Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના ‘સોમપુરા શિલ્પ’ અને ‘ધ્રાંગધ્રા સ્ટોન કાર્વિંગ’ને GI ટેગ:વૈશ્વિક ઓળખ અપાવવા પ્રક્રિયા શરૂ કરાશે, કારીગરોને મળશે રક્ષણ

    11 hours ago

    એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે બૌદ્ધિક સંપત્તિ જાગૃતિ માટે "IP યાત્રા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરાગત હસ્તકલા અને સ્થાપત્ય કલાના કારીગરો માટે આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. ભારત સરકારના પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સના કન્ટ્રોલર જનરલ (CGPDTM) ડૉ. ઉન્નત પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત કરવા મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ગૌરવ સમાન ‘સોમપુરા શિલ્પ સ્થાપત્ય કલા’ અને ‘ધ્રાંગધ્રા સ્ટોન કાર્વિંગ’ પથ્થર કોતરણીને ભૌગોલિક સંકેતક (GI Tag) અપાવવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. EDIIના માર્ગદર્શન હેઠળ આ બંને પ્રાચીન કળાઓ માટે GI ટેગિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં જ આરંભવામાં આવશે, જેના પરિણામે સ્થાનિક કારીગરોની કળાને કાયદાકીય રક્ષણ મળશે અને વૈશ્વિક બજારમાં એક આગવી ઓળખ પ્રાપ્ત થશે. આ પ્રસંગે સોમપુરા કેળવણી મંડળના ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ સોમપુરાનું ડૉ. ઉન્નત પંડિત દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ ડૉ. ઉન્નત પંડિતે જણાવ્યું હતું કે, ભારત પાસે સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન અને વારસો છે. સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં વંશપરંપરાગત ચાલી આવતી કળાઓ ભારતની સાચી સંપત્તિ છે. તેમણે ઉમેર્યું હતું કે, GI ટેગ માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ તે ઉત્પાદકો અને કારીગરોના આર્થિક કલ્યાણનું સબળ માધ્યમ છે. EDIIના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ આ સમગ્ર પ્રક્રિયામાં સંસ્થાના સંપૂર્ણ ટેકનીકલ અને માર્ગદર્શક સહયોગની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરની પ્રસિદ્ધ ટાંગલિયા શાલના સંરક્ષણ માટે પણ આ કાર્યક્રમ ઐતિહાસિક સાબિત થયો હતો. ડૉ. પંડિત દ્વારા ટાંગલિયા શાલના વ્યવસાય સાથે જોડાયેલા 57 કુશળ કારીગરોને ‘GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી લવજીભાઈ પરમારના નેતૃત્વ હેઠળ આ કારીગરોને મળેલી આ માન્યતા તેમની પરંપરાગત વણાટ કળાને નકલખોરોથી બચાવશે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનમાં મદદરૂપ થશે. આ ઉપરાંત, ભાનુભાઈ ચિતારાના પ્રતિનિધિત્વ હેઠળ 'માતાની પછેડી' કળાના 34 ઓથોરાઇઝ્ડ યુઝર્સને પણ તેમની કળાના સંરક્ષણ માટે સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનને ‘સુરત કટ’ માટે GI સર્ટિફિકેટ પણ એનાયત કરાયું હતું, જે હીરા ઉદ્યોગની કુશળતાને વૈશ્વિક માન્યતા આપે છે.
    Click here to Read More
    Previous Article
    બાળક દત્તક લેવા પર માતાને 12 અઠવાડિયાની રજા:3 મહિનાથી ઓછી ઉંમરનો નિયમ હટાવ્યો, સુપ્રીમ કોર્ટે કહ્યું- પિતાને રજાનો પણ નિયમ બને
    Next Article
    વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરી:સૂતેલા યુવકનો ફોન ચોરનાર તસ્કર કલાકોમાં ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment