Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર બેદરકારી:મહિલા કુસ્તી ટીમ સાથે યુનિ.એ ‘મેનેજર’ તરીકે પટાવાળાને હરિયાણા મોકલી દીધો

    1 week ago

    ગુજરાત યુનિવર્સિટી દ્વારા હરિયાણાના કુરુક્ષેત્રમાં આયોજિત વેસ્ટર્ન ઝોન ઇન્ટર યુનિવર્સિટી મહિલા કુસ્તી સ્પર્ધામાં ગંભીર બેદરકારી સામે આવી છે. નિયત ધારાધોરણ મુજબ ટીમના કોચ કે મેનેજર તરીકે શારીરિક શિક્ષણના અધ્યાપક જ જઈ શકે, છતાં સત્તાવાળાઓએ મેનેજર તરીકે હંગામી પટ્ટાવાળાને મોકલી દેતા ભારે વિવાદ સર્જાયો છે. યુવક કોંગ્રેસના પ્રવક્તા ડો. સુબ્હાન સૈયદે કુલપતિને રજૂઆત કરતા જણાવ્યું કે, મહિલા ખેલાડીઓ સાથે જવાબદાર મહિલા અધિકારીને બદલે લાયકાત વગરના સેવકને મોકલવા તે સુરક્ષા સામે મોટો પ્રશ્ન છે. આશ્ચર્યની વાત એ છે કે, યુનિવર્સિટી પાસે શારીરિક શિક્ષણના 30થી વધુ અનુભવી અધ્યાપકો છે, જેમાં 10થી વધુ મહિલા અધ્યાપિકાઓ હોવા છતાં તેમની અવગણના કરીને પટ્ટાવાળાને કેમ મોકલાયા તે એક ગંભીર પ્રશ્ન છે. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? આ મામલે જવાબદારો સામે કડક પગલાંની માગ કરાઈ છે. નિયમ મુજબ શારીરિક શિક્ષણના અધ્યાપક જ મેનેજર બની શકે, તો પટ્ટાવાળાની પસંદગી કયા આધારે થઈ? જો કોઈ અનિચ્છનીય ઘટના બને, તો શું યુનિવર્સિટી સત્તાવાળાઓ તેની જવાબદારી સ્વીકારશે? મને કોઈ ફરિયાદ મળી નથી મને કોઈ ફરિયાદ કે રજૂઆત મળી નથી, નિયત ધારાધોરણ મુજબ શારીરિક શિક્ષણના અધ્યાપકોને મોકલાયા છે. - ડો. પીયૂષ પટેલ, રજિસ્ટ્રાર
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:વંદે ભારત સહિત પ્રીમિયમ ટ્રેનોના મેન્ટેનન્સ માટે સાબરમતીમાં રાજ્યનો પહેલો હેવી ડેપો બનશે
    Next Article
    સિટી એન્કર:લોન સિસ્ટમને વધુ સચોટ બનાવવા નવું માળખું જાહેર, દર મહિને નહીં પણ દર અઠવાડિયે ક્રેડિટ સ્કોર અપડેટ થશે, એપ્રિલથી અમલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment