Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વાતાવરણમાં પલટો આવશે:ગુરુવારે પવન સાથે વરસાદની વકી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ટ્રફની સિસ્ટમ પણ સક્રિય

    1 week ago

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બુધવારથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. 20 માર્ચે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં સાંજે ઝાપટાં પડવા સાથે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસમાં શહેરના તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઘટાડો થયો છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન 8થી 15 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. અફઘાનિસ્તાન વિસ્તારમાં વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવા સાથે ગાજવીજ તેમજ 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ઝાપટાથી લઇને હ‌ળવો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે હાલમાં ટ્રફની સિસ્ટમ સક્રિય છે, જેના કારણે વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. 18 માર્ચને બુધવારથી અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 20 માર્ચે નલિયા, ભુજમાં ગાજવીજ સાથે મધ્યમ, દાહોદમાં બપોરથી રાત્રિ સુધી ગાજવીજ સાથે અતિભારે ઝાપટાં અમદાવાદ, પોરબંદર, ભાવનગરમાં ગાજવીજ સાથે ઝાપટું પડી શકે છે. - એ.ટી. દેસાઇ, હવામાન વિશેષજ્ઞ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:વર્ષમાં 466 ગંભીર અકસ્માત છતાં 6 માસમાં રોડ સેફ્ટિની માત્ર 3 બેઠક મળી
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:વંદે ભારત સહિત પ્રીમિયમ ટ્રેનોના મેન્ટેનન્સ માટે સાબરમતીમાં રાજ્યનો પહેલો હેવી ડેપો બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment