Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિર દ્વારા મુક્તજીવન સ્વામીબાપાનો 47મો અંતર્ધાનોત્સવ ઉજવાશે:શુક્રવારે મણિનગરમાં પ્રભાતફેરી, કીર્તન ભક્તિ અને પ્રવચનનું આયોજન કરાયું

    6 hours ago

    શુક્રવાર, 18 સપ્ટેમ્બરના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત મુક્તજીવન સ્વામીબાપાનો 47મો અંતર્ધાનોત્સવ ઉજવાશે. સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી દ્વારા સ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગર દ્વારા આ ઉજવણી કરાશે. આ અંતર્ધાનોત્સવ પ્રસંગે મણિનગરમાં સવારે 5 થી 6 વાગ્યા સુધી સ્વામિનારાયણ મહામંત્રના નાદ સાથે પ્રભાતફેરી યોજાશે. રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન અબજીબાપાની વાતોની પારાયણ અને કીર્તન ભક્તિ થશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી મુક્તજીવન સ્વામીબાપાના જીવન અને કાર્ય પર પ્રવચન આપશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ આ પ્રસંગે જણાવ્યું કે, મુક્તજીવન સ્વામીબાપાએ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા માટે ઈ.સ. 1970માં સૌપ્રથમ આફ્રિકા પધાર્યા હતા. તેઓ આનંદપ્રિયદાસજી સ્વામીને સાથે લઈને ગયા હતા. ત્યાં તેમણે દારૂ, માંસ અને વ્યભિચાર જેવા દૂષણોથી પીડિત પ્રજાને જ્ઞાન આપી મુક્તિ અપાવી. તેમના આ કાર્યોને કારણે આજે વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો સ્થપાયા છે અને ઘણા લોકો સત્સંગી બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    બે પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ:વાહન ચેકિંગમાં કાર રોકવાનું કહેતાં બન્ને આરોપીએ ભગાવી મૂકી; 'આજે તો પૂરા કરી નાખવા છે' કહી ધમકી આપી
    Next Article
    રાજકોટને રૂ. 900 કરોડનાં વિકાસકામોની ભેંટ મળશે:PMનાં જન્મદિવસે મનપાની નળ-ગટર-રસ્તા સહિતનાં 272 વિકાસકામોની ગ્રાન્ટ મેળવવા સરકારને દરખાસ્ત, 119 સફાઈ કામદારોને નિમણુંકપત્રો અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment