Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષી નેતાનું મૌન:સ્ટોર્મ વોટર ડ્રેનેજ પાથરવા માટે ત્રણ વોર્ડના કાઉન્સિલરો ચિંતિત

    1 week ago

    વોર્ડ નંબર એકના વિસ્તરમાં સ્ટોર્મવોટર ડ્રેનેજ યોજના લાંબા સમયથી અધૂરી રહેતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ યોજના 15મા નાણાપંચની અન્ટાઇડ ગ્રાન્ટ હેઠળ મંજૂર કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યાથી રાહત આપવાનો હતો. આશરે 10 હજાર લોકોને સીધો લાભ આપનારી આ યોજના માટે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા બાદ પણ છેલ્લા 18 મહિનાથી કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ મુદ્દે ત્રણ વોર્ડના નગરસેવકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે પણ વિપક્ષી નેતાનું મૌન આશ્ચર્ય ઉભું કરે છે. નગરસેવિકા આઈશુબેન સમાના આક્ષેપ મુજબ, કોન્ટ્રાક્ટરને રાજકીય ઓથ મળતી હોવાના કારણે તેઓ કોઈપણ પ્રકારની કાર્યવાહીથી નિર્ભય બની ગયા છે. વારંવારની રજૂઆતો છતાં કામ શરૂ કરવામાં આવતું નથી અને મનઘડત કારણો દર્શાવી કામ ટાળવામાં આવી રહ્યું છે. અગાઉના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે જવાબદારી સંભાળનારા અધિકારીને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે કામ તાત્કાલિક શરૂ કરવાની ખાતરી આપી હતી. જેના કારણે રહેવાસીઓએ પ્રતિક ઉપવાસ પણ મુલતવી રાખ્યો હતો. પરંતુ હાલની સ્થિતિમાં પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી. છેલ્લા 8 મહિનાથી સ્થળ પર ખોદકામ કરીને ખાડાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેના કારણે આસપાસની ગટર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગટરના પાણી ભરાઈ જતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આરોગ્ય સંબંધિત ચિંતાઓ ઉભી થઈ છે. વધુમાં, ખુલ્લા ખાડાઓના કારણે નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ પણ બનતી રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર આ યોજના અમલમાં મુકવામાં આવે તો દર વર્ષે વરસાદી પાણી ઘરોમાં ભરાવાની સમસ્યા દૂર થઈ શકે છે અને લોકોને થતો આર્થિક તથા માનસિક તણાવ ટળી શકે છે. નાગરિકોએ આ સમગ્ર મામલે તંત્રની નિષ્ક્રિયતા પર પણ સવાલો ઉઠાવ્યા છે અને તાત્કાલિક અસરથી કામ શરૂ કરવાની માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન અથવા ન્યાયતંત્રનો સહારો લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મેગા ડિસકનેક્શન ડ્રાઈવ:1949 વીજ કનેક્શનો કપાયા, 5 કરોડની વસૂલાત; કચ્છમાં પીજીવીસીએલ દ્વારા એક જ દિવસમાં મહા તવાઈ
    Next Article
    યુદ્ધને કારણે કેટરિંગ વ્યવસાય પર સંકટ:ધાર્મિક અને શુભ પ્રસંગોમાં લગ્નવાડી બુક થઈ, પણ કેટરિંગ માટે બળતણ લાવો તો જ બુકિંગ !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment