Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘શિપ-ટુ-શિપ’ ટ્રાન્સફરનું મેગા ઓપરેશન:કટોકટી વચ્ચે હેમખેમ આવેલું ‘નંદાદેવી’ મધરાતે વાડિનાર પહોંચ્યું

    1 week ago

    પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની કટોકટી વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા માટે મોટા રાહતના સમાચાર છે. ભારતીય ધ્વજવાળું જાયન્ટ LPG જહાજ ‘નંદાદેવી’ મંગળવારે વહેલી પરોઢે 2:30 વાગ્યે 46,500 મેટ્રિક ટન ગેસના જંગી જથ્થા સાથે જામનગરના વાડિનાર બંદરે સુરક્ષિત પહોંચી ગયું છે. હાલ આ જહાજ બંદરથી 5 નોટિકલ માઈલ દૂર એન્કરેજ એરિયા (મધદરિયે) લાંગરવામાં આવ્યું છે, જ્યાં સુરક્ષાના તમામ માપદંડો સાથે ગેસના ‘શિપ-ટુ-શિપ’ ટ્રાન્સફરનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મધર વેસલ ‘નંદાદેવી’માંથી ગેસનું વહન કરવા માટે ડોટર વેસલ ‘BW Birch’ પણ સાઇટ પર પહોંચી ચૂક્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં ફેન્ડર્સ (બે જહાજ દરિયામાં અથડાય નહીં તે માટેની રક્ષણાત્મક વ્યવસ્થા) અને અન્ય જરૂરી સાધનો ગોઠવી દેવાયા હતા. બપોરે 3 વાગ્યાની આસપાસ બંને જહાજોને એકબીજાની સમાંતર ગોઠવીને મધદરિયે જ ગેસ ટ્રાન્સફર ઓપરેશનનો પ્રારંભ કરી દેવાયો છે. હાલમાં આ ગેસના જથ્થાને મધદરિયે જ બીજા જહાજમાં ટ્રાન્સફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ‘શિપ-ટુ-શિપ’ ટ્રાન્સફર પ્રક્રિયા પ્રતિ કલાક 1,000 ટનની ઝડપે કરવામાં આવે છે, જેના કારણે આ આખું ઓપરેશન પૂર્ણ થતા આશરે બે દિવસ જેટલો સમય લાગશે. ગેસ લોડ કર્યા બાદ જહાજ ભારતના પૂર્વ કિનારે આવેલા એન્નોર (તમિલનાડુ) અને હલ્દિયા (પશ્ચિમ બંગાળ) બંદરો પર આ જથ્થો પહોંચાડવા રવાના થશે ક્રૂડ ઓઈલ ભરેલું ‘જગ લાડકી’ પણ સહી-સલામત શિપિંગ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ કુમાર સિન્હાના સત્તાવાર નિવેદન અનુસાર, 81,000 ટન મુરબન ક્રૂડ ઓઈલ સાથે UAE થી નીકળેલું જહાજ ‘જગ લાડકી’ પણ ભારત તરફ સુરક્ષિત રીતે આગળ વધી રહ્યું છે. ઈરાન અને ભારતીય નેવીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન સફળ : જહાજના ચીફ ઓફિસર ‘નંદાદેવી’ જહાજના ચીફ ઓફિસરે આ સફળ ઓપરેશનની વિગતો આપતા જણાવ્યું હતું કે, હોર્મુઝની ખાડી જેવી અત્યંત જોખમી અને યુદ્ધગ્રસ્ત કટોકટીમાંથી પસાર થવા માટે ભારત અને ઈરાનની નેવીએ તેમને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય તેમજ શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આ પહેલથી 46,500 મેટ્રિક ટન ગેસ સુરક્ષિત રીતે ગુજરાત લાવી શકાયો છે. તેમણે ઉમેર્યું કે, “આ જથ્થો વિશ્વવ્યાપી LPG કટોકટી અને ભારતમાં ઉભી થનારી અછતને હળવી કરવામાં મોટી ભૂમિકા ભજવશે.” પોર્ટ ઓથોરિટી દ્વારા નાવિકોનું સન્માન હોર્મુઝની ખાડી જેવા અત્યંત જોખમી જળમાર્ગ પરથી પસાર થઈને આવેલા કેપ્ટન અને ક્રૂ મેમ્બર્સ સાથે પોર્ટના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી હતી. દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા) ના ચેરમેન સુશીલ કુમાર સિંહે જણાવ્યું કે, “જહાજના તમામ નાવિકો ખુશ અને સંપૂર્ણ સુરક્ષિત છે. અમે તેમને મળીને આટલો મોટો જથ્થો હેમખેમ ભારતના કિનારે લાવવા બદલ તેમનો આભાર માન્યો છે.
    Click here to Read More
    Previous Article
    સ્વદેશી સુરક્ષા સ્થાપિત કરવાની કામગીરી શરૂ:અમદાવાદથી ગાંધીધામ સુધી 592 કરોડના ખર્ચે રેલવે ટ્રેક પર ‘કવચ’ ટેકનોલોજીનું સુરક્ષા ચક્ર
    Next Article
    યુદ્ધની અસર:કચ્છમાં LPG સિલિન્ડર બુક કરાવનારા 10 પૈકી માત્ર 4 ગ્રાહકોને મળે છે સમયસર બોટલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment