Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધને કારણે કેટરિંગ વ્યવસાય પર સંકટ:ધાર્મિક અને શુભ પ્રસંગોમાં લગ્નવાડી બુક થઈ, પણ કેટરિંગ માટે બળતણ લાવો તો જ બુકિંગ !

    1 week ago

    અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ પરિસ્થિતિના વૈશ્વિક પ્રભાવ વચ્ચે ભારત સહિત અનેક દેશોમાં ઈંધણ પુરવઠા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. મધ્યપૂર્વ પર આધારિત ગેસ સપ્લાયમાં અડચણો ઊભી થતા દેશના અનેક વિસ્તારોમાં કોમર્શિયલ ગેસના ઉપયોગ પર નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસ બોટલ પર રોક લાગતા સીધી અસર હવે ભુજ શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને કેટરિંગ વ્યવસાય પર જોવા મળી રહી છે. ભુજમાં આવનારા મહિને ધાર્મિક પ્રસંગો, કથાઓ અને ઉત્સવોનો માહોલ રહેવાનો છે, ત્યારબાદ વૈશાખ મહિનામાં લગ્નોત્સવોની મોસમ શરૂ થવાની છે. 500 થી 3,000 લોકો સુધીના ભોજન સમારંભો માટે તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ ગેસ સપ્લાય અંગેની અનિશ્ચિતતાએ કેટરર્સને મુશ્કેલીમાં મૂકી દીધા છે. વર્ષોથી કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા ધર્મેશ જીતુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓએ લાકડાના ચૂલા પર રસોઈ બનાવવાની તૈયારી શરૂ કરી છે. શુભ પ્રસંગમાં ગેસ પર લાઈવ કાઉન્ટર રાખવું હવે મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. ઘણા આયોજકોને સ્પષ્ટ રીતે ના કહેવી પડે તેવી સ્થિતિ છે, એમ તેમણે ઉમેર્યું. હવે માત્ર તે જ આઈટમ બનાવવાની યોજના છે જે ઓછા ગેસમાં શક્ય બને. આ જ ક્ષેત્ર સાથે સંકળાયેલા દીપક મહારાજે જણાવ્યું કે મે મહિનાના બુકિંગ ધરાવતા ગ્રાહકોને હાલની પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. એક મોટા ભોજન સમારંભમાં અંદાજે 8 થી 10 ગેસ બોટલનો વપરાશ થાય છે. જો કોમર્શિયલ ગેસ મળતો ન હોય તો ઈલેક્ટ્રીક ઇન્ડક્શન કે લાકડાના બળતણનો સહારો લેવો પડશે. ધાર્મિક કથાઓ અને મોટા આયોજનોમાં ભોજન વ્યવસ્થા ગોઠવવી પણ પડકારરૂપ બની રહી છે. જો આગામી સમયમાં કોમર્શિયલ ગેસ સપ્લાયમાં રાહત નહીં મળે તો અનેક ભોજન સમારંભો મુલતવી રાખવાના નિર્ણય લેવાઈ શકે છે. શુભ પ્રસંગોમાં આવતી આવી અડચણો કેટરિંગ ઉદ્યોગ માટે મોટું આર્થિક સંકટ સર્જી શકે છે. નાના ધંધાર્થીઓને રાંધણ ગેસનો ઉપયોગ કરવો પડે છે ભુજમાં એક અંદાજ મુજબ 3000 થી વધુ લારીઓ આવેલી છે જેમાંથી અડધી સંખ્યા નાસ્તા કે ચા હોટલની કેબિનો છે જેમને ગેસની જરૂર પડે છે. કોમર્શિયલ ગેસ બોટલ સપ્લાય સંપૂર્ણ બંધ થઈ જતા રાંધણ ગેસનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમાં પણ 30 દિવસનો નિયમ આવી જતા બુકિંગ નહીં થાય ત્યારે તે બોટલ પણ મેળવવી મુશ્કેલ પડશે. જોકે કોમર્શિયલ સપ્લાય થયો તે પહેલાથી અનેક લારીઓ પર રાંધણ ગેસ જોવા મળે જ છે. આગામી દિવસોમાં હવે કઈ રીતે નાસ્તો કે જમવાની આઈટમ બનાવવી તે પ્રશ્ન ઊભો થશે.
    Click here to Read More
    Previous Article
    વિપક્ષી નેતાનું મૌન:સ્ટોર્મ વોટર ડ્રેનેજ પાથરવા માટે ત્રણ વોર્ડના કાઉન્સિલરો ચિંતિત
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભુજ અને મુન્દ્રાના 17 હજાર LPG કનેક્શન થશે રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment