Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:શહેરને આઠ ઝોનમાં વહેંચી ડ્રેનેજ પાઇપલાઇન નાખી વરસાદી પાણી સરસ્વતી નદીમાં ઠાલવાશે

    1 week ago

    પાટણ શહેરમાં દર ચોમાસે સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યા દૂર કરવા નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા (SJMMSVY) યોજના અંતર્ગત અંદાજે 26.83 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ તૈયાર કરી તેની કામગીરી શરૂ કરવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં માત્ર પાઈપલાઈન જ નહીં, પરંતુ આધુનિક પમ્પિંગ મશીનરી અને માયનોર કેનાલ દ્વારા શહેરને 8 ઝોનમાં વહેંચી વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ પાઇપ લાઇનનું નેટવર્ક નાખી વરસાદી પાણી સીધું સરસ્વતી નદીમાં ઠાલવાશે.જેથી શહેરમાં ભરાતા પાણીની સમસ્યા હલ થવાનો પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. પાટણ શહેરને કુલ 8 અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. જેને "ઓગમેન્ટેશન ઓફ સ્ટોર્મ વોટર નેટવર્ક" (OL નેટવર્ક) નામ આપ્યું છે. 450mmથી 1400mm સુધીની RCC પાઈપલાઈન દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારોનું પાણી એકત્ર કરાશે. જેમાં સૌથી વધુ રૂ.7.24 કરોડનો ખર્ચ માત્ર OL-1 નેટવર્ક પાછળ કરાશે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી એકત્ર થયેલું વરસાદી પાણી સૌ પ્રથમ પીતાંબર લેક ખાતે આવશે. ત્યાંથી ₹1.15 કરોડના ખર્ચે તૈયાર થનારી "રાઈઝિંગ મેઈન" લાઈન દ્વારા આ પાણીને સીધું જ સરસ્વતી નદીમાં ઠાલવાશે. જેથી શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે નહીં. 30 વર્ષના ડેટા પરથી ડિઝાઇન તૈયાર કરી ડીપીઆર કન્સલ્ટન્ટ કપિલ દરજીએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં કુલ 8 મુખ્ય પોઇન્ટને ધ્યાનમાં રાખીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ પાઇપલાઇનની ડિઝાઇન તૈયાર કરી છે. આ ડિઝાઇન છેલ્લા 30 વર્ષના વરસાદના ડેટાના વિશ્લેષણના આધારે બનાવી છે. જેમાં એક કલાક દરમિયાન 20 એમએમ સુધીના વરસાદી પાણીનો અસરકારક રીતે નિકાલ કરી શકાય તેવી ક્ષમતા ધરાવતી પાઇપલાઇનનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટમાં ખર્ચ વિગત પ્રોજેક્ટ નેટવર્ક કોસ્ટ રૂ.21.02 કરોડ મેન્ટેનન્સ (2 વર્ષ) રૂ.1.05 કરોડ રાઈઝિંગ મેઈન લાઈન રૂ.1.15 કરોડ પમ્પિંગ મશીનરી અને પમ્પ હાઉસ 55 લાખ+ કેનાલ લિંક કામગીરી 38.14 લાખ રસ્તા મરામત (રિપેરિંગ) ₹45.85 લાખ પ્રોજેક્ટ શું છે આધુનિક પમ્પિંગ સિસ્ટમ: પીતાંબર લેક પાસે હાઈ-ટેક પમ્પ હાઉસ બનાવાશે. ભારે વરસાદ દરમિયાન જ્યારે કુદરતી રીતે પાણીનો નિકાલ ધીમો હોય, ત્યારે આ મશીનરી દ્વારા પાણીને ખેંચીને ઝડપથી નદીમાં ફેંકવામાં આવશે, જેથી સોસાયટીઓમાં પાણી ભરાવવાનો સમય ઘટશે.
    Click here to Read More
    Previous Article
    પુરવઠા તંત્રની 55 સ્થળે તપાસ હાથ ધરી:હોટલ, ફાસ્ટફૂટ સ્ટોલ પરથી ઘરેલુ ગેસના 14 બાટલા જપ્ત
    Next Article
    કાર્યવાહી:પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના 4 સર્કલમાં 1188 કનેક્શન કાપી રૂ.55.49 લાખની ઉઘરાણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment