઘાસનાં બીજ ખૂબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. ઘોંઘાટ હોય ત્યાં માળા બાંધવાનું ચકલી પસંદ કરતી નથી. વિશ્વમાં અનેક પ્રકારની ચકલી જોવા મળે છે. જેમાં હાઉસ સ્પેરો, યુરેશિયન ટ્રી સ્પેરો, રસેટ સ્પેરો, સિંડ સ્પેરો, ડેડ સી સ્પેરો વગેરેનો સમાવેશ થાય છે. ચકલીઓના સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો ઉગાડી ચકલી માટે ઘરની બહાર કે બાલ્કનીમાં સ્પેશ્યલ ડિઝાઇન કરવામાં આવેલા ચકલીના માળા, પૂંઠાંનાં બોક્સ કે માટલી મૂકવા જોઈએ. તેના ખોરાક માટે ચણ અને પીવા માટે પાણી પણ મૂકી રાખવું જોઈએ. ચકલીને માફક આવે એવા દાણાઓ જેવા કે બાજરી, કણકી જેવું અનાજ બર્ડ ફીડરમાં મૂકીને બાલ્કનીમાં રાખી શકાય. અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં ‘ઢાળની પોળ’માં ચકલીનું એક સ્મારક આવેલું છે. તેના પરની તખ્તીમાં 2 માર્ચ, 1974ના નવનિર્માણના આંદોલનમાં સાંજે 5 વાગ્યે પોલીસ ગોળીબારમાં એક ચકલી ‘શહીદ’ થઈ હોવાનું લખાયેલું છે. આજે પ્રદૂષણના પહાડ નીચે અનેક ચકલીઓ મરી રહી છે. ચકલીની આજુબાજુ ઘણી વાયકા કે કહેવત પણ વણાયેલાં છે. એક વાયકા એવી છે કે ચકલી ધૂળમાં ન્હાય ત્યારે ચોમાસું નજીક હોય. કોઈ નાનું બાળક હોમવર્ક કે બીજી કોઈ વાતનું વધુ ટેન્શન રાખે તો આપણે કહીએ છીએ કે ‘ચકલી નાની ને ફડકો મોટો.’ પરિવારની વ્હાલી દીકરી માટે આપણે લાડમાં ‘ચકલી’ શબ્દ વાપરીએ છીએ. સાસરે જતી દીકરી માટે ગીતોમાં ‘ચરકલડી’ જેવો વ્હાલસોયો શબ્દ પણ વપરાયેલો જોવા મળે છે. જે સમય આવતા પિયરથી દૂર ઊડી જાય છે. દર્પણનું સત્ય ન જાણતી નાનકડી ભોળુડી ચકલીને અરીસામાં દેખાતા પોતાના જ પ્રતિબિંબ સાથે ઝગડો વહોરી લેતી તો સૌએ જોઈ હશે. નાના હોઈએ ત્યારે થોડીવાર તો વિસ્મયથી એની એ નાદાન ક્રિયાને જોયા કરતા પણ થોડીવાર પછી એની ચાંચ દુ:ખવાની કે બટકવાની ચિંતામાં અરીસા આડે કોઈ ટુવાલ કે નેપકીન ઢાંકી દેતા એવુંય યાદ આવે. સાહિત્યની બધી વિદ્યાઓમાં ચકલી દેખા દે છે. આપણી સંસ્કૃતિ કીડિયારું પૂરનારી છે. આજે પણ કેટલાય લોકો ગામડાંમાં નખ કાપીને ખુલ્લામાં નથી ફેંકતા, ભૂલમાં ચકી ચોખા સમજીને ખાઈ લે તો? ભારતીય પ્રજાની ધાર્મિક લાગણી કબૂતરને ચણ નાખવાની વાતને વધુ મહત્ત્વ આપે છે. એ બાબતમાં ચકલીનું નસીબ થોડું વાંકું છે. પરંતુ ચકલીના અસ્તિત્વ બાબત જો આપણે જાગૃત નહીં થઈએ, તો ચોખાનો દાણો લેવા ગયેલી ચકી ક્યારેય પાછી નહીં આવે. ને ચકીબેન ન આવે તો ચકાભાઈ તો... No way. પછી તો આવનારી પેઢીને પ્રાણીસંગ્રહાલયમાં ચકલી બતાવવાની તૈયારી સૌ રાખજો... બીજું શું! ઇતિ ન ગમતું કામ આવતીકાલને બદલે આજે જ પૂર્ણ કરો, જેથી એ કામના ભારથી ભરેલા 24 કલાક હળવા થઇ જાય અને કામ પતાવી દીધાના સંતોષના 24 કલાક માણી શકો. – બોબ ટોલબર્ટ
    Click here to Read More
    Previous Article
    EXCLUSIVE | Centre looks to empower more ministries to block social media content
    Next Article
    અક્ષરનો અજવાસ:પ્રકૃતિ સંસ્કૃતિના આરાધક : રોબર્ટ ફ્રોસ્ટ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment