Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધની અસર:કચ્છમાં LPG સિલિન્ડર બુક કરાવનારા 10 પૈકી માત્ર 4 ગ્રાહકોને મળે છે સમયસર બોટલ

    1 week ago

    પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર અત્યારે ભારતના રસોડા સુધી પહોંચી ગઈ છે. ગુજરાત સરકાર ભલે રાજ્યમાં ગેસનો પૂરતો જથ્થો હોવાના અને પુરવઠામાં ૨૦ ટકાનો વધારો કર્યા હોવાના મોટા-મોટા દાવા કરતી હોય, પરંતુ કચ્છ જિલ્લાની જમીની હકીકત સરકારના આ બણગાંની પોલ ખોલી રહી છે. કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી એલપીજી સિલિન્ડરની માંગમાં તોતિંગ વધારો થયો છે, જેની સામે તંત્ર પાસે પુરવઠો પૂરો પાડવાની કોઈ જ સંગીન વ્યવસ્થા દેખાતી નથી. ગ્રાહકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં ખાલી હાથે પરત ફરી રહ્યા છે, અને જે બુકિંગ કરાવે છે તેમને પણ લાંબુ વેઇટિંગ સહન કરવું પડી રહ્યું છે. મંગળવારના ડેટા મુજબ, કચ્છમાં કાર્યરત ત્રણેય મુખ્ય સરકારી ગેસ કંપનીઓમાં કુલ 38,684 ગ્રાહકોએ સિલિન્ડર માટે બુકિંગ કરાવ્યું હતું. આ આટલા મોટા બુકિંગ આંકડાની સામે તંત્ર પાસે વિતરણ માટે માત્ર 16,075 સિલિન્ડરનો જ જથ્થો હાજર હતો. જો કંપનીવાર આંકડા જોઈએ તો, IOCL કંપનીમાં 21,484 ગ્રાહકોએ બુકિંગ કરાવ્યું હતું, જ્યારે BPCL માં 8,902 અને HPCL કંપનીમાં 8,298 ગ્રાહકોએ નોંધણી કરાવી હતી. આ 38 હજારથી વધુ ગ્રાહકોની સામે તંત્ર પાસે અડધો જથ્થો પણ ઉપલબ્ધ નહોતો. ભલે તંત્ર એમ કહેતું હોય કે 14,854 સિલિન્ડર હજુ ‘આવક’માં છે, પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે ગ્રાહકના ઘરમાં ચૂલો સળગાવવા ગેસ નથી ત્યારે આ કાગળ પરની ‘આવક’ ક્યારે જનતા સુધી પહોંચશે ? હાલની પરિસ્થિતિનું ચિત્ર એટલું ભયાનક છે કે દર 10 ગ્રાહકો પૈકી માત્ર 4 ગ્રાહકોને જ સમયસર ગેસનો બાટલો મળી રહ્યો છે, જ્યારે બાકીના 6 ગ્રાહકોને સીલીન્ડર માટે રાહ જોવી પડી રહી છે. હાલ કોમર્શીયલ સીલીન્ડરનો સપ્લાય બંધ કરી દેવાયો છે. ત્યારે LPG ગેસની માંગમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. 6 દિવસમાં માગમાં 17,767નો વધારો તારીખ બુકિંગ ઉપલબ્ધ બોટલ 12 માર્ચ 20,917 12,959 17 માર્ચ 38,684 16,075 તંત્ર દ્વારા કેરોસીનની માંગણી જ નથી કરાઈ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં LPGના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા 1452 KL (14,52,000 લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન ફાળવવામાં આવશે. રાજ્ય સરકારે જિલ્લા પુરવઠા અધિકારીને જિલ્લામાં જરૂરીયાત પ્રમાણે કેરોસીનની માંગણી કરવાનો આદ્દેશ કર્યો છે. જો કે કચ્છ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા હજુ કેરોસીન માટે માંગણી કરી નથી. લોકો હવે ગેસ અને ઇલેક્ટ્રિક ઇન્ડક્શનનો વપરાશ કરી રહ્યા છે. ત્યારે લોકો પાસે હવે કેરોસીનથી ચાલતા સ્ટવ જ નથી. જેથી જો ગ્રાહકોને કેરોસીન આપવામાં પણ આવે તો તેનો સદઉપયોગ થાય તેવી શક્યતા ઓછી છે. આ અંગે હજુ તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ‘શિપ-ટુ-શિપ’ ટ્રાન્સફરનું મેગા ઓપરેશન:કટોકટી વચ્ચે હેમખેમ આવેલું ‘નંદાદેવી’ મધરાતે વાડિનાર પહોંચ્યું
    Next Article
    ડિજિટલનો દુરુપયોગ:ગાંધીધામના ટ્રેઇલરની ખોટી નંબર પ્લેટ લગાવી 47 હજારની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment