Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદ્યોગો પર સંકટ:ડિઝલ સપ્લાય બંધ થવાથી શિપિંગ ઉદ્યોગ, ટ્રેડ જગતમાં ચિંતા

    1 week ago

    હાલમાં ચાલી રહેલા અખાતી યુદ્ધના સંદર્ભમાં દેશના અગ્રણી દીનદયાલ પોર્ટ, કંડલા ખાતે ડીઝલ સપ્લાયમાં થયેલી અચાનક ખોટને કારણે સમગ્ર શિપિંગ ઉદ્યોગ તથા ટ્રેડ જગતમાં ચિંતાની લાગણી વ્યાપી રહી છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પોર્ટ સાથે સંકળાયેલા યુઝર્સ, કાર્ગો હેન્ડલિંગ ઓપરેટર્સ, ટ્રાન્સપોર્ટર્સ તેમજ અન્ય સ્ટેકહોલ્ડર્સ પાસેથી મળતી રજુઆતોના આધારે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે. અત્યાર સુધી ખાનગી સપ્લાયર્સ પાસેથી ડીઝલ પ્રાપ્ત થતું હતું, પરંતુ હાલની વૈશ્વિક પરિસ્થિતિને કારણે સપ્લાય ચેઇનમાં અવરોધ સર્જાતાં આ સપ્લાય અચાનક બંધ થઈ ગયો છે, જેના પરિણામે પોર્ટના રોજિંદા કામગીરી પર ગંભીર અસર થવાની શક્યતા ઉભી થઈ છે. ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, ડીઝલ એ પોર્ટ માટે લાઇફ્લાઇન સમાન છે. ક્રેન્સ, જનરેટર્સ, ટ્રક્સ, ટ્રેલર્સ, ડમ્પર્સ, લોડર્સ, એક્સ્ટ્રાવેટર્સ સહિતના તમામ સાધનો સંપૂર્ણપણે ડીઝલ ૫૨ આધારિત છે. ડીઝલ સપ્લાયમાં વિક્ષેપ સર્જાતા પોર્ટની અંદર કાર્ગો લોડિંગ અને અનલોડિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ્પ થઈ શકે છે, જેનાથી માત્ર પોર્ટ જ નહીં પરંતુ સમગ્ર દેશના ટ્રેડ પર અસર પડશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આવના૨ા દિવસોમાં મોટી સંખ્યામાં વહાણો પોર્ટ પર આવવાના છે અને જો સમયસ૨ ડીઝલ ઉપલબ્ધ નહીં થાય તો આ સમગ્ર ચક્ર ખોરવાઈ શકે છે, જેનાથી કાર્ગો ઇવેક્યુએશનમાં વિલંબ તથા ઉદ્યોગોને જરૂરી કાચા માલના પુરવઠામાં અવરોધ સર્જાશે. ઉલ્લેખનીય છે કે, દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં જ નિર્ધારિત સમય પહેલા 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં આ આંકડો વધુ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી હતી. આવી સિદ્ધિના સમયમાં જ ઉભી થયેલી આ ડીઝલ સંકટની પરિસ્થિતિ સમગ્ર પ્રગતિના ચક્રને અટકાવી શકે છે તેવું ગાંધીધામ ચેમ્બર દ્વારા ગંભીરતાથી દર્શાવવામાં આવ્યું છે. આ મુદ્દે ચેમ્બર પ્રમુખ તેજા કાનગડ દ્વારા દીનદયાલ પોર્ટ ઓથોરિટી ના ચેરમેન સુશીલ કુમાર સિંઘને સત્તાવાર પત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી છે. ઉપરાંત તેમના અધ્યક્ષ સ્થાને ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ મંડળ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની ગંભીરતા રજૂ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પોર્ટ યુઝર્સ, ટ્રાન્સપોર્ટર્સને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીધામ ચેમ્બર દ્વારા માંગ કરવામાં આવી છે કે, સંબંધિત ઓઈલ કંપનીઓ અને સત્તાવાળાઓ સાથે સંકલન કરીને પોર્ટ સંબંધિત કામગીરી માટે ખાસ ડીઝલ સપ્લાય વ્યવસ્થા અથવા નીતિ ઘડવામાં આવે, જેથી પોર્ટની કામગીરી અવિરત રીતે ચાલુ રહી શકે. ચેમ્બરે આશા વ્યક્ત કરી છે કે, તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવશે, જેથી દેશના મહત્વપૂર્ણ ગેટવે પોર્ટ પર સર્જાયેલ આ સંકટનો ઝડપી નિવારણ આવી શકે અને ટ્રેડ તથા ઉદ્યોગોને વધુ નુકસાનથી બચાવી શકાય. ભારે નુકસાન સહન કરવું પડી શકે માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ગત અઠવાડિયામાં પોર્ટ યુઝર્સે સ્થાનિક રિટેલ આઉટલેટ્સ ૫૨થી ડીઝલ મેળવી કામગીરી સંભાળી હતી, પરંતુ હવે ત્યાંથી પણ સપ્લાય બંધ થતાં પરિસ્થિતિ વધુ જ ગંભીર બની ગઈ છે. આ સમસ્યા માત્ર પોર્ટ સુધી મર્યાદિત નથી, પરંતુ ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ, મેન્યુફેક્ચરિંગ, આયાત-નિકાસ તેમજ નાના વેપારીઓ સુધી તેની અસર પહોંચશે. ખાસ કરીને દેશભરના ઉદ્યોગો જે કંડલા પોર્ટ મારફતે કાચા માલ અને આવશ્યક ચીજવસ્તુઓ પર આધાર રાખે છે, તેમને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ડિજિટલનો દુરુપયોગ:ગાંધીધામના ટ્રેઇલરની ખોટી નંબર પ્લેટ લગાવી 47 હજારની ઠગાઈ
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:દેશના યુવાનોની અવિશ્વસનીય યાત્રાનું સાક્ષી બન્યું ગુજરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment