Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓફબીટ:પેકેજિંગ

    12 hours ago

    કવિતા લખીને તરત પ્રગટ નથી કરતો! વર્ષો સુધી ડાયરીમાં જ સાચવી રાખું છું, ઉમળકો ધીરે ધીરે પરિપક્વ થાય છે... * * * તને કહેવાનું બધું જ તરત તને નથી કહેતો, કદાચ, કહેતો પણ નથી. મૌનમાં વાતોને આવરી લઉં છું, પ્રેમ અંજપાની ધાર કાઢે છે. * * * તમે ખાલી કહો છો, હું માની પણ જાઉં છું, ભરોસો આજકાલ પેકેજિંગમાં મળે છે. * * * રીલના સમયમાં અઠવાડિયાની સીરિઝનો સાતમો હપ્તો સેવ કર્યો છે પણ ચૂકી જવાય છે, ટુ ડુ ના લિસ્ટમાં રવિવાર સોમવારનો વૈભવ જીવે છે. * * * પહેલાં કાર્બન પેપર હતાં, હવે કોપી-પેસ્ટ છે. સિલેક્ટના ઓપરેશનમાં, લાગણીઓ રિજેક્ટ છે. * * * હીંચકાની ગતિ એ જ છે, ઠેસની બંને તરફ સુખ છે, ભાષા ધીરે ધીરે બદલાય છે. * * * પડછાયો ટૂંકો થાય છે, સમજ શાંત પડી ગઈ છે, બાળપણ ફરી આવતું લાગે છે! * * * સાંજના કાનમાં ખેલદિલીએ કહ્યું, સવારે સૂરજની દરિયાદિલી જોજે. * * * પોતાના પર શંકા છે? સહજ રહેવા મહેનત કરવી પડે છે ? બીમાર લાગો છો! * * * એક્ઝોસ્ટ ફેન સાવ નાનકડો બાથરૂમની સ્વીચની સાથે જ ઓન ઓફ થાય, પણ નિંદાનો ફેન ? ગેરહાજરીની ફિકર વગર ઓન ઓફ. * * * ફૂલોની જેમ ઊગી જઇએ, નદીની જેમ નીકળી પડીએ. સૂરજની જેમ ધબકારા ઉગાડીએ, હવાની જેમ ફેફસાં સુધી પહોંચીએ. આકાશની જેમ ઝૂકી જઇએ, પ્રકૃતિને ક્યાં સુધી શોધ્યા કરીશું? * * * ખૂબ ચાહું છું એવું કહેલું, હવે આગળનું જ જોવું છે. છેલ્લે એ જ વાત પર, આપણે પ્રેમને ગુડનાઈટ કહેલું. ઑન ધ બીટ્સ મને જરૂર હતી ક્યાં કોઈ પરીક્ષાની? ગઝલને નામ કયું ચિત્ત આ લખાવે મને! - સતીન દેસાઈ
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:પ્રકૃતિ સંસ્કૃતિના આરાધક : રોબર્ટ ફ્રોસ્ટ
    Next Article
    તવારીખની તેજછાયા:રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું: ભગતસિંહ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment