Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય‎:સુરેન્દ્રનગરમાં PNG ગ્રાહકો માટે LGP સિલિન્ડર રાખવા પર પ્રતિબંધ

    1 week ago

    ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ગેસ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે નિર્ણય લેવાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કર્યું છે કે જે ગ્રાહકોના ઘરે પીએનજી કનેક્શન કાર્યરત છે, તેઓ હવે ઘરેલું એલપીજી સિલિન્ડર રાખી શકશે નહીં. આ નિયમનો ભંગ કરનાર ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને નવા રિફિલ બંધ કરવાની સૂચના અપાઈ છે. ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ જાહેર કરાયેલા નવા સુધારા આદેશ 2026 બાબતે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસ વિતરણ વ્યવસ્થામાં મહત્વના ફેરફારો કર્યા છે. આ નવા નિયમો મુજબ જે ગ્રાહકો પાસે પીએનજી પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ છે, તેઓ હવેથી પોતાના ઉપયોગ માટે ઘરેલું એલપીજી સિલિન્ડર રાખી શકશે નહીં. જિલ્લામાં જે ગ્રાહકો હાલમાં પીએનજીઅને એલપીજી એમ બંને પ્રકારના કનેક્શન ધરાવે છે, તેઓએ પોતાનું ઘરેલું એલપીજી કનેક્શન તાત્કાલિક અસરથી પરત કરવાનું રહેશે. વધુમાં પીએનજી કનેક્શન ધરાવતી કોઈ પણ વ્યક્તિ નવું ઘરેલું એલપીજી કનેક્શન મેળવી શકશે નહીં તેવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. આ નિયમનો ચુસ્ત અમલ સુનિશ્ચિત કરવા માટે જિલ્લાની પીએનજી કંપનીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ડેટા મેપિંગ કરી સંયુક્ત કામગીરી કરવા સૂચના અપાઈ છે. બંને કંપનીઓ પોતાના ડેટાનું મેપિંગ કરશે જેથી ડબલ કનેક્શન ધરાવતાની ઓળખ કરી શકાય. જિલ્લામાં ગેસના જથ્થાનું અનઅધિકૃત વેચાણ અટકાવવા અને પુરવઠાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્રે તપાસની ઝુંબેશ પણ હાથ ધરી છે. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના તમામ નાગરિકોને આ નવા નિયમોનું પાલન કરવા અને સ્વેચ્છાએ વધારાના કનેક્શન જમા કરાવી દેવા તાકીદ કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:અસ્તિત્વમાં ન હોય તેવી કલમ લગાવતાં આરોપી નિર્દોષ ઠર્યો, પોલીસકર્મચારી સામે ખાતાકીય તપાસ
    Next Article
    ખેડૂતોના ઉનાળુ પાકને જીવનદાન:નર્મદા કેનાલ હવે 30 એપ્રિલ સુધી ચાલુ રાખવા સરકારનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment