Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:મુસ્લિમ પરિવારમાં ‘સિરાજ’ તરીકે ઉછેર,હિન્દુ હોવાની જાણ થતાં ‘હાર્દિક’ બનવા અરજી

    2 days ago

    ભાગ્ય રેખા, સમય અને સંજોગો જેવી જિંદગીની સશક્ત પટકથા કોઈ લખી શકતું નથી અને સંજોગો ઘણીવાર મોડ લે છે. મૂળ હિન્દુ પરિવારના અનાથ બાળકને અપનાવી લેવાની, ઉછેરવાની, તેને નામ આપવાની માનવતા એક મુસ્લિમ પરિવારે બતાવી. પછી સમય આવ્યે પ્રામાણિકપણે પંડના સંતાનની માફક ઉછેરેલા અને યુવાનીમાં પ્રવેશેલા એ યુવકને, તેના મૂળ ધર્મની એટલે કે મૂળ હિન્દુ હોવાની જાણ કરી. હવે એ યુવાને પોતાના મૂળ હિન્દુ ધર્મમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે ધર્માંતરણને લઇને વિવાદ સર્જાતો હોય છે. ધર્મ પરિવર્તન માટે ધર્મ બદલનારાએ સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હોય છે. જેના માટે સરકારી પ્રક્રિયામાંથી ફરજિયાત રીતે પસાર થવું પડે છે. વડોદરા કલેક્ટર કચેરીમાં ઇસ્લામ ધર્મમાંથી હિન્દુ ધર્મમાં પરિવર્તન કરવાની ઇચ્છા વ્યક્ત કરનારા મોહંમદ સિરાજ ગુલદીન અંસારીએ રજૂ કરેલા સોગંદનામા તેમજ પોલીસે આપેલા અભિપ્રાય સહિતના પુરાવા દિવ્ય ભાસ્કરે મેળવ્યા હતા. જેમાં મહંમદ સિરાજ ગુલદીન અંસારીએ મુસ્લિમ ધર્મમાંથી હિન્દુ ધર્મમાં પરિવર્તન કરવા સયાજીગંજ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેનો જન્મ સુરત શહેરના મીઠીખાડી પાસે આવેલા આંબેડકર નગર (લિંબાયત)માં થયો હતો અને તેનાં માતા-પિતા તે જ્યારે 5 વર્ષનો હતો ત્યારથી છોડીને જતાં રહ્યાં હતાં. જેથી આંબેડકરનગરના ભંગારનો ધંધો કરનારા ગુલદીન અંસારીએ તેનું પાલન પોષણ કરીને મોટો કર્યો હતો. યુવાનીમાં મોહંમદ ગુલદીન અંસારીએ સિરાજને કહ્યું હતું કે, તેના પિતાનું નામ ગુલજારીલાલ પટેલ હતું અને તેમનો પત્તો આજદિન સુધી મળ્યો નથી. 2016 સુધી સિરાજ તેના પાલક અબ્બા ગુલદીન સાથે ભંગારના ધંધામાં સાથે રહ્યા હતા. હિન્દુ ધર્મમાં જોડાવવા માટે કરેલી અરજી સંદર્ભે મારું નિવેદન લેવાયું હતું અલકાપુરીના સલૂનમાં સિરાજે નોકરી કરી હતી. તેણે આધારકાર્ડની નકલ પણ આપી હતી, જેમાં સુરતનું સરનામું હતું. સિરાજે હિન્દુ ધર્મમાં જોડાવવા કરેલી અરજી સંદર્ભે મારું નિવેદન પોલીસે લીધું હતું.4 માસથી તે નોકરી કરતો નથી. તેનો મોબાઇલ બંધ છે. > વિમલ પટેલ,મેનેજર, સલૂન,વડોદરા ધર્મ પરિવર્તન માટે પૂર્વ પરવાનગી લેવા અરજી કરી હતી, બીજું કંઈ યાદ નથી સિરાજ અંસારી હિન્દુ ધર્મ અપનાવવા માટે આવ્યો હતો. ધર્મ પરિવર્તન માટે સિરાજે અનાથ હોવાનું કારણ આપ્યું હતું. હાલમાં હું ઉત્તર પ્રદેશમાં છું અને જે તે વખતે ધર્મ પરિવર્તન માટે પૂર્વ પરવાનગી લેવા માટે અરજી કરી હતી. બીજું મને યાદ નથી. - નારાયણ પ્રસાદ મિશ્રા, આર્ય સમાજ ચેરિ. ટ્રસ્ટ હિન્દુ ધર્મમાં વધુ આસ્થા હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:કારને નુકસાન કરતા બાળકને પાડોશી જોઈ જતાં ડરી ઘરેથી નીકળી ગયો ચાઇનીઝની લારીએ કામ માગવા જતાં પોલીસે શોધી પરિવારજનોને સોંપ્યો
    Next Article
    છેતરપિંડી:અમદાવાદની યુવતીએ શહેરના તબીબને હની ટ્રેપમાં ફસાવી 6 લાખની ઠગાઇ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment