Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરી:સૂતેલા યુવકનો ફોન ચોરનાર તસ્કર કલાકોમાં ઝડપાયો

    13 hours ago

    વાપી રેલવે સ્ટેશન પર 'ઓપરેશન યાત્રી સુરક્ષા' અંતર્ગત રેલવે સુરક્ષા બળ (RPF) એ મોબાઈલ ચોરીના એક બનાવમાં તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે. સ્ટેશનના વેઈટિંગ એરિયામાં સૂતેલા એક યુવકનો મોબાઈલ ચોરી કરી ફરાર થયેલો શખ્સ CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ પકડાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતા સંદીપ ઘનશ્યામ તિવારી ગત 16 માર્ચના રોજ બપોરના સમયે વાપી રેલવે સ્ટેશનના મેન હોલમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે તેમની જેબમાંથી આશરે ₹11,000ની કિંમતનો 'Realme' કંપનીનો મોબાઈલ ચોરી લીધો હતો. ભોગ બનનાર યુવકે તાત્કાલિક RPF ઓફિસે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ ASI નીતિન કુમાર ટંડેલ અને તેમની ટીમે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરાની તપાસ શરૂ કરી. ફૂટેજમાં લાલ ટી-શર્ટ પહેરેલો એક શખ્સ યુવકના ખિસ્સામાંથી મોબાઈલ કાઢતો સ્પષ્ટ દેખાયો હતો. આ ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને ધરપકડ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન RPF ટીમે વાપી રિઝર્વેશન સેન્ટર પાસે લાલ ટી-શર્ટ પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિને જોયો. પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતર્ક જવાનોએ તેને ઝડપી લીધો. પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ સની સિંહ (ઉંમર 31, રહે. દમણ) હોવાનું જણાવ્યું. તેણે ચોરીની કબૂલાત કરી અને જણાવ્યું કે ચોરી કરેલો મોબાઈલ તેણે પોતાના મિત્રના ઘરે છુપાવ્યો હતો. RPF ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ચોરી થયેલો મોબાઈલ પણ રિકવર કર્યો. ચોરીનો મુદ્દામાલ મળી આવતા RPFએ આરોપી અને જપ્ત કરેલો મોબાઈલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાપી GRPને સોંપ્યા. GRP પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રેલવે સ્ટેશન પર મુસાફરોને સાવચેત રહેવાની અને ખાસ કરીને આરામ કરતી વખતે પોતાના સામાનની સુરક્ષા રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના ‘સોમપુરા શિલ્પ’ અને ‘ધ્રાંગધ્રા સ્ટોન કાર્વિંગ’ને GI ટેગ:વૈશ્વિક ઓળખ અપાવવા પ્રક્રિયા શરૂ કરાશે, કારીગરોને મળશે રક્ષણ
    Next Article
    મુળીમાં રેતીની આડમાં 40 લાખનો દારૂ ઝડપાયો:ડમ્પર અને સ્વિફ્ટ કાર સહિત 61 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓ પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment