Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેગા ડિસકનેક્શન ડ્રાઈવ:1949 વીજ કનેક્શનો કપાયા, 5 કરોડની વસૂલાત; કચ્છમાં પીજીવીસીએલ દ્વારા એક જ દિવસમાં મહા તવાઈ

    1 week ago

    કચ્છ જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે મેગા ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત અંજાર અને ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક અને ખેતીવાડી ક્ષેત્રના બાકીદારો સામે કડક કાર્યવાહી કરતા અંદાજે 1949 વીજ જોડાણો સ્થળ પર કાપી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં વ્યાપેલી આ ઝુંબેશમાં અંજાર વર્તુળની 132 અને ભુજ વર્તુળની 208 મળી કુલ 340 ટીમો મેદાનમાં ઉતરી હતી. ખાસ કરીને સામખિયાળી અને ભચાઉ પટ્ટામાં હાઈવે પર આવેલી હોટલો તેમજ સોલ્ટના મોટા વીજ જોડાણોને નિશાન બનાવી મોટાપાયે ડિસકનેક્શન કરવામાં આવ્યું હતું. વીજ પુરવઠો બંધ થઈ જતાં અનેક ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી અને ત્યારબાદ કચેરીએ દોડી જઈને રી-કનેક્શન ચાર્જ સાથે બાકી રકમની ચુકવણી કરવાની ફરજ પડી હતી. આ મેગા ડ્રાઈવના અંતે અંજાર વર્તુળમાં 2.09 કરોડ અને ભુજ વર્તુળમાં 3 કરોડ મળી કુલ 5.09 કરોડ રૂપિયાનું કલેક્શન સરકારી તિજોરીમાં જમા થયું છે. પીજીવીસીએલ દ્વારા કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં પણ આ કપાત ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે. કોઈપણ પ્રકારની અગવડતાથી બચવા માટે ગ્રાહકોને તેમના બાકી વીજ બિલો ઓનલાઈન માધ્યમો કે સ્થાનિક કચેરીએ તાત્કાલિક ભરી દેવા અનુરોધ કરાયો છે. આગામી સમયમાં નાના ગ્રાહકોથી લઈને તમામ પ્રકારના કનેક્શનોમાં જો બાકી રકમ હશે તો પૂર્વ જાણ વગર વીજ કપાત કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ વીજ કંપની દ્વારા કરવામાં આવી છે. ભુજમાં 84 લાખની વસૂલાત કરવામાં આવી ભુજ શહેર અને તાલુકામાં 80 ટીમો દ્વારા ચેકીંગ કરીને 438 વીજ જોડાણો સ્થળ પર કાપી નખાયા હતા. જે જોડાણો કાપવામાં આવ્યા તેમની કુલ બાકી રકમ 56.7 લાખ રૂપિયા થાય છે. કુલ 862 વીજ જોડાણ ધારકોએ પોતાના બાકી બિલો ભર્યા હતા, જેના કારણે વીજ કંપનીને એક જ દિવસમાં 83.9 લાખ રૂપિયા જેવી માતબાર રકમની વસૂલાત કરવામાં સફળતા મળી છે. જે ગ્રાહકોના બિલ બાકી છે તેમણે દંડ કે જોડાણ કપાતથી બચવા વહેલી તકે નાણાં ભરી દેવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    એજન્સી દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ:છેવાડાના ખડીર વિસ્તારમાં પાઈપલાઇન મારફતે પાણી પહોંચાડવાની 450 કરોડની યોજનાનું કામ ટેન્ડર તબક્કે
    Next Article
    વિપક્ષી નેતાનું મૌન:સ્ટોર્મ વોટર ડ્રેનેજ પાથરવા માટે ત્રણ વોર્ડના કાઉન્સિલરો ચિંતિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment