Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીટવેવને લઈ તંત્ર સતર્ક::નાગરિકો માટે શું કરવું તેની માર્ગદર્શિકા જાહેર

    6 days ago

    આગામી દિવસોમાં હીટવેવની અસર વધવાની શક્યતા વચ્ચે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે લૂથી બચવા ‘શું કરવું અને શું ન કરવું’ અંગે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. તંત્રએ નાગરિકોને હવામાન અંગે સતત અપડેટ રહેવા રેડિયો, ટીવી, અખબારો અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવાનું તેમજ શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ., છાશ, લસ્સી, લીંબુ પાણી અને નારિયેળ પાણી જેવા પીણાં લેવાની ભલામણ કરવામાં આવી છે. વિશેષ કરીને વૃદ્ધો, બાળકો, બિમાર અને વધુ વજન ધરાવતા લોકો માટે ખાસ કાળજી રાખવા, હળવા રંગના સૂતરાઉ કપડાં પહેરવા, બહાર જતાં માથું ઢાંકવું, સનગ્લાસીસ અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવા,કામદારો અને નોકરીદાતાઓ માટે કાર્યસ્થળે ઠંડા પાણી, આરામ અને પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ રાખવા, તડકામાં કામ ટાળવા અને ભારે કામ ઠંડા સમયગાળામાં ગોઠવવા સૂચવાયું છે. વધુ ગરમીવાળા વિસ્તારોમાં કામદારોને વધારાનો આરામ સમય આપવા સલાહ આપી છે.તંત્રએ નાગરિકોને બપોરના 12 થી 3 વાગ્યા દરમિયાન તડકામાં બહાર ન જવાની, ઉઘાડા પગે ન ફરવાની અને ભારે શારીરિક મહેનત ટાળવાની અપીલ કરી છે. સાથે જ ચા, કૉફી, સોફ્ટ ડ્રિન્ક્સ અને આલ્કોહોલ જેવા પીણાં તેમજ મસાલેદાર અને તળેલા ખોરાકથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. હીટસ્ટ્રોકના લક્ષણો જણાય તો તાત્કાલિક ભીના કપડાંથી ઠંડક આપવી, પ્રવાહી આપવું અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાની સૂચના આપી છે. કૃષિ અને પશુપાલન ક્ષેત્ર માટે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. ખેડૂતોને વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરવા અને પશુપાલકોને પશુઓને છાયડામાં રાખવા સલાહ આપી છે. આ વર્ષે ભર ઉનાળામાં તાપમાન 40 ડિગ્રીની ઉપર જશે.
    Click here to Read More
    Previous Article
    દર બે કિમીના અંતરે વિસામાની વ્યવસ્થા:આજે રાત્રિથી નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ 21 કિમી રૂટ પર દર 2 કિમીના અંતરે વિસામો મળશે
    Next Article
    માગ:ઉનાળામાં સ્ટ્રીટ લાઈટના સમયમાં ફેરફાર કરો : પૂર્વ નગરસેવક રાઠોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment