Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માગ:ઉનાળામાં સ્ટ્રીટ લાઈટના સમયમાં ફેરફાર કરો : પૂર્વ નગરસેવક રાઠોડ

    2 days ago

    નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી થઈ છે, જેને ધ્યાનમાં રાખીને ઉર્જા બચત થઇ શકે તે માટે વોર્ડ નં. 13 ના પૂર્વ આદિવાસી નગરસેવક દ્વારા મનપાને વીજ બિલમાં બચત થઇ શકે તે માટે સૂચન કર્યુ હતું. જેમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ અને બંધ કરવાનો સમય પણ જણાવ્યો હતો. નવસારીના પૂર્વ નગરસેવક વિજયભાઈ મનુભાઈ રાઠોડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે લેખિતમાં કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, બદલાતી સિઝન મુજબ સૂર્યોદય વહેલો અને સૂર્યાસ્ત મોડો થતો હોવાથી સ્ટ્રીટ લાઈટના વર્તમાન સમયમાં ફેરફાર કરવો જરૂરી છે. વિજયભાઈએ સૂચન કર્યું છે કે મહાનગરપાલિકા વિસ્તારની તમામ સ્ટ્રીટ લાઈટો સવારે 6:30 કલાકે બંધ અને રાત્રે 7 કલાકે ચાલુ કરવામાં આવે. ​આ ફેરફારથી બિનજરૂરી વીજળીનો વપરાશ અટકશે અને મહાનગરપાલિકાના વીજ બિલમાં મોટી બચત થઈ શકશે. પર્યાવરણ અને ઊર્જા બચાવવાના હેતુથી આ મામલે તાત્કાલિક અમલવારી કરવા તેમના દ્વારા કમિશનરને વિનંતી કરવામાં આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકોને સુવિધા મળી રહે અને સરકારી તિજોરી પર ભારણ ઘટે તેવો આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
    Click here to Read More
    Previous Article
    હીટવેવને લઈ તંત્ર સતર્ક::નાગરિકો માટે શું કરવું તેની માર્ગદર્શિકા જાહેર
    Next Article
    Demolition drive at Park Plaza hotel sparks political uproar in Jalandhar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment