Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય‎:સરકારી હોસ્પિટલ દૂર જશે પરંતુ અહીં ઇમરજન્સી સેવા ચાલુ રહેશે

    1 week ago

    પોરબંદર જિલ્લામાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે જીએમઇઆરએસ હોસ્પિટલમાં સુવિધાઓનો વ્યાપક વધારો કરવામાં આવ્યો છે. જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ જે સુવિધા છે તેની સામે ધરમપુર જીએમઇઆરએસ સરકારી હોસ્પિટલ બની રહી છે અને તેમાં અનેક ગણો સુવિધામાં વધારો કરવામાં આવશે. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. ગૌરવ ભંભાણીએ જણાવ્યું છેકે, શહેર મધ્યે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ અને સરકારી લેડી હોસ્પિટલ આવેલ છે અને દર્દીઓ અહીં લાભ લે છે ત્યારે ધરમપુર ખાતે નવી બનતી સરકારી હોસ્પિટલ શહેરથી દુર જશે પરંતુ ભાવસિંહજી હોસ્પિટલ અને સરકારી લેડી હોસ્પિટલ પણ ચાલુ રાખવામાં આવશે અને ઇમરજન્સી કેસો પણ લેવામાં આવશે અને ત્યાં પ્રાથમિક સારવાર બાદ વહુ સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા ધરમપુર હોસ્પિટલ ખાતે દર્દીને શિફ્ટ કરવામાં આવશે. આમ ઇમરજન્સી સહિતના કેસમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું સુપ્રિટેન્ડેન્ટ ડો. ગૌરવ ભંભાણીએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું છેકે, ધરમપુર ખાતે ભાવસિંહજી હોસ્પિટલની સરખામણીએ વધુ સુવિધા ઉભી થશે. ભાવસિંહજી હોસ્પિટલ ખાતે 300 બેડની સુવિધા છે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે 300 બેડની સુવિધા છે, અહીં 20 આઇસીયુ, ગાયનેક આઇસીયુ 6, SNCU/NICU 24, કેન્સર વોર્ડમાં કિમી થેરાપી, કાર્ડિયાક કૅથ લેબ નીલ છે, ડાયાલિસિસ 20 બેડની સુવિધા, 2 મેજર અને 2 માયનોર ઓટી, ઇમરજન્સી વોર્ડ 9 છે અને સીટીસ્કેન તથા એમ.આઈ.આર આઉટસોર્સ થાય છે.
    Click here to Read More
    Previous Article
    યુધ્ધના કારણે પાર્સલ મોકલવામાં મુશ્કેલી:યુધ્ધને પગલે પોરબંદરમાંથી ઇઝરાયેલ પાર્સલ સુવિધા બંધ થઈ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ખાડી યુદ્ધને પગલે પ્લાસ્ટીકની અછત સર્જાતાં સી ફૂડ કન્ટેનરના પેકેજીંગમાં રૂ.25 હજાર ખર્ચ વધી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment