Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:વર્ષમાં 466 ગંભીર અકસ્માત છતાં 6 માસમાં રોડ સેફ્ટિની માત્ર 3 બેઠક મળી

    1 week ago

    સુપ્રીમ કોર્ટની સમિતિ ઓન રોડ સેફ્ટીના દિશાનિર્દેશ મુજબ દરેક જિલ્લામા દર 15 દિવસે ઓનલાઇન અને મહિનામાં એક વખત રોડ સેફ્ટી કમિટીની ઓફલાઇન મીટિંગ કરવી ફરજિયાત છે. જોકે અમદાવાદમાં છેલ્લા છ મહિનામાં માત્ર ત્રણ વખત ઓફલાઇન ને એકપણ વખત ઓનલાઇન બેઠક યોજાઇ ન હતી. બેઠકમાં અકસ્માતના આંકડા, બ્લેક સ્પોટ, ટ્રાફિક નિયંત્રણ અને સર્કલ રિડિઝાઇન સહિતના એન્જિનિયરિંગને લગતા સુધારા અંગે નિર્ણય લેવાતા હોય છે. જેના આધારે માર્ગ સ્પીડ બ્રેકર, સાઇનેજ, લાઇટિંગ, ટ્રાફિક કેમેરા અને અન્ય સુરક્ષા સંબંધિત વ્યવસ્થા ગોઠવાતી હોય છે. નિયમિત બેઠક ન યોજાતા અનેક મુદ્દાઓ પર સમયસર નિર્ણય લેવાતા નથી. શહેર અને જિલ્લામા વાહનોની વધતી સંખ્યા વચ્ચે રોડ સેફ્ટી સમીક્ષા બેઠક નિયમિત ન થવી એ માર્ગ સલામતી વ્યવસ્થાની કાર્યક્ષમતાને લઈને પ્રશ્નો ઉભા કરે છે. અમદાવાદમાં યોજાયેલ લોક અદાલતમાં છેલ્લા એક વર્ષમાં ગંભીર રીતે અકસ્માત સર્જાયું હોય અને શરીરમાં ખોડખાપણ આવ્યું હોય એવા 466 કેસ આવ્યા હતા. આરટીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું કે અધિકારીઓ મોટાભાગના સમયે સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત રહેવાના કારણે રોડ સેફ્ટી સહિતની મહત્વની બેઠક યોજી શકતા નથી. 2014માં સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને દર મહિને બેઠક યોજવાની સૂચના અપાઈ પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેનું પાલન કરાતું નથી. કમિટીના આ સૂચનો હજુ પણ અધ્ધરતાલ છે બેઠક ન યોજાય તો પોલીસ, RTO, મ્યુનિ. અને હાઈવે ઓથોરિટી વચ્ચે તાલમેલ તૂટી જાય છે કલેક્ટર કામગીરીનું સતત ફોલોઅપ લેતા હોય છે જ્યારે પણ મહત્ત્વના મુદ્દા સામે આવે ત્યારે કલેક્ટરનો સમય માગીને બેઠક યોજાય છે. જે અધિકારી હાજર ન રહી શકે તેમના માટે ઓનલાઇન વ્યવસ્થા પણ કરવામાં આવે છે. કલેક્ટર સતત કામગીરીનું ફોલોઅપ લેતા હોય છે. - નીરવ બક્ષી, ઇન્ચાર્જ આરટીઓ, અમદાવાદ રોડ સેફ્ટીની વેબસાઇટ પર બ્લેક સ્પોટની માહિતી પાંચ વર્ષથી અપડેટ જ કરાઈ નથી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની વેબસાઇટ પર બ્લેક સ્પોટની માહિતી 5 વર્ષ જૂની છે, તે અપડેટ કરાઇ નથી. બ્લેક સ્પોટ એટલે એ સ્થળ કે જ્યાં છેલ્લા 3 વર્ષમાં 5 અકસ્માત કે 10 મોત થયા હોય. 2021માં અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 44 બ્લેક સ્પોટ હતા. આ ઉપરાંત વેબસાઇટ પર માર્ગ અકસ્માતના આંકડા પર 2023 સુધીના જ આપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ITએ કરદાતાઓને એક જ પ્રકારની નોટિસ પાઠવી:લાખોના વેપાર સામે કરોડોનું ટર્ન ઓવર બતાવતા વેપારીઓ હેરાન
    Next Article
    આજે વાતાવરણમાં પલટો આવશે:ગુરુવારે પવન સાથે વરસાદની વકી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ટ્રફની સિસ્ટમ પણ સક્રિય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment