Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:પ્રેમલગ્ન બાદ સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

    1 week ago

    શહેરમાં ઘરેલુ હિંસા અને સ્ત્રી અત્યાચારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. હરિનગર-2 વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સાસરિયાં પક્ષના સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ પોતાની બહેનના ઘરે ફિનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક હરિનગર 2-સી વિસ્તારમાં બ્રહ્માણી લોન્ડ્રીવાળા મકાનમાં રહેતી સોનાબેન ધવલભાઈ બ્રહ્માણી(ઉ.વ.24)ની ફરિયાદ પરથી પતિ ધવલ હિતેશભાઈ બ્રહ્માણી, સસરા હિતેષભાઈ, સાસુ ગીતાબેન અને દાદાજી સસરા વિઠ્ઠલભાઈ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, મૂળ ભાવનગરની સોનાબેને આશરે દોઢ વર્ષ પહેલાં ધવલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ બાદમાં તેણીએ આર્થિક રીતે સ્વાવલંબન માટે ઓસ્કર ફર્નિચરમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી શરૂ કરતા સાસરિયાં પક્ષે ઘરકામ અંગે ટકોર શરૂ કરી હતી. નાની નાની બાબતે રોકટોક, ખીજાવવું અને ત્રાસ વધતા ગયા હતા. સાસુ દ્વારા પતિને ઉશ્કેરવામાં આવતા પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. છ મહિના પહેલાં પતિએ ગાળાગાળી કરી પરિણીતાને માર માર્યાનો પણ આક્ષેપ છે. આ અંગે પિતાને જાણ કરતાં પણ તેમને દીકરીને સહારો આપવાને બદલે સહન કરવાની સલાહ આપી હતી. સતત વધતા તણાવ વચ્ચે 20 ફેબ્રુઆરી 2025ના રોજ પરિણીતાએ સાસરિયું છોડી પોતાની બહેન મનીષાબેન શર્માના ઘરે આશરો લીધો હતો. ત્યારબાદ સાસરિયાંઓ તરફથી કોઈ સંપર્ક ન થતા અને તરછોડાયેલા હોવાની લાગણી વધતા તેણી નિરાશામાં ગરકાવ થઈ ગઈ હતી. અંતે રવિવારે તેણે ફિનાઇલ પી લેતા તેની તબિયત બગડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિણીતાએ જણાવ્યું હતું કે, સાસરિયાંઓ તેને રાખવા તૈયાર નથી, જેના કારણે તેણીએ પોલીસનો સહારો લીધો છે. બનાવ અંગે પીઆઇ એચ.એન.પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ એમ.પી. ચરમટાએ વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તંત્ર હરકતમાં:રાજકોટ જિલ્લામાં પીએનજી ગેસ ધારકોના એલપીજી જોડાણ બંધ કરવા કાર્યવાહી શરૂ
    Next Article
    ખેડૂતોની ચિંતા વધી:રાજકોટમાં આજથી 3 દિવસ ઝાપટાં પડશે40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment