Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુધ્ધના કારણે પાર્સલ મોકલવામાં મુશ્કેલી:યુધ્ધને પગલે પોરબંદરમાંથી ઇઝરાયેલ પાર્સલ સુવિધા બંધ થઈ

    1 week ago

    પોરબંદર શહેર અને ગ્રામીણ વિસ્તારો માંથી અનેક લોકો અને સ્નેહીજનો વિદેશ વસવાટ કરે છે અને વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જાય છે તો અનેક લોકો વિદેશમાં મજૂરી કામ કરવા જાય છે. સ્નેહીજનો વિદેશમાં હોય ત્યારે પોરબંદર જિલ્લા માંથી લોકો પોતાના સ્નેહીઓને જીવન જરૂરી ચીજો પાર્સલ કરતા હોય છે. પોરબંદરમાં પોસ્ટ વિભાગ દ્વારા પાર્સલ સુવિધા છે અને 5 જેટલી કુરિયર સર્વિસ છે. હાલ અમેરિકા અને ઈરાન યુધ્ધના કારણે પાર્સલ મોકલવામાં પણ મુશ્કેલી વધી છે. પોસ્ટ વિભાગ અને કુરિયર સર્વિસ દ્વારા ઇઝરાયલ ખાતે પાર્સલ સુવિધા બંધ કરી દીધી છે જ્યારે અન્ય દેશોમાં પાર્સલ મોકલવામાં પણ ભાવ વધારો નડ્યો છે. પોસ્ટ વિભાગને બાદ કરતા હાલ પોરબંદરમાં 5 જેટલા કુરિયર સર્વિસ વિદેશમાં પાર્સલ મોકલે છે જેમાં યુધ્ધના કારણે પાર્સલ મોકલવામાં કિલોએ રૂ.150 થી 300 સુધીનો ભાવ વધારો આવ્યો છે અને વધારે ભાવ લઈને પણ આ પાર્સલ મુંબઈ અથવા દિલ્હીમાં જાય ત્યારે પાર્સલના ભાવ રોજે રોજ બદલાઈ જતા હોવાથી ત્યાં જે ભાવ વધારો આવે છે તે કુરિયર સર્વિસ દ્વારા આપવામાં આવતો હોવાથી કુરિયર સર્વિસ વાળા હાલ વિદેશ મોકલવા માટેના પાર્સલ લેવાનું ટાળી રહ્યા છે. ભાવ વધારો થવા પાછળના કારણમાં કુરિયર સર્વિસના નીતેશ માવાણીએ જણાવ્યું હતુ કે, યુધ્ધના કારણે ફ્લાઇટોના ફ્યૂલના ભાવમાં અસ્થિરતા છે. યુધ્ધના કારણે ફ્લાઇટો બંધ થાય અથવા મોડી પડે અને એર સ્પેસ ચાલુ બંધ થતા એર સ્પેસની અસ્થિરતા અને અનિશ્ચિતતાને કારણે વિદેશ મોકલવામાં આવતા પાર્સલના ભાવોમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે યુધ્ધના કારણે ફ્લાઇટોમાં બેક લોડ વધી જતા ભાવમાં અસ્થિરતા થઈ છે તેવું કુરિયર સર્વિસના સંચાલકે જણાવ્યું હતું. જિલ્લામાંથી રોજના કેટલા કિલો અને કેટલા પાર્સલ જાય ? સામાન્ય દિવસોમાં કુરિયર સર્વિસ દ્વારા દરરોજ સરેરાશ 50 થી 60 પાર્સલ વિદેશમાં જતા હતા અને રોજના આવા પારસલમાં 800 થી 1000 કિલો વજનના પાર્સલ જતા હતા. હાલ યુધ્ધના કારણે ફલાઇટમાં અનિશ્ચિતતા અને એર સ્પેસના અસ્થિરતાને કારણે ઈમરજન્સી હોય તેવા રોજના 2થી 4 પાર્સલ વિદેશમાં જવા માટે બુકિંગ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના 4 સર્કલમાં 1188 કનેક્શન કાપી રૂ.55.49 લાખની ઉઘરાણી કરી
    Next Article
    નિર્ણય‎:સરકારી હોસ્પિટલ દૂર જશે પરંતુ અહીં ઇમરજન્સી સેવા ચાલુ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment