Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોની ચિંતા વધી:રાજકોટમાં આજથી 3 દિવસ ઝાપટાં પડશે40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે

    1 week ago

    ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં મોટો પલટો આવવાની તૈયારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 18થી 20 માર્ચ દરમિયાન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘગર્જના અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદની શક્યતા છે. ગરમીથી રાહત પણ ખેડૂતોની ચિંતા વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણમાં મોટો પલટો આવશે. 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી ઘટશે. 40થી 50 કિ.મી.ની ઝડપે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ નહીં હોય, પણ એક મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, વરસાદ વખતે પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહી શકે છે. તાપમાન ઘટ્યું છતાં રાજ્યમાં સૌથી વધુ રાજકોટનું 38.5 ડિગ્રી રાજકોટમાં હવામાનના બદલાતા મિજાજ વચ્ચે મંગળવારે ગરમીનો પારો થોડો નીચે ઉતર્યો હોવા છતાં, તે સમગ્ર રાજ્યમાં 38.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના ડેટા મુજબ, રાજકોટમાં લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી રહ્યું હતું, જે રાત્રિના સમયે થોડી ઠંડકનો અહેસાસ કરાવે છે. દિવસ દરમિયાન ગરમીથી બચવા માટે પવને પણ સાથ આપ્યો હતો, જેમાં પવનની ગતિ 10થી 16 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. જોકે તાપમાન હજુ પણ 2થી 3 ડિગ્રી ઘટવાની આગાહી છે, જે કાળઝાળ ગરમી સામે રાહત આપશે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:પ્રેમલગ્ન બાદ સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
    Next Article
    ફરિયાદ:રાજકોટમાં ઉંચા વ્યાજે નાણાં આપીને 6 શખ્સની લેબ કર્મી પાસે પઠાણી ઉઘરાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment