Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:વંદે ભારત સહિત પ્રીમિયમ ટ્રેનોના મેન્ટેનન્સ માટે સાબરમતીમાં રાજ્યનો પહેલો હેવી ડેપો બનશે

    1 week ago

    સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો (આઈસીડી) ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો માટે અદ્યતન હેવી શિડ્યુલ મેન્ટેનન્સ ડેપો 241 કરોડ ખર્ચે બનશે. પશ્ચિમ રેલવે માટે આ પ્રકારની સુવિધાવાળો આ પહેલો ડેપો હશે, જ્યાં 16 કોચની સંપૂર્ણ વંદે ભારત ટ્રેનસેટનું હેવી મેન્ટેનન્સ, રિપેરિંગ કામ એક જ સ્થળે થશે. આ ડેપો તૈયાર થયા બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં દોડતી તમામ 6 વંદે ભારતના 9 રેકનું મેન્ટેનન્સ થશે. હાલમાં પશ્ચિમ રેલવે પાસે આવી સુવિધા ન હોવાથી વંદે ભારત ટ્રેનોને મેન્ટેનન્સ માટે ઝાંસી, મટુંગા જેવા અન્ય રાજ્યોના વર્કશોપમાં મોકલવામાં આવે છે. 6 મહિનામાં શરૂ થનાર આ નવી સુવિધા બાદ સાબરમતી ડેપોમાં વંદે ભારત ટ્રેનના નિયમિત શિડ્યુલ મેન્ટેનન્સ ઉપરાંત દર 18 મહિનામાં થતું ‘એસેસ-વન - શિડ્યુલ-વન’ હેવી મેન્ટેનન્સ પણ કરી શકાશે. આ પ્રક્રિયામાં ટ્રેક્શન સિસ્ટમ, બ્રેકિંગ, ઓટોમેટિક ડોર, એચવીએસી (એસી), ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલ લેવલ રિપેરિંગ કરાય છે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, આ ડેપોમાં બે નવી પિટ લાઇન બનાવાશે. જેમાંથી એક પિટ લાઇન પર 8 કોચને એકસાથે સિન્ક્રોનાઇઝ્ડ જેક સિસ્ટમથી ઉપાડી બોગી, વ્હીલ સેટ, બ્રેક અને અંડરફ્રેમ ઉપકરણોનું મેન્ટેનન્સ કરી શકાશે. અત્યાધુનિક જેક સિસ્ટમથી કામ ઝડપી બનશે ડેપોમાં બે નવી પિટ લાઇન તૈયાર કરવામાં આવી રહી છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં 8 કોચને એકસાથે સિન્ક્રોનાઇઝ્ડ જેક સિસ્ટમથી ઉપાડી શકાશે. જેનાથી અંડરફ્રેમ ઉપકરણો, બોગી અને વ્હીલ સેટનું મેન્ટેનન્સ અત્યંત ઝડપી અને સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    આજે વાતાવરણમાં પલટો આવશે:ગુરુવારે પવન સાથે વરસાદની વકી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ટ્રફની સિસ્ટમ પણ સક્રિય
    Next Article
    ગંભીર બેદરકારી:મહિલા કુસ્તી ટીમ સાથે યુનિ.એ ‘મેનેજર’ તરીકે પટાવાળાને હરિયાણા મોકલી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment