Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો:પ્રફુલ પટેલના જન્મદિવસે 450થી વધુ લોકોએ લાભ લીધો

    1 week ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં દીવ-દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. ખેડ તસિયા રોડ પર આવેલી દિગંબર જૈન સમાજવાડી ખાતે આયોજિત આ કેમ્પમાં 450થી વધુ નગરજનોએ લાભ લીધો હતો. આ કેમ્પનું આયોજન અમદાવાદની કેડી હોસ્પિટલ અને હિંમતનગરના સદવિચાર પરિવારના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પના પ્રારંભે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, હિંમતનગર કેળવણી મંડળ અને શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં 450થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવીને આંખોની તપાસ કરાવી હતી. તપાસ કરાવનાર જરૂરિયાતમંદ લોકોને સ્થળ પર જ દવાઓ અને ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. કેમ્પમાં રજીસ્ટ્રેશન ટેબલ બાદ પ્રાથમિક તપાસ માટે અલગ વ્યવસ્થા હતી. ત્યારબાદ બે રૂમમાં બે નેત્ર ચિકિત્સાના મશીનો દ્વારા તજજ્ઞોએ તપાસ શરૂ કરી હતી. આ કેમ્પમાં મોતિયા, જામર, વેલ, આંખની કીકી કે આંખના પડદાની તકલીફનું ચોક્કસ નિદાન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. ઉપરાંત, જરૂરિયાતમંદ દર્દીઓને કેડી હોસ્પિટલમાં અદ્યતન સાધનો અને તકનીકથી વિનામૂલ્યે ઓપરેશન કરી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દશામા વ્રતની નવસારીમાં પૂર્ણાહુતિ:પૂર્ણા નદી, દાંડી કિનારે પ્રતિમાઓનું વિસર્જન, ભક્તોએ વિદાય આપી
    Next Article
    Gujarat Congress News | ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાના એંધાણ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment