Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર હરકતમાં:રાજકોટ જિલ્લામાં પીએનજી ગેસ ધારકોના એલપીજી જોડાણ બંધ કરવા કાર્યવાહી શરૂ

    1 week ago

    મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રાજકોટ શહેર-જિલ્લામાં રાંધણગેસનો પુરવઠો જળવાયેલો રહે તે માટે પુરવઠા વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરવાની સાથે કેન્દ્ર-રાજ્યની સૂચના મુજબ બેવડો લાભ લેતા પીએનજી એટલે કે, પાઈપલાઈન ગેસ ગ્રાહકોના એલપીજી કનેક્શન બંધ કરવાની કાર્યવાહી તેજ બનાવી છે. જિલ્લા પુરવઠા વિભાગે ગુજરાત ગેસ કંપનીના ગ્રાહકોનો ડેટા મેળવી લગત એજન્સીઓને મોકલી આપ્યો છે. જેથી હવે પીએનજી કનેક્શન હોવા છતાં એલપીજી બોટલ મેળવતા ગ્રાહકોને અલગ તારવી આવા ગ્રાહકોને રીફિલ બોટલ નહીં આપવામાં આવે. જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડાએ જણાવ્યું હતું કે, શહેર-જિલ્લામાં રાંધણગેસની સ્થિતિ સામાન્ય છે. કેન્દ્ર-રાજ્ય સરકારની સૂચના મુજબ શહેર-જિલ્લામાં પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકોને એલપીજી સિલિન્ડર બુકિંગની મનાઈ કરવામાં આવ્યા બાદ ગુજરાત ગેસ કંપની પાસેથી તેમના ગ્રાહકોનો ડેટા મેળવી લેવાયો છે. તેમને ઉમેર્યું હતું કે, જિલ્લામાં હાલમાં પાઈપલાઈન ગેસ કનેક્શન ધારકોની સંખ્યા 4 લાખ જેટલી છે. જેથી આ ડેટાને ગેસ એજન્સીને મોકલી એલપીજી અને પીએનજીનો બેવડો લાભ લેતા ગ્રાહકોને અલગ પાડીને તેઓના બોટલ રીફિલ બંધકરી દેવાશે. સોનીબજારમાં સઘન ચેકિંગ, રેલનગરમાંથી 2 બાટલા સીઝ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા મંગળવારે પણ શહેર-જિલ્લામાં ગેસના અનધિકૃત વપરાશ અને કાળાબજારી અંગે સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું જેમાં રેલનગરમાં ભૂમિ નાસ્તા ગૃહમાંથી ઘર વપરાશના બે બાટલા મળી આવતા સીઝ કરવામાં આવ્યા હતા. શહેરના ઉપલાકાંઠા વિસ્તારના પેડક રોડ, સંત કબીર રોડ તથા સોની બજાર વિસ્તારમાં 25 જેટલા સ્થળોએ તપાસણી કરવામાં આવી હતી. જોકે અહીં ગેરરીતિ જોવા મળી ન હતી. ઉપરાંત કોટડાસાંગાણી તાલુકા મથકે આવેલ વિષ્ણુ ગેસ એજન્સીમાં પણ પુરવઠા વિભાગે તપાસ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વાડીમાં ઝેર પીવાથી મોતનો કેસ ગરમાયો:રફાળામાં થયેલા સગીરાના શંકાસ્પદ મોતમાં પ્રેમી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધતી પોલીસ
    Next Article
    ફરિયાદ:પ્રેમલગ્ન બાદ સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment