Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભુજ અને મુન્દ્રાના 17 હજાર LPG કનેક્શન થશે રદ

    1 week ago

    વૈશ્વિક સ્તરે ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી અસ્થિરતા વચ્ચે સરકારે ઈંધણના પુરવઠાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત કચ્છના ભુજ અને મુન્દ્રા સહિત રાજ્યના એવા ગ્રાહકો કે જેઓ પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને LPG સિલિન્ડર એમ બંને સુવિધા ધરાવે છે, તેમણે પોતાનું સિલિન્ડર એજન્સી પર જમા કરાવવું પડશે. જો નિયત સમય મર્યાદામાં સિલિન્ડર સરેન્ડર કરવામાં નહીં આવે અને તપાસ દરમિયાન પકડાશે, તો સબસિડીના દુરુપયોગ બદલ ગ્રાહકને ભારે દંડ ફટકારવામાં આવશે. ભુજ અને મુન્દ્રા શહેરમાં અંદાજે 17,200 જેટલા એવા ગ્રાહકો છે જેઓ પાઈપલાઈન ગેસ હોવા છતાં LPG સિલિન્ડર પણ રાખે છે. સરકારની સ્પષ્ટ સૂચના છે કે આ ગ્રાહકોએ તાત્કાલિક પોતાનું સિલિન્ડર સરેન્ડર કરી દેવું. જે વિસ્તારોમાં પાઈપલાઈન નેટવર્ક ઉપલબ્ધ છે ત્યાં ગ્રાહકોને ફરજિયાતપણે PNG પર વળવા સલાહ આપવામાં આવી છે, કારણ કે તેનો જથ્થો હાલ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. નાગરિક પુરવઠા વિભાગ વિભાગે દાવો કર્યો છે કે LPGનો પુરવઠો અવિરત રહે તે માટે સામાન્ય સાપ્તાહિક વિતરણ કરતા 20 ટકા વધુ સપ્લાય વધારવામાં આવ્યો છે. રાજ્ય પાસે હાલ પૂરતો જથ્થો છે અને નવો પુરવઠો પણ સતત મળી રહ્યો છે, જેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. ભુજ અને મુન્દ્રા નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, રાષ્ટ્રીય હિતમાં અને ઈંધણના સંતુલિત વિતરણમાં સહકાર આપીને જો તમારી પાસે PNG કનેક્શન હોય તો LPG સિલિન્ડર સત્વરે પરત કરી દંડની કાર્યવાહીથી બચો. ઉલ્લેખનીય છે કે કચ્છમાં PNG ભુજ અને મુન્દ્રા શહેરમાં જ ઉપલબ્ધ છે. તાજેતરમાં ગુજરાત ગેસના અધિકારીઓ સાથે વહીવટી તંત્રએ બેઠક યોજીને જે વિસ્તારોમાં શક્ય છે તે વિસ્તારોમાં PNG ગેસ સપ્લાય વધારવાની તાકીદ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટના મેનુમાંથી સાઉથ ઇન્ડિયન સહિતની વસ્તુ ગાયબ ભુજ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ તપનભાઈ રાઠીએ જણાવ્યું હતું કે અમે સતત ડિસ્ટ્રીબ્યુટર્સના સંપર્કમાં છે, પરંતુ તેમની પાસે કોમર્શીયલ ગેસનો જથ્થો ઉપલબ્ધ નથી. સામાન્ય રીતે એક રેસ્ટોરન્ટને દર મહિને સરેરાશ 25 થી 28 કોમર્શિયલ બોટલની જરૂરિયાત હોય છે. જે સિલિન્ડર અગાઉ માત્ર એક દિવસ ચાલતો તેને હવે કોલસાની ભઠ્ઠીઓ કે અન્ય વિકલ્પોના આધારે 2 થી 3 દિવસ ખેંચવામાં આવી રહ્યો છે. ગેસનો વધુ વપરાશ ધરાવતી વાનગીઓ જેવી કે સાઉથ ઇન્ડિયન, ઢોસા અને ચપાતી જેવી વસ્તુઓ બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ સંચાલકોને PNG લાઈન ન લેવાની ભૂલ ભારે પડી ભુજ અને મુન્દ્રામાં પાઇપ્ડ નેચરલ ગેસનું નેટવર્ક ઉપલબ્ધ હોવા છતાં, ભુજની 95 ટકાથી વધુ રેસ્ટોરન્ટોમાં PNG પાઇપલાઇન લેવામાં આવી નથી. આ બેદરકારી અથવા ઉદાસીનતા આજે રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે સૌથી મોટું સંકટ બનીને ઊભી રહી છે. જો સમયસર PNG જોડાણ લેવામાં આવ્યું હોત, તો આજે કોમર્શીયલ સીલિન્ડર માટે ભટકવાનો કે મેનુમાંથી વાનગીઓ ઓછી કરવાનો વારો ન આવ્યો હોત. રેસ્ટોરન્ટ્સમાં હજુ પણ જૂની પદ્ધતિ મુજબ LPG સિલિન્ડર પર જ નિર્ભરતા રાખવામાં આવી રહી છે. પરિણામે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાયો, ત્યારે 95 ટકા રેસ્ટોરન્ટ્સ સંચાલકો મુશ્કેલીમાં મુકાય છે. કનેક્શન ન લેવા પાછળ એક કારણ અંદાજે 50 હજાર જેટલી ડિપોઝીટ પણ જવાબદાર હોવાનું કહેવાઇ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધને કારણે કેટરિંગ વ્યવસાય પર સંકટ:ધાર્મિક અને શુભ પ્રસંગોમાં લગ્નવાડી બુક થઈ, પણ કેટરિંગ માટે બળતણ લાવો તો જ બુકિંગ !
    Next Article
    ITએ કરદાતાઓને એક જ પ્રકારની નોટિસ પાઠવી:લાખોના વેપાર સામે કરોડોનું ટર્ન ઓવર બતાવતા વેપારીઓ હેરાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment