Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:અસ્તિત્વમાં ન હોય તેવી કલમ લગાવતાં આરોપી નિર્દોષ ઠર્યો, પોલીસકર્મચારી સામે ખાતાકીય તપાસ

    1 week ago

    બહુચરાજી કોર્ટે પોલીસની તપાસમાં રહેલી ગંભીર ખામીઓ અને બેદરકારી બદલ કડક વલણ અપનાવ્યું છે. કાયદાની ખોટી કલમો હેઠળ ચાર્જશીટ ફાઈલ કરનાર તપાસ અધિકારી સામે ખાતાકીય પગલાં લેવા આદેશ કર્યો છે અને આ સાથે જ આરોપી સામેનો ફોજદારી કેસ પણ રદ કરી દીધો છે. ગત 26 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે મુન્નાભાઈ અરજણભાઈ ગમારા (ભરવાડ) પોતાની આઈશર (GJ 13 AT 9758) લઈને દેલવાડા પુષ્પાવતી નદીના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ તેમની સામે 27 ડિસેમ્બરના રોજ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ કરનાર અધિકારી જાલમસિંહ જગુભા દ્વારા 16 ફેબ્રુઆરી 2026ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઇ હતી. જેમાં તેમણે આરોપી સામે ગુજરાત પોલીસ એક્ટની કલમ 188 હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, કોર્ટની ચ4કાસણીમાં બહાર આવ્યું કે, ગુજરાત પોલીસ એક્ટમાં કલમ 188 જેવી કોઈ જોગવાઈ જ નથી. આથી આ કલમ કાયદાકીય રીતે ટકી શકે તેમ નહોતી. કોર્ટે નોંધ્યું કે FIR 27 ડિસેમ્બર 2025ના રોજ નોંધાઈ હતી, જે સમયે દેશમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) લાગુ થઈ ગયા હતા. આમ છતાં, તપાસ અધિકારીએ જૂની કલમો અથવા તો અસ્તિત્વ વગરની કલમોનો ઉપયોગ કરીને પોતાની ફરજમાં નિષ્ફળતા દર્શાવી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સંદીપ આઈ.ચૌહાણે આ ભૂલ અંગે ખુલાસો કરવા તપાસ અધિકારીને 9 માર્ચ 2026ના રોજ નોટિસ આપી હતી. તેમ છતાં, તપાસ અધિકારી કોર્ટમાં હાજર રહ્યા નહોતા. પોલીસના આ પ્રકારના વર્તનથી નારાજ થઈને કોર્ટે ચાર્જશીટ ક્ષતિગ્રસ્ત હોવાથી અને ખોટી કલમો હોવાથી આ ક્રિમિનલ કેસ રદ કર્યો છે. મોઢેરા પોલીસ સ્ટેશનના પીઆઇને આદેશ આ પ્યો છે કે બેદરકાર તપાસ અધિકારી સામે કાયદેસરની ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવે. તેમજ પીઆઇએ કરેલી કાર્યવાહી અંગે કોર્ટને જાણ કરવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:ડીસા પાલિકા દ્વારા 100 વેરા બાકીદારો સામે જપ્તી વોરંટ, મિલકતો સીલ થશે
    Next Article
    નિર્ણય‎:સુરેન્દ્રનગરમાં PNG ગ્રાહકો માટે LGP સિલિન્ડર રાખવા પર પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment