Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચકચાર:રેલવે ટ્રેકમેનને સાથી કર્મીએ બૂટ કાઢીને મારવા, એંઠાં વાસણ ઊંચકવા કહેતાં આપઘાતનો પ્રયાસ

    1 week ago

    શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે મંગળવારે સવારે ટ્રેકમેન તરીકે કાર્ય કરતા કન્સ્ટ્રક્શન વિભાગના કર્મચારીએ સાથી કર્મચારીઓ ચીડવતા હોવાથી તેમજ બૂટ કાઢીને મારવાનું અને એંઠાં વાસણ ઊંચકવાનું કહેતાં માનસિક રીતે હતપ્રભ થઇને પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસે ટ્રેક તરફ ધસી જઇ આપઘાત કરવાનો પ્રયાસ કરતાં હડકંપ મચ્યો હતો. હાજર લોકો-કર્મચારીઓએ તેને બચાવી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રતાપ નગર રેલવે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેના પરિવાર દ્વારા રેલવેના સાથી કર્મચારીઓ દ્વારા હેરાન કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે રેલવે કર્મચારીઓમાં ચર્ચા ઊઠી હતી. સવારે 10 વાગ્યાના અરસામાં બનેલી ઘટનાએ રેલવે તંત્રમાં ઉચ્ચ અધિકારીઓને દોડતા કર્યા હતા. રેલવે કર્મચારીના પત્નીએ એક તબક્કે પોલીસ ફરિયાદની ચીમકી ઉચ્ચારી હતી. કર્મચારીનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવશે રેલવે દ્વારા મંગળવારે સવારે જ બીમારીની રજા પર ગયેલા કર્મચારીને કોઇ પણ પૂછપરછ કર્યા વગર જ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો હતો. જોકે ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવતાં જ કર્મચારીનો સસ્પેન્શન ઓર્ડર પરત ખેંચવાની જાણ પણ કરી દેવામાં આવી હતી. રેલવે પ્રશાસન દ્વારા આ ઘટના અંગે તપાસ કરાશે રેલવે કર્મચારીને પોતાના સાથી કર્મચારી સાથે કોઇ વિષય પર વિવાદ થયો હતો. કર્મચારી દ્વારા ગુસ્સામાં નજીકના રેલવે ટ્રેક પર જવાની કોશીશ કરાતાં તેને તાત્કાલિક તેની માનસિક સ્થિતિ જોતાં રેલવે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. રેલવે પ્રશાસન આ ઘટનામાં તપાસ કરશે. > અનુભવ સક્સેના , પીઆરઓ, વડોદરા સીક લીવ પર ગયેલા કર્મીને સસ્પેન્ડ કરતાં ચર્ચાઓ ઊઠી રેલવે તંત્ર દ્વારા બીમારીની સારવાર માટે ગયેલા કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો પત્ર પાઠવવામાં આવ્યો હતો. જેને પગલે ભારે ચર્ચાઓ ઊઠી હતી. જોકે રેલવે તંત્ર દ્વારા સમગ્ર વિષયમાં કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી તેવું રટણ કરવામાં આવ્યું હતું. જોકે તેનું સસ્પેન્શન પરત ખેંચવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    તપાસ:મસાલા મિલના એકાઉન્ટન્ટની 14 કરોડ ઠગી માલિકને3 ઓફર,મહિને 2 લાખ આપું, મરી જાઉં કે જેલ જાઉં?
    Next Article
    સ્વદેશી સુરક્ષા સ્થાપિત કરવાની કામગીરી શરૂ:અમદાવાદથી ગાંધીધામ સુધી 592 કરોડના ખર્ચે રેલવે ટ્રેક પર ‘કવચ’ ટેકનોલોજીનું સુરક્ષા ચક્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment