Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:કારને નુકસાન કરતા બાળકને પાડોશી જોઈ જતાં ડરી ઘરેથી નીકળી ગયો ચાઇનીઝની લારીએ કામ માગવા જતાં પોલીસે શોધી પરિવારજનોને સોંપ્યો

    2 days ago

    સમતામાં 12 વર્ષનો બાળક અન્ય ફ્લેટના રહીશની કારને નુકસાન કરતો હતો. જે તેના પાડોશી જોઈ ગયા હતા. જેથી પાડોશીઓ ફરિયાદ કરશે અને માતા-પિતા માર મારશે તેવા ડરથી તે ઘરેથી નીકળી ગયો હતો અને તે ફરતો-ફરતો ગોરવાની ચાઇનીઝની લારીએ પહોંચ્યો હતો. જ્યાં તેણે કામ માગ્યું હતું. જોકે લારીધારકે સૂઝબૂઝ વાપરી પોલીસને જાણ કરી હતી અને ત્યાંથી લક્ષ્મીપુરા પોલીસને બાળક મળ્યો હતો. સમતામાં રહેતા વૃદ્ધે રાત્રે 1 વાગ્યાની આસપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશમાં જાણ કરી હતી કે, 10 વાગ્યાના અરસામાં મારો 12 વર્ષનો પૌત્ર સોસાયટીમાં રમતો હતો, તે પછી ઘરે આવ્યો નથી. પોલીસે તાત્કાલિક બાળકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે તેમના વિવિધ ગ્રૂપમાં તેની જાણકારી મોકલી હતી, સાથે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. આખરે મોડી રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ગોરવામાંથી બાળક મળ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે, બાળક તેની બાજુના ફ્લેટની કારને રમત-રમતમાં નુકસાન કરી રહ્યો હતો. તેની આ હરકત પાડોશી જોઈ ગયા હતા. બાળકને લાગ્યું કે, પાડોશી પિતાને ફરિયાદ કરશે અને પિતા વઢશે અને માર મારશે. જેથી ડરને ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે તેનું કાઉન્સેલિંગ કરી પરિવારને પરત સોંપ્યો હતો સાથે પરિવારને પણ સમજાવ્યા હતા. બાળકને તમામ બાબતો પ્રેમથી સમજાવવી જોઈએ માતા-પિતાએ બાળકને ડરાવી ન રાખવા જોઈએ. બાળકને પ્રેમથી તમામ વસ્તુ સમજાવવો. બાળક માતા-પિતા સાથે ખૂલીને વાત કરી શકે તેવું વાતાવરણ રાખવું જોઈએ. > જી.ડી.રાજપૂત, પીઆઈ, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય વિભાગમાં ફરિયાદ:ચોખંડીના લોટઘરમાંથી લીધેલા લોટના પેકેટમાંથી ઉંદર નીકળ્યો
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:મુસ્લિમ પરિવારમાં ‘સિરાજ’ તરીકે ઉછેર,હિન્દુ હોવાની જાણ થતાં ‘હાર્દિક’ બનવા અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment