Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ:વાહન ચેકિંગમાં કાર રોકવાનું કહેતાં બન્ને આરોપીએ ભગાવી મૂકી; 'આજે તો પૂરા કરી નાખવા છે' કહી ધમકી આપી

    7 hours ago

    ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલા બે પોલીસકર્મી પર કાર ચઢાવી દેવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે શખસને પોલીસે ઝડપી લીધા છે. પોલીસનો પીછો જોઈને બંને આરોપીએ કાર રિવર્સમાં લઈને પોલીસ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. વાહન ચેકિંગ દરમિયાન કાર ભગાવી મૂકી બોરતળાવ પોલીસ મથકના કોન્સ્ટેબલ જયદીપસિંહ ટેમુભા અને હારીતસિંહ 16 સપ્ટેમ્બરની રાત્રે કુંભારવાડા મોતી તળાવ રોડ પર વાહન ચેકિંગમાં હતા. રાત્રે 12.35 વાગ્યાના અરસામાં પૂરઝડપે આવતી સ્વિફ્ટ કાર (GJ 04 DN 1972)ને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે વાહન ઊભું રાખવાને બદલે ભગાવી મૂક્યું હતું. પોલીસે પીછો કરીને માઢિયા રોડ શેરી નંબર 19 પાસે આગળ કાર રાખી તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ, બંનેની ધરપકડ કારચાલક રાકેશ ઉર્ફે ભાલી મકવાણા અને બાજુમાં બેઠેલા રાકેશ ઉર્ફે કુંભાર રાજુભાઇ સરવૈયાએ "આજે તો તમને પૂરા કરી નાખવા છે" તેમ કહી પોલીસ કર્મચારીઓ પર કાર ચઢાવી દેવાની કોશિશ કરી હતી. જોકે, બાજુમાં પથ્થર આવી જતાં બન્ને પોલીસ કર્મચારીનો બચાવ થયો હતો. પોલીસે બંને શખસને ઘેરીને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાં કાર ન રોકવી હોવાથી કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યાનું કબૂલતાં પોલીસે બંને સામે BNS એક્ટ 109(1),54 મુજબ ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં PM મોદીના જન્મદિન પર રક્તદાન શિબિર અને નિદાન કેમ્પ:પ્રથમ દિવસે 85 લોકોએ રક્તદાન કર્યું, 143 લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો
    Next Article
    કુમકુમ મંદિર દ્વારા મુક્તજીવન સ્વામીબાપાનો 47મો અંતર્ધાનોત્સવ ઉજવાશે:શુક્રવારે મણિનગરમાં પ્રભાતફેરી, કીર્તન ભક્તિ અને પ્રવચનનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment