Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના 4 સર્કલમાં 1188 કનેક્શન કાપી રૂ.55.49 લાખની ઉઘરાણી કરી

    1 week ago

    પોરબંદર પી.જી.વી.સી.એલ.વર્તુ ળ કચેરી હેઠળ આવતા 4 સર્કલના ડિવિઝનમાં 280 જેટલી ટીમો મારફતે વીજ કનેક્શન કાપવાની મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં એક જ દિવસમાં 1188 કનેક્શન કાપી રૂ.55.49 લાખની ઉઘરાણી કરી હતી તો રૂ.5 લાખનું વિજબીલ બાકી હોવાથી જિલ્લા સેવા સદન 2 નું વીજ કનેક્શન કાપી નખાયું હતું જેને લઈને કામગીરી ખોરવાઈ હતી. પોરબંદર પીજીવીસીએલ દ્વારા મંગળવારે મેગા વીજ કનેક્શન કાપવાની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર પીજીવીસીએલ હેઠળ આવતા ડિવિઝનમાં 1 હજારથી ઉપરના ગ્રાહકો છે. જેના બીલો બાકી છે.તેવોના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી હતી.જેમાં મંગળવારે પોરબંદર પી.જી.વી.સી.એલ. સર્કલ હેઠળ આવતા ડિવિઝનમાં કુલ 280 ટીમ મારફતે કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમ્યાન કુલ 1188 વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા તો સ્થળ પર રૂપિયા 55.49 લાખની ઉઘરાણી પણ કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ પી.જી.વી.સી.એલના વીજ બિલ પેટે કુલ રૂપિયા 14 કરોડની ઉઘરાણી બાકી હતી. જિલ્લા સેવા સદન 2નું વીજ કનેક્શન કાપી નખાયું પોરબંદર પી.જી.વી.સી.એલ.ના ઉધોગનગર ડિવિઝનમાં પોરબંદરના જિલ્લા સેવા સદન 2 નું વીજ બિલ પેટે રૂપિયા 5 લાખ જેવી રકમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરપાઈ કરવામાં આવી ન હતી જેથી આ સરકારી કચેરીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું જેને લઈને કચેરીની કામગીરી ખોરવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:શહેરને આઠ ઝોનમાં વહેંચી ડ્રેનેજ પાઇપલાઇન નાખી વરસાદી પાણી સરસ્વતી નદીમાં ઠાલવાશે
    Next Article
    યુધ્ધના કારણે પાર્સલ મોકલવામાં મુશ્કેલી:યુધ્ધને પગલે પોરબંદરમાંથી ઇઝરાયેલ પાર્સલ સુવિધા બંધ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment