Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંજય વકીલે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વક્તવ્ય આપ્યું:"આધુનિક જીવનશૈલીમાં ધર્મ અને સંસ્કૃતિનું મહત્વ" વિષય પર કરી વાત

    6 hours ago

    અમદાવાદમાં ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા ૯૯ વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન થાય છે. આ સંસ્થાએ નવ દિવસ માટે વિવિધ વક્તાઓના પ્રવચન રાખ્યા હતા. આ કાર્યક્રમમાં એચ.એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ અને ઓલ ઇન્ડિયા કોલેજ પ્રિન્સિપાલ્સ એસોસિએશનના પ્રમુખ સંજય વકીલે વક્તવ્ય આપ્યું. તેમણે "આધુનિક જીવનશૈલીમાં ધર્મ અને સંસ્કૃતિનું મહત્વ" વિષય પર વાત કરી. પ્રિન્સિપાલ વકીલે જણાવ્યું કે, ટેકનોલોજી અને ભૌતિક સુવિધાઓ વધવાથી લોકોનું જીવન ઝડપી અને વૈશ્વિક બન્યું છે. જોકે, આ વિકાસ સાથે માનસિક શાંતિ, આત્મીય સંબંધો, નૈતિક મૂલ્યો અને સામાજિક જવાબદારી જેવા પ્રશ્નો પણ ઊભા થયા છે. આવી સ્થિતિમાં ધર્મ અને સંસ્કૃતિનું સ્થાન શું હોવું જોઈએ, તે વિચારવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, આધુનિક જીવનશૈલીના કારણે કુટુંબ વ્યવસ્થામાં મોટા ફેરફારો થયા છે. સંયુક્ત કુટુંબની જગ્યાએ નાના કુટુંબ વધ્યા છે. માતા-પિતા અને સંતાનો વચ્ચેનો સંવાદ સોશિયલ મીડિયાના કારણે ઘટતો જાય છે. આવી પરિસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિના 'માતૃદેવો ભવ', 'પિતૃદેવો ભવ' અને 'આચાર્યદેવો ભવ' જેવા મૂલ્યોનું મહત્વ વધી જાય છે. વડીલો પ્રત્યે સન્માન, કુટુંબ પ્રત્યે જવાબદારી અને સંબંધોમાં પ્રેમ તથા લાગણી હોવી એ આધુનિકતાનો વિરોધ નથી, પરંતુ આધુનિકતાને માનવીય બનાવવાનો માર્ગ છે. ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદશાહ, અજય દોશી અને તેમની ટીમે આ નવ દિવસીય પર્યુષણ વ્યાખ્યાનમાળાને સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટને રૂ. 900 કરોડનાં વિકાસકામોની ભેંટ મળશે:PMનાં જન્મદિવસે મનપાની નળ-ગટર-રસ્તા સહિતનાં 272 વિકાસકામોની ગ્રાન્ટ મેળવવા સરકારને દરખાસ્ત, 119 સફાઈ કામદારોને નિમણુંકપત્રો અપાયા
    Next Article
    Meerut की Central Market में Bulldozer Action, फूट-फूटकर रोईं महिलाएं | Market Demolished | UP |Yogi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment