Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટને રૂ. 900 કરોડનાં વિકાસકામોની ભેંટ મળશે:PMનાં જન્મદિવસે મનપાની નળ-ગટર-રસ્તા સહિતનાં 272 વિકાસકામોની ગ્રાન્ટ મેળવવા સરકારને દરખાસ્ત, 119 સફાઈ કામદારોને નિમણુંકપત્રો અપાયા

    6 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને રૂ. 900 કરોડના વિકાસકામોની ભેંટ આપવાની જાહેરાત મેયર ડો. નેહલ શુકલ દ્વારા કરવામાં આવી છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ અલગ 6 હેડ હેઠળ રૂ. 900 કરોડના કુલ 272 વિકાસકામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ મેળવવા ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડમાં દરખાસ્ત કરવા નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત શહેરના તમામ 18 વોર્ડમાં રક્તદાન કેમ્પ, હરિહર ચોક ખાતે બોક્સ કલ્વર્ટનું લોકાર્પણ, કુલ 119 સફાઈ કામદારોને નિમણુંકપત્રો આપવા અને સામાકાંઠા વિસ્તારમાં એમઆરએફ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, રાજકોટ શહેરમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે જ મનપા દ્વારા આજના દિવસની ખાસ પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત હરિહર ચોક ખાતે રૂ.2.20 કરોડના ખર્ચે બોક્સ કલ્વર્ટનું નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને રાજકોટ શહેરના વિકાસને વધુ વેગ આપવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ શહેરીજનોને કેન્દ્રમાં રાખીને વિકાસલક્ષી કામગીરી માટે રૂ. 900 કરોડની દરખાસ્ત સરકારની મંજૂરી માટે મોકલી છે. આ પ્રક્રિયા અનુસાર ગ્રાન્ટ મંજુર થતા લોકોની સુવિધા માટે જરૂરી વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદારો જો મેડીકલ અનફિટ જાહેર થાય તો તેના વારસદારને નોકરી આપવા ઠરાવ થયેલો છે. જે અંતર્ગત 119 સફાઈ કામદારના સ્વૈચ્છિક રાજીનામાં મંજુર કરેલ હોય, રહેમરાહે તેમના વારસદારોને હુકમ તારીખથી પાંચ વર્ષ સુધીના સમય માટે વર્ગ-4ની જગ્યા ઉપર સફાઈ સહાયક તરીકે માસિક રૂ. 21,100/-નાં ફિક્સ પગારથી નિમણુંક હુકમ અપાયા છે. તેમજ ઘન કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા તથા કચરાના વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત સંચાલનને પ્રોત્સાહન આપવા માટે સામાકાંઠા વિસ્તારમાં કે. એસ. ડીઝલ રોડ ખાતે એમઆરએફ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારે થશે રૂ. 900 કરોડના 272 વિકાસ કામો 1) ભૌતિક આંતરમાળખાકિય સુવિધાના કુલ 138 કામો : અંદાજીત ખર્ચ રૂ. 42,834 લાખ 2) સામાજિક આંતરમાળખાકિય સુવિધાના કુલ 43 કામો : અંદાજીત ખર્ચ રૂ. 12,107 લાખ 3) અર્બન મોબિલીટી શહેરી પરિવહન સુવિધાના કુલ 04 કામ : અંદાજીત ખર્ચ રૂ 1,105 લાખ 4) શહેરની આગવી ઓળખ હેઠળ કુલ 12 કામ : અંદાજીત ખર્ચ રૂ. 7,703 લાખ 5) મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ કુલ 40 કામ : અંદાજીત ખર્ચ રૂ.12,000 લાખ 6)આઉટ ગ્રોથ હેઠળ કુલ 35 કામ : અંદાજીત ખર્ચ 14,250 લાખ
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિર દ્વારા મુક્તજીવન સ્વામીબાપાનો 47મો અંતર્ધાનોત્સવ ઉજવાશે:શુક્રવારે મણિનગરમાં પ્રભાતફેરી, કીર્તન ભક્તિ અને પ્રવચનનું આયોજન કરાયું
    Next Article
    સંજય વકીલે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વક્તવ્ય આપ્યું:"આધુનિક જીવનશૈલીમાં ધર્મ અને સંસ્કૃતિનું મહત્વ" વિષય પર કરી વાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment