Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ITએ કરદાતાઓને એક જ પ્રકારની નોટિસ પાઠવી:લાખોના વેપાર સામે કરોડોનું ટર્ન ઓવર બતાવતા વેપારીઓ હેરાન

    1 week ago

    ઇન્કમટેક્સ વિભાગે તાજેતરમાં કરદાતાઓને મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે તેમનું ટર્નઓવર એન્યુઅલ ઈન્ફર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને જીએસટી રેકોર્ડ સાથે મેળ ખાતું નથી, તેથી એડવાન્સ ટેક્સ ભરવાની તજવીજ કરવી. જોકે, ઘણા કરદાતાઓને તેમના વાસ્તવિક વ્યવસાય કરતા અનેકગણું વધુ ટર્નઓવર બતાવવામાં આવતા વેપારીઓ ટેક્સ કન્સલ્ટન્ટ પાસે દોડ્યા છે. આ મેસેજ શુક્રવારથી મળવાના શરૂ થયા હતા, જ્યારે એડવાન્સ ટેક્સની છેલ્લી તારીખ 15 માર્ચ હતી. શનિવાર-રવિવારે બેંકો બંધ હોવાથી ટેક્સ ભરવામાં કરદાતાઓને મુશ્કેલી પડી હતી. આ અંગે ઈન્કમટેક્સ વિભાગે આઈટી પોર્ટલ પર સ્પષ્ટતા કરાઈ છે કે આ મેસેજ માત્ર માહિતી માટે છે. કરદાતાઓએ પોતાના રેકોર્ડ ચકાસી જો ભૂલ જણાય તો ઓનલાઈન સુધારાની વિનંતી કરવાની રહેશે. હાલમાં રિકન્સિલેશનની પ્રક્રિયા તેજ બની છે જેથી ભવિષ્યની નોટિસથી બચી શકાય. એક સાથે નોટિસો મળતાં કરદાતોએ ટેક્સ કન્સલ્ટન્ટને ત્યાં દોડી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભુજ અને મુન્દ્રાના 17 હજાર LPG કનેક્શન થશે રદ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:વર્ષમાં 466 ગંભીર અકસ્માત છતાં 6 માસમાં રોડ સેફ્ટિની માત્ર 3 બેઠક મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment