Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વદેશી સુરક્ષા સ્થાપિત કરવાની કામગીરી શરૂ:અમદાવાદથી ગાંધીધામ સુધી 592 કરોડના ખર્ચે રેલવે ટ્રેક પર ‘કવચ’ ટેકનોલોજીનું સુરક્ષા ચક્ર

    1 week ago

    કચ્છને દેશના અન્ય ભાગો સાથે જોડતા રેલવે માર્ગો પર મુસાફરોની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા પશ્ચિમ રેલવે દ્વારા ‘કવચ 4.0’ સિસ્ટમનું ઝડપથી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા કચ્છના મહત્વના રેલવે માર્ગો જેવા કે અમદાવાદ-સામખિયાળી અને પાલનપુર-સામખિયાળી-ગાંધીધામ સેક્શનમાં આ અત્યાધુનિક સ્વદેશી સુરક્ષા પ્રણાલી સ્થાપિત કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ ટેકનોલોજીના અમલીકરણ બાદ ટ્રેનોની અથડામણ જેવી મોટી દુર્ઘટના ભૂતકાળ બની જશે અને મુસાફરોની સુરક્ષામાં નવો સીમાચિહ્ન સ્થાપિત થશે. પાલનપુર- સામખિયાળીથી ગાંધીધામ સુધીના 300 કિલોમીટરના રેલવે સેક્શનમાં અંદાજે રૂ. 182.81 કરોડના ખર્ચે કવચ ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે, જ્યારે અમદાવાદથી સામખિયાળી સુધીના 402 કિલોમીટરના સેક્શનમાં રૂ. 410.10 કરોડ ખર્ચવામાં આવશે. તાજેતરમાં આ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કલોલ અને ગાંધીનગર વચ્ચે કરાયું હતું, જેમાં બે એન્જિનને એક જ ટ્રેક પર સામસામે અને આગળ-પાછળ ચલાવીને ચકાસણી કરાઈ હતી. આ પરીક્ષણમાં જ્યારે બંને ટ્રેન ચોક્કસ અંતરે આવી ત્યારે સિસ્ટમે આપમેળે બ્રેક લગાવી હતી, જેનાથી ટક્કર થતી અટકી ગઈ હતી. કચ્છના રેલવે માર્ગો પર ટાવર અને ટ્રેક સાઈડ ઉપકરણો નાખવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. કવચ સિસ્ટમ આપોઆપ લગાવે છે બ્રેક કવચ એ ભારતની પોતાની ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે. આ સિસ્ટમમાં આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમાં ટ્રેક પર ટેગ લગાવવામાં આવે છે અને એન્જિનમાં લાગેલા રીડર દ્વારા ટ્રેનની સચોટ લોકેશન અને સ્પીડની જાણકારી મળે છે. જો ક્યારેય લોકો પાયલટ ભૂલથી સિગ્નલ ઓળંગે અથવા ટ્રેક પર બીજી ટ્રેન હોય, તો આ સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવી દે છે અને હોર્ન વગાડી ચેતવણી આપે છે.
    Click here to Read More
    Previous Article
    ચકચાર:રેલવે ટ્રેકમેનને સાથી કર્મીએ બૂટ કાઢીને મારવા, એંઠાં વાસણ ઊંચકવા કહેતાં આપઘાતનો પ્રયાસ
    Next Article
    ‘શિપ-ટુ-શિપ’ ટ્રાન્સફરનું મેગા ઓપરેશન:કટોકટી વચ્ચે હેમખેમ આવેલું ‘નંદાદેવી’ મધરાતે વાડિનાર પહોંચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment